GSTV

તપાસનો ધમધમાટ / મુન્દ્રા બંદરેથી ઝડપેલા હેરોઈનની કિંમત 200000000000 ને પાર, તાલિબાન-ISI કનેક્શનની આશંકા

mundra-drugs-case

Last Updated on September 22, 2021 by Dhruv Brahmbhatt

કચ્છના મુન્દ્રા બંદરેથી DRI ની ટીમે ઝડપેલા 3 હજાર કિલો હેરોઈનની કિંમત હવે 21 હજાર કરોડએ પહોંચી ગઇ છે. તો બીજી તરફ આ સમગ્ર હેરોઈનની હેરાફેરીમાં શંકાની સોય તાલિબાન-ISI કનેકશન સુધી પણ જઈ શકે છે.

નોધનીય છે કે, મુન્દ્રા પોર્ટ પરથી દેશના સૌથી મોટા ડ્રગ્સના કાવતરાનો પર્દાફાશ થયો છે. પોર્ટમાં કન્ટેનરમાં ઝડપાયેલા ડ્રગ્સની કિંમત 21 હજાર કરોડને પાર પહોંચી છે. DRI તેમજ NCB દ્વારા પાંચ દિવસથી ચાલતી તપાસ પૂર્ણ કરાઇ છે. મહત્વનું છે કે, બે કન્ટેનરમાંથી 3 હજાર કિલોગ્રામ હેરોઇન ઝડપાયું હતું. જેની આંતરરાષ્ટ્રીય કિંમત 9 હજાર કરોડથી વધુની થાય છે. આંધ્રપ્રદેશના વિજયવાડા આશી ટ્રેડિંગ કંપનીએ કન્ટેનર મંગાવ્યા હોવાનું સામે આવ્યું છે. ઈરાનના અબ્બાસ પોર્ટથી સેમી પ્રોસેસ્ડ ટેલ્ક સ્ટોનના નામે કન્ટેનર લોડ કરાયા હતાં.

ડ્રગ્સ

ઉલ્લેખનીય છે કે, મુન્દ્રા પોર્ટ પરથી થોડાંક દિવસ અગાઉ DRI બે શંકાસ્પદ કન્ટેનર અટકાવતા સમગ્ર મામલો સામે આવ્યો હતો. અફઘાનિસ્તાન અને ઇરાનથી કચ્છ આવેલા કન્ટેરમાંથી ડ્રગ્સનો મોટો જથ્થો મળી આવ્યો હતો. પાવડરના નામે કરોડોનું ડ્રગ્સ ગુજરાતના રસ્તે દેશમાં ઘુસાડવાનો પ્લાન હતો. જે-તે સમયે મળતી માહિતી મુજબ 2500 કરોડથી વધુનો જથ્થો એક કન્ટેનરમાંથી ઝડપાયો હોવાનું જાણવા મળ્યું હતું. પરંતુ DRI તેમજ NCB દ્વારા છેલ્લાં પાંચ દિવસથી ચાલતી તપાસમાં સામે આવ્યું હતું કે, આ ડ્રગ્સની કિંમત નવ હજાર કરોડને પાર પહોંચી છે.

READ ALSO :

Related posts

Pegasus Issue / પેગાસસ મામલે સુપ્રીમ કોર્ટ બુધવારે સંભળાવશે નિર્ણય, સ્વતંત્ર તપાસની માગ કરતી થઈ હતી અરજી

Zainul Ansari

‘આજે સાચુ બોલવાની કોઈ હિમ્મત નથી કરી રહ્યા’, રાજકારણ હવે વેપાર: સત્યપાલ મલિક કોના પર સાધી રહ્યા છે નિશાન

Zainul Ansari

હતા ત્યાં ને ત્યાં / કિસાન સૂર્યોદય યોજનાનું સુરસુરિયું, ખેડૂતોને ફરી રાત ઉજાગરા કરવાનો વારો આવ્યો

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!