GSTV

હાઇકોર્ટની સરકારને નોટિસ, મનપા સંચાલિત સ્કૂલના શિક્ષકોની જૂની પેન્શન યોજના મામલે HCમાં કરી અરજી

Last Updated on August 2, 2021 by Dhruv Brahmbhatt

અમદાવાદ મહાનગરપાલિકા સંચાલિત શાળાના શિક્ષકોએ જૂની પેન્શન યોજના ચાલુ રાખવાની માંગ સાથે ગુજરાત હાઈકોર્ટમાં અરજી કરી છે. જે મુદ્દે હાઈકોર્ટે રાજ્ય સરકારને નોટીસ આપી છે અને આગામી મુદ્દતે સરકાર કોર્ટમાં જવાબ રજૂ કરવાની છે.

સ્કૂલો

અન્ય રાજ્યોમાં શિક્ષકોને પેન્શન મળે છે તો ગુજરાતમાં કેમ નહીં?

હાઈકોર્ટમાં અરજી કરનારા શિક્ષકોની રજૂઆત છે કે, ‘જૂની પેન્શન યોજનામાં શિક્ષકોને પેન્શન મળે છે. પરંતુ નવા નિયમ મુજબ શિક્ષકોને પેન્શન નથી મળતું. અન્ય રાજ્યોમાં શિક્ષકોને પેન્શન મળે છે તો ગુજરાતમાં કેમ નહીં તેવો સવાલ પણ અરજદારે કર્યો છે.

અરજદારે જણાવ્યું કે, 1 એપ્રિલ 2005 પહેલાં નિમણૂંક પામેલા શિક્ષકોને પેન્શન યોજનાઓનો લાભ મળવો જોઈએ. જો ભરતી જૂના નિયમ મુજબ હોય તો પેન્શન યોજના પણ ચાલુ રાખવા અરજદારે રજૂઆત કરી છે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

MUST READ:

Related posts

પિયુષ ગોયલે સુરતમાં ટેક્સ્ટાઇલ ઇન્ડસ્ટ્રીઝના ઉદ્યોગકારો સાથે કરી મુલાકાત, વિજય રૂપાણી સરકાર માટે કહી મોટી વાત

Pritesh Mehta

Big Breaking / વડાપ્રધાન મોદીના જન્મદિવસે ભારતની અનોખી સિદ્ધિ, રસીકરણમાં ચીનને પછાડી ભારતે બનાવ્યો વિશ્વવિક્રમ

Zainul Ansari

વિકાસ / ગુજરાતને મળશે વિશ્વનો સૌથી મોટો દિલ્હી મુંબઈ ગ્રીન હાઇવે, વડોદરાથી મુંબઈ પહોંચશે માત્ર 3 કલાકમાં

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!