GSTV

અમદાવાદીઓની સૌથી મોટી સમસ્યા માત્ર 15 મિનિટમાં દૂર કરી શકે છે આ મશીન

મુરાદાબાદમાં રસ્તાને ખાડા મુક્ત બનાવવા માટે મ્યુનિસિપલ કોર્પોરેશને લંડનથી  મશીન મંગાવ્યુ છે. જે જોત જોતામાં થોડિક મિનિટોમાં જ રસ્તા પરના ખાડાને બૂરી દેશે.  વરસાદ આવતાજ રસ્તા પર મોટા મોટા ખાડા પડવાની શરૂઆત થઈ જાય છે. તે ખાડાના સમારકામ માટે ત્રણ  મહિનાની રાહ જોવી પડે છે. પરંતુ હવે આવુ નહી થાય આ મશીન આવવાથી દરેક સિઝનમાં રસ્તાનું સમારકામ થઈ શકશે. આ મશીનનું નામ છે ઈંજેક્શન પોટ હોલે પેચિંગ મશીન.

જે મશીન દ્વારા વરસાદ દરમિયાન પણ રસ્તા પરના ખાડાના પાણીને સૂકવીને પેચિંગ કરવામાં આવી રહ્યુ છે. મુંબઈની નેહા ઈન્ફ્રા  કંપની સાથે રસ્તાના પેચિંગ કામ માટે કરાવામાં આવ્યો છે. આ પ્રકારનુ ભારતમાં પ્રથમ મશિન છે જે મુરાદાબાદ કોર્પોરેશન દ્વારા ખરીદવામાં આવ્યુ છે. આ મશિન મારફતે 15 મિનિટમાં ખાડા બૂરાઈ જાય છે.

મશિન દ્વારા ઓછા સમયમાં  પેચિંગનુ કામ કરી શકાય

શહેરમાં અનેક જગ્યાએ ખાડા પડવાથી તેને બૂરવા માટે વધુ મટીરીયલની સગવડ કરવી પડતી હતી અને મજૂરોને પણ રોકવા પડતા હતા. તેમજ ચોમાસામાં ખાડામાં પાણી ભરાઈ જવાથી પેચિંગનુ કામ ત્રણ મહિના સુધી બંધ કરી દેવું પડતું હતું. પરંતુ આ મશિન દ્વારા ઓછા સમયમાં  પેચિંગનુ કામ કરી શકાય છે. અને રસ્તાની અવરજવરમાં પણ વિક્ષેપ નથી પડતો.

9 કલાકમાં 150 થી 200 ખાડાને પૂરવાની ક્ષમતા

લંડનથી મંગાવવામાં આવેલ આ મશિનમાં 9 કલાકમાં 150 થી 200 ખાડાને પૂરવાની ક્ષમતા છે. ડેમો જોયા પછી કોર્પોરેશન દ્વારા મુંબઈની કંપની સાથે કરાર કરવામાં આવ્યો હતો. પેચિંગ કરેલા કામની એક વર્ષની ગેરંટી પણ કંપની લેશે. બાંગ્લાદેશ અને ભૂટાનમાં આ મશીન દ્વારા રસ્તા પરના ખડા બૂરવાનુ કામ પહેલાથી જ કરવામાં આવી રહ્યુ છે.

Related posts

લૉકડાઉન: દિલ્હીમાં ફસાયા જયા બચ્ચન, બર્થ ડે પર મા માટે અભિષેકે લખી ઇમોશનલ પોસ્ટ

Bansari

એલર્ટ ! ભારતમાં પહેલીવાર, એક જ દિવસમાં Corona સંક્રમણનો આંકડો 700ને પાર

Bansari

1930 બાદ વૈશ્વિક અર્થવ્યવસ્થામાં આવશે મોટી તબાહી, માથાદીઠમાં આવકમાં થશે ઘટાડો

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!