GSTV
Bollywood Entertainment Photos

Munawar Faruqui Girlfriend: સોશ્યલ મીડિયા પર ચારેકોર મુનવ્વર ફારૂકીની ગર્લફ્રેડ નાઝિલાની ચર્ચા, તસ્વીર જોઈને તમે પણ થઈ જશો તેના ચાહક

રિયાલિટી શો ‘લોક અપ’ની પ્રથમ સિઝનના વિજેતા મુનવર ફારુકી આ દિવસોમાં પોતાની અંગત જિંદગીને લઈને ચર્ચામાં છે. મુનવ્વર કેટલાક સમયથી નાઝીલા સીતાશીને ડેટ કરી રહ્યો છે. ‘લોક અપ’ ખતમ થયા બાદ મુનવ્વર ઘણીવાર નાઝીલા સાથે જોવા મળ્યો છે. નાઝિલાની કેટલીક તસવીરો સામે આવી છે, જેમાં તેની સુંદરતા જોઈને તમે પણ પ્રેમમાં પડી જશો.

મુનાવર ફારુકીની ગર્લફ્રેન્ડ નાઝીલા સિતાશી ખૂબ જ સુંદર છે. તાજેતરમાં જ નાઝિલાએ મુનવ્વર સાથે તેના જન્મ દિવસની ઉજવણીના ફોટા શેર કર્યા હતા, જેમાં કપલનો રોમેન્ટિક અંદાજ જોવા મળ્યો હતો.

નાઝિલા સિતાશીનું ઇન્સ્ટાગ્રામ પર પોતાનું એક એકાઉન્ટ છે, જેમાં તે અવારનવાર તેના હોટ અને ગ્લેમરસ ફોટો પોસ્ટ કરે છે. સુંદરતાની બાબતમાં નાઝીલા બોલિવૂડની સુંદરીઓને પણ ટક્કર આપે છે.

નાઝિલા સીતાશી દરેક લુકમાં કહેર મચાવે છે. પરંતુ તે મોટાભાગે વેસ્ટર્ન ડ્રેસમાં પોતાની તસવીરો શેર કરે છે. જ્યારે પણ નાઝિલા તેનો કોઈ પણ ફોટો પોસ્ટ કરે છે, ત્યારે તેને વાયરલ થવામાં વધુ સમય લાગતો નથી.

મુનાવર ફારુકીએ ‘લોક અપ’ શો જીત્યા બાદ નાઝિલા સિતાશી સાથેનો પોતાનો એક ફોટો પોસ્ટ કર્યો હતો, જે ખૂબ જ વાયરલ થયો હતો. આ તસવીરમાં બંને રોમેન્ટિક અંદાજમાં જોવા મળ્યા હતા.

સોશિયલ મીડિયા પર નાઝિલા સીતાશીના 3 લાખ 72 હજાર ફોલોઅર્સ છે, જેઓ તેના ફોટા અને વીડિયોને ખૂબ પસંદ કરે છે. તે તેની દરેક પોસ્ટના ખુબ જ વખાણ કરે છે.

હાલમાં જ મુનાવર ફારુકી ગર્લફ્રેન્ડ નાઝિલા સાથે જોવા મળ્યો હતો. યુગલ બાઇક પર ફરતું જોવા મળ્યું હતું. બંનેની કેમેસ્ટ્રી ચાહકોને ખૂબ જ ગમે છે.

Related posts

બોલિવુડ/ અક્ષય કુમારની આ ફિલ્મ સામે કરણી સેનાનો વિરોધ, નિર્માતાઓ જોડે ફિલ્મના ટાઈટલ બદલવાની કરી માંગ

Binas Saiyed

અનન્યા પાંડેએ બાળપણનો ફોટો શેર કરીને સુહાનાને આપી જન્મદિવસની શુભેચ્છા, જુઓ અનન્યા અને સુહાનાનો બાળપણનો ક્યૂટ લૂક

Zainul Ansari

જાણવા જેવું/ અહીં મળ્યો હજારો વર્ષ જૂનો માનવ નિર્મિત રહસ્યમય ખાડો, જોઈને વૈજ્ઞાનિકો પણ આશ્ચર્યચકિત

Binas Saiyed
GSTV