GSTV

કેરળના મુન્નારમાં ભારે વરસાદ બાદ ભૂસ્ખલન, 75 કર્મચારીઓ થયા લાપતા

કેરળમાં ભારે વરસાદને કારણે મુન્નારમાં ભૂસ્ખલન થયું છે. આ અકસ્માતમાં ચાના બગીચાના 75 કામદારો અને તેમના પરિવારના સભ્યો ગુમ થયા છે. ગુમ થયેલા લોકોને શોધવા માટે 50 લોકોની ટીમ મોકલવામાં આવી છે. કેરળથી હિમાચલ સુધી અને ગુજરાતથી લઈને આસામ સુધી વરસાદ આફત બનીને વરસી રહ્યો છે.

ગુમ થયેલા લોકોને શોધવા માટે 50 લોકોની ટીમ મોકલવામાં આવી

મહિનાઓથી પાણીનો માર ઝીલી રહેલી પૃથ્વી અને પર્વતો હવે ચૂર ચૂર થઈ રહ્યા છે. દક્ષિણ ભારતમાં ચોમાસું પલટાઈ ગયું છે. જંગલમાં પાણીના વેગથી હાથીઓ વહી ગયા છે. જ્યાકે ઉત્તરાખંડ અને હિમાચલમાં, જમીનના કાપ અને લેન્ડ સ્લાઇડને લીધે, ઘણા મુખ્ય રસ્તાઓ પર વાહનવ્યવહાર અટક્યો છે.

ચાના વાવેતરમાં કામ કરતા મજૂરો જ્યાં ભૂસ્ખલન થયું હતું ત્યાંજ વસવાટ કરતા હતા. અહીં લગભગ કામદારોની મોટી વસાહત બનાવવામાં આવી હતી. લેન્ડ સ્લાઈડ પછી, આશ્રય ઘરો પર મોટી સંખ્યામાં કાટમાળ પડ્યો અને તમામ લોકો તેની નીચે દાબાઈ ગયા હતા. ઉલ્લેખનીય છે કે અહેવાલ મુજબ કહેવામાં આવી રહ્યું છે કે મોટાભાગના મજૂરો તમિલનાડુના હતા અને અહીં રહેતા મજૂરો તરીકે કામ કરતા હતા.

READ ALSO

Related posts

સ્કૂલમાં ધોરણ 9થી 12માં એડમિશન લેવું છે તો આ છે અંતિમ તારીખ, સરકારે ડેડલાઈન જાહેર કરી

pratik shah

BIG NEWS/ સુરતના ONGC પ્લાન્ટમાં મધ્યરાત્રીએ લાગી ભીષણ આગ, 10થી 12 ફાયર ફાઈટર ઘટનાસ્થળે હાજર

pratik shah

IPL 2020: મુંબઈ ઈન્ડિયન્સની પ્રથમ જીત, કેકેઆરને 49 રને હરાવ્યું

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!