GSTV

કરોડો રૂપિયાની ગ્રાન્ટ ફાળવવા છતા નથી સુધરી આ ઐતિહાસિક તળાવની હાલત

Last Updated on November 12, 2019 by

વિરમગામ શહેરમાં આવેલું મુનસર તળાવ ઐતિહાસિક તળાવ માનવામાં આવે છે. અને તેનું કારણ છે કે આ તળાવ વિરમગામના રાજમાતા મીનળદેવી દ્વારા બંધાવવામાં આવ્યું હતું. તળાવમાં 365 કલાત્મક દેરીઓ સહિત ઉગમણી દિશાએ મુનસરી માતાનું મંદિર પણ આવેલું છે. પુરાતત્વ વિભાગ દ્વારા કરોડો રૂપિયાની ગ્રાન્ટ મુનસર તળાવના વિકાસ માટે ફાળવવામાં આવી છે. તેમ છતા ઐતિહાસીક દેરીઓ નેસ્ત નાબુદ કરી કલાત્મક પથ્થરો તળાવમાં પધરાવી દેવામાં આવે છે.

તળાવમાં ગંદકીના કારણે પુષ્કળ પ્રમાણમા લીલ પણઁ જામી ગઇ છે. ચોમાસામાં આ તળાવમાં થોડું ઘણુ પાણી એકત્ર થયું હતું. અને એજ પાણી હવે તળાવમાં બચ્યું છે. જેમા ગંદકી જમા થઈ રહી છે. ગંદકી એટલા પ્રમાણમાં વધી રહી છે કે જે શ્રદ્ધાળુંઓ અહીયા દર્શન કરવા આવે છે. તેઓ પણ પોતાના મોઢા પર રૂમાલ બાંધીને દર્શન કરતા હોય છે. જેથી શ્રદ્ધાળુંઓનું કહેવું છે કે અહીયા જલ્દીથી જલ્દી સાફસફાઈ કરાવામાં આવે.

READ ALSO

Related posts

દિલ્હી મુલાકાત / મુખ્યમંત્રી મમતા બેનર્જીએ વડાપ્રધાન મોદી સાથે કરી મુલાકાત, બુધવારે કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી સાથે ‘ચાય પે ચર્ચા’

Zainul Ansari

2021ના અંત સુધીમાં ભારતને મળશે કુલ 35 રાફેલ, 2022માં સોલો ફાઇટર જેટ થશે સામેલ

Zainul Ansari

કામની વાત / DL, પાસપોર્ટ, આધારકાર્ડ અને પાનકાર્ડ મેળવવા હવે દલાલોની જરૂર નહી, સરકારે લીધું એક મોટું પગલું

Vishvesh Dave
Do NOT follow this link or you will be banned from the site!