GSTV

કચ્છમાં DRIની મોટી કાર્યવાહી/ મુન્દ્રા પોર્ટ પરથી ઝડપાયું 2500 કરોડનું ડ્રગ્સ, NCBએ શરૂ કર્યું સર્ચ ઓપરેશન

ડ્રગ્સ

Last Updated on September 15, 2021 by Pritesh Mehta

મુન્દ્રા પોર્ટ પર DRIએ મોટી કાર્યવાહી કરી છે. કાર્યવાહી દરમિયાન મુન્દ્રા પોર્ટ પરથી 2,500 કરોડનું ડ્રગ્સ ઝડપાયું. બે કન્ટેનરમાંથી ડ્રગ્સ મળી આવ્યું. DRI તેમજ NCB ની ટીમોએ આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.

મુન્દ્રા પોર્ટ પરથી DRI બે શંકાસ્પદ કન્ટેનર અટકાવતા સમગ્ર મામલો સામે આવ્યો હતો. અફઘાનિસ્તાન અને ઇરાનથી કચ્છ આવેલા કન્ટેર માંથી ડ્રગ્સનો મોટો જથ્થો મળી આવ્યો છે. પાવડરના નામે કરોડોનું ડ્રગ્સ ગુજરાતના રસ્તે દેશમાં ઘુસાડવાનો પ્લાન હતો. મળતી માહિતી મુજબ 2500 કરોડથી વધુનો જથ્થો એક કન્ટેનરમાંથી ઝડપાયો હોવાનું જાણવા મળી રહ્યું છે.

હાલ, આ શંકાસ્પદ કન્ટેનરની તપાસ ચાલુ છે. DRI, NCB સહિતની તપાસ એજન્સીઓ આ કન્ટેનરની તપાસ કરી રહી છે. મુન્દ્રા, અમદાવાદ સહિત અન્ય સ્થળો પર પણ તપાસ ચાલુ છે. કન્ટેનર જેણે મંગાવ્યું હતું તે પેઢીના અન્ય કન્ટેનર્સની તપાસ ચાલી છે. હજી વધુ પ્રમાણમાં ડ્રગ્સનો જથ્થો મળી આવે તેવી શક્યતા છે. જેને પગલે પોલીસ અને તમામ ગુપ્તચર સંસ્થાઓ તપાસમાં જોડાઇ છે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ તમારા મોબાઈલ પર તમામ સમાચાર મેળવવા માટે અમારી Android App ડાઉનલોડ કરો…

MUST READ:

Related posts

AUKUS + QUAD : ચીનને સખણુ રાખવા માટે રચાયેલા બે સંગઠનો શું છે? ભારતનો રોલ શા માટે મહત્વનો છે?

Pritesh Mehta

UNSCમાં પીએમ મોદીનું સંબોધન/ ભારતનો વિકાસ થાય છે ત્યારે દુનિયા બદલાય છે, નામ લીધા વગર પાકિસ્તાન પર કર્યો પ્રહાર

Pritesh Mehta

લદાખ પણ અમારું અને કાશ્મીર પણ અમારું : ઈમરાનખાનને જડબાતોડ જવાબ આપનાર સ્નેહા દુબે આખરે કોણ છે? ઈન્ટરનેટમાં સતત સર્ચ થઈ રહ્યું છે આ નામ

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!