GSTV

ડ્રગ્સ મામલે મોટા ખુલાસા/ નશાનો વેપાર કરવા માટે અપનાવતા હતા આ તરીકે, 8 લોકોની ધરપકડ

Last Updated on September 22, 2021 by Pritesh Mehta

મુંદ્રા પોર્ટથી ઝડપાયેલા કરોડોની કિંમત 3004 કિલો ડ્રગ્સ મામલે અનેક નવા ખુલાસાઓ થયા છે. જેમાં કુલ 8 લોકોની ધરપકડ કરાઇ છે. જેમાં 4 અફઘાનિસ્તાની જ્યારે 1 ઉઝબેકીસ્તાની અને 3 ભારતીય નાગરીકની ધરપકડ કરાઇ છે.

ડ્રગ્સ

મુંદ્રા પોર્ટથી DRIએ ટેલકમ પાઉડરની આડમાં હેરોઇનની હેરાફેરી કરતા આંતરરાષ્ટ્રીય ડ્રગ્સના નેકવર્કનો પર્દાફાશ કરીને ચેન્નઇના દંપતીની ધરપકડ કરી.  જેમાં અફઘાનિસ્તાનનું કનેક્શન ખુલતા ગુજરાત ATS અને NIAએ તપાસ શરૂ કરી છે. DRIએ ચેન્નઈમાંથી આયાતકાર દંપતી કસ્ટમ હાઉસના એજન્ટ કુલદિપસિંહની ધરપકડ કરવાની સાથે આ સમગ્ર મામલે કુલ 8 લોકોની ધરપકડ કરાઇ છે.

આ આરોપીઓની તપાસમાં અફઘાનિસ્તાનથી ડ્રગ્સની હેરાફેરીનું કનેક્શન ખુલ્યું છે. આ સાથે દિલ્હીના અમિત નામના આરોપીનું નામ ખુલ્યું છે. જે અફઘાનિસ્તાન સાથે કનેક્ટ રહીને ડ્રગ્સનું કનસાઈમેન્ટ લાવતો હોવાનું સામે આવ્યું છે. જેથી ડ્રગ્સ નેટવર્કમાં તાલિબાન અને ISI નું કનેક્શનની આશંકાને લઈને ગુજરાત ATS અને NIA ની ટીમે તપાસ તેજ કરી છે. સાથે મુદ્રના ડ્રગ્સનો આંકડો 20 હજાર કરોડને પણ પાર થઇ ગયો છે. જેથી હવે EDએ પણ તપાસમાં ઝંપલાવ્યું છે.

તપાસમાં સામે આવ્યું છે કે આ ડ્રગ્સની હેરાફેરીમાં અફઘાનિસ્તાનના હસન હુસૈન ITD કંપની દ્વારા વિજયવાડાની અશી ટ્રેડિંગ કંપનીને મોકલવામાં આવી રહ્યું હતું. જે ટેલકમ પાઉડરની આડમાં આવતું હતું. DRI એ પહેલા FSL પાસે થી ખાતરી કર્યા બાદ આગળ તપાસ હાથ ધરી હતી. આ મામલે હાલ દિલ્હી,અમદાવાદ,વિજયવાડા, ચેન્નાઈ, મુદ્રા અને અન્ય જગ્યા દરોડા પાડવામાં આવી રહ્યાં છે.

DRIએ ચેન્નઈના દંપતીના 10 દિવસના રિમાન્ડ મેળવ્યા છે. તેમજ ધરપકડ કરાયેલ દંપતિને ચેન્નઈમાં સાથે રાખીને તપાસ શરૂ કરી છે. મહત્વનું છે કે આ દંપતીએ જુલાઈમાં પણ ડ્રગ્સનું કનસાઈમેન્ટ લીધું હોવાનો ખુલાસો થયો છે. જેથી રિમાન્ડમાં અન્ય ખુલાસો સામે આવી શકે છે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ તમારા મોબાઈલ પર તમામ સમાચાર મેળવવા માટે અમારી Android App ડાઉનલોડ કરો…

MUST READ:

Related posts

પોલીસ પરિવાર સાથે ગૃહ રાજ્યમંત્રીએ કરી બેઠક, ગ્રેડ-પે મુદ્દે કમિટીની રચના કરાશે: હર્ષ સંઘવી

Pritesh Mehta

ગ્રેડ-પે મુદ્દે પોલીસ કર્મચારીઓનું મહા આંદોલન, રાજ્યભરમાં ઠેર-ઠેર કરાયું વિરોધ પ્રદર્શન

Pritesh Mehta

અહીં વસે છે સાચું ભારત / ડીસાનો મુસ્લિમ પરિવાર આખું વર્ષ જુએ છે દિવાળીની રાહ, જાણો વિગતે

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!