GSTV

સુરત આગ : મનપા કમિશનરે કહ્યું, જવાબદારો સામે કરાશે દંડાત્મક કાર્યવાહી

સુરતના રધુવીર માર્કેટમાં લાગેલી આગ પર હજુ સુધુ કાબુ નથી મેળવાયો. સુરત મનપા કમિશનર અને સુડાના ચેરમેન બંછાનિધિ પાણી પણ ઘટના સ્થળે પહોંચ્યાં અને ઘટનાની સમીક્ષા કરી હતી. મનપા કમિશનરે કહ્યું કે, જવાબદારો સામે કરાશે દંડાત્મક કાર્યવાહી.

બીજી તરફ માર્કેટની બીયુસી રદ કરવાની કાર્યવાહીના આદેશ આપી દેવામાં આવ્યા છે. ગત રોજ માર્કેટને નોટીસ ફટકારવામાં આવી હતી. કેમકે દસ દિવસ પહેલા પણ આ જ માર્કેટમાં આગ લાગવાની ઘટના બની હતી. આગ વધુ ભિષણ બનવાનું કારણ એ છે કે બિલ્ડીંગના સ્ટ્રક્ચરને લઈ નિયમોનું પાલન નથી કરવામાં આવ્યું. આ ઘટના બાદ સુરત અને સુડા વિસ્તારમાં આવતી આવી તમામ ઇમારતોમાં સ્ટ્રક્ચર અંગેની તપાસ કરવામાં આવશે.

રઘુવીર સિલિયમ માર્કેટમાં ગઈકાલે મોડી રાત્રે ત્રણ વાગ્યાની આસપાસ ચોથા માળે શોટ સર્કિટને કારણે આગ લાગી હતી. જોત જોતામાં આગ ચોથા માળ પર ફેલાઇ ગઇ હતી અને ત્યારબાદ નીચેના ભાગમાં અને ઉપરના ભાગમાં આવેલી માર્કેટની તમામ દુકાનોને ઝપટમાં લીધી હતી. આગે 14 માળને લગભગ ભસ્મીભૂત કરી નાંખ્યા. તેમજ આગ એટલી તો વિકરાળ છે કે એક જગ્યાએથી કાબૂમાં આવે ત્યાં ફરી બીજે લાગતી હતી. NDRFની ટીમ ઘટના સ્થળે પહોંચી અને કામગીરી કરી હતી.

આગ બુઝાવવાની કામગીરી દરમિયાન એલિવેશનનું પતરૂં પડતાં એક જવાન ઈજાગ્રસ્ત થયો હતો. NDRFની ટીમ ઘટના સ્થળે રાહત કામગીરી અર્થે પહોંચી હતી. કલાકોથી લાગેલી આગમાં રઘુવીર માર્કેટનો 14મો માળ સંપૂર્ણ બળીને ખાક થઈ ચક્યો હોવાનું સામે આવી રહ્યું છે. હાલ પણ પહેલા માળથી લઈને અન્ય માળમાં લાગેલી આગ પર કાબૂ મેળવવા માટે ફાયરબ્રિગેડ દ્વારા પાણીનો મારો ચલાવવામાં આવી રહ્યો છે.

READ ALSO

Related posts

ડ્રગ્સ કનેક્શનઃ ધર્મા પ્રોડક્શનના પૂર્વ કર્મચારીને આજે કોર્ટમાં કરાશે રજૂ, સામે આવશે નવા ખુલાસા

Mansi Patel

સમુદ્રમાં ચીનને સ્પષ્ટ સંદેશ / ઓસ્ટ્રેલીયા રશિયા બાદ જાપાનની સાથે ભારત સાથે જોડાયો, કર્યો યુદ્ધાભ્યાસ

Mansi Patel

બેભાન કરીને પતિના ગુપ્તાંગ પર પત્ની નાખતી રહી ટોઈલેટ ક્લિનર, એક દિવસ પ્રેમી સાથે કરી રહી હતી આવુ કામ અને….

Arohi
Do NOT follow this link or you will be banned from the site!