GSTV

અમદાવાદ / મચ્છરજન્ય અને પાણીજન્ય રોગચાળામાં વધારો થતા મ્યુનિસિપલ તંત્ર એક્શનમાં, સ્વચ્છતા ન જળવાતા એકમોને નોટિસ

Last Updated on July 29, 2021 by Dhruv Brahmbhatt

અમદાવાદમાં ડેન્ગ્યુ, મલેરિયા, ચીકનગુનીયા જેવા કેસ વધી રહ્યા છે. જેથી અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા મચ્છરોના ઉત્પતિસ્થાન ધરાવતી એવી કન્સ્ટ્રકશન સાઇટ પર ચેકીંગ કરવામા આવ્યું. ઉપરાંત જે એકમોમાં સ્વચ્છતા ન જળવાતા એ એકમોને નોટિસ મોકલવામાં આવી છે અને દંડ વસૂલવામાં આવ્યો છે.

શહેરમાં કેટલીક કન્સ્ટ્રક્શન સાઇટ પર સ્વચ્છતા જળવાતા અને પાણી ભરાતા મચ્છરો ઉત્પન્ન થઇ રહ્યા છે. તેને જોતા બુધવારે મ્યુનિસિપલ તંત્રએ ચેકિંગ હાથ ધરી હતી. અધિકારીઓએ કન્સ્ટ્રક્શન સાઇટો પર ચેકિંગ હાથ ધરી હતી અને જ્યા સ્વચ્છતા ન દેખાઇ તેને નોટિસ અને દંડ ફટકારવામાં આવ્યો છે. ઉપરાંત જે એકમોમાં પણ સ્વચ્છતા ન જળવાતા તે એકમોને પણ નોટિસ અને દંડ ફટકારવામાં આવ્યો છે.

અમદાવાદમાં રોગચાળાએ માથુ ઉચક્યું

અમદાવાદમાં પણ રોગચાળાએ માથુ ઉચકયું છે. મચ્છરજન્ય અને પાણીજન્ય રોગચાળામાં વધારો થયો છે. સોલા સિવિલ હોસ્પિટલમાં મોટી સંખ્યામાં દર્દીઓનો ધસારો વધ્યો છે. એક અઠવાડિયામાં તાવ, શરદી અને ઉધરસના 113 કેસ નોંધાયા છે. જ્યારે ઠંડી ચડીને તાવ આવવાના 256 કેસ સામે આવ્યા છે. સોલા સિવિલ હોસ્પિટલમાં 10 કેસ મેલેરિયાના પોઝિટિવ આવ્યા છે.

જ્યારે ચિકનગુનિયાના લક્ષણો સાથે 11 દર્દીઓ સોલા સિવિલ હોસ્પિટલમાં દાખલ થયા છે. ડેન્ગ્યુના 18 દર્દીઓ પણ સારવાર હેઠળ છે. ડેન્ગ્યુના લક્ષણો સાથે 109 દર્દીઓ આવ્યા હતા. જેમાંથી 18 દર્દીઓનો ડેન્ગ્યું પોઝિટિવ આવ્યો હતો. તો કમળાના 56 કેસ સામે આવ્યા છે. જ્યારે ઝાડા ઉલટીના 76 કેસો નોંધાયા છે. 105 જેટલા દર્દીઓાં ટાઈફોઈડના લક્ષણો જોવા મળ્યા હતા.

Read Also

Related posts

નેહા શર્માની બહેન આયેશા સાથે એરપોર્ટ પર એવું થયું કે તમે પણ શરમાશો, CISFના જવાનો પર લગાવ્યા ગંભીર આરોપ

Harshad Patel

બરોડા ડેરી વિવાદ / ડેરીના પ્રમુખ દિનેશ પટેલ પાસે છે ખૂબ પૈસા, કેતન ઇનામદાર બાદ મધુ શ્રીવાસ્તવે લગાવ્યા ગંભીર આક્ષેપ

Dhruv Brahmbhatt

સાવધાન/ શું તમારો ફોન ઝડપથી થઇ રહ્યો છે ડીસ્ચાર્જ ? એમાં હોઈ શકે છે વાયરસ, બચવા માટે ફટાફટા કરો આ કામ

Damini Patel
Do NOT follow this link or you will be banned from the site!