GSTV

મતદાનમાં 30 વર્ષનો રેકોર્ડ તોડી નાખ્યો! મોદીની લહેર છે કે પછી NDAની મજા બગાડી નાખશે?

Last Updated on April 30, 2019 by

લોકસભાની ચૂંટણીના ચોથા તબક્કામાં 29મી એપ્રિલે મુંબઇમાં પણ લોકોએ મતદાન કર્યું હતું જેમાં શહેરના લોકોએ અપેક્ષા કરતાં વધુ મતદાન કર્યું હતું. આ વખતે મુંબઈમાં 55.11 ટકા મતદાન થયું હતું જે 1989ની ચૂંટણીઓ પછી સૌથી વધુ થયેલું મતદાન છે. મતદાનના કિસ્સામાં મુંબઈ પાસે સૌથી છેલ્લે રહેવાનો જૂનો રેકોર્ડ છે. 1991માં અહીંયા 41.6 ટકા મતદાન થયું હતું તે 1998ની ચૂંટણીઓ કરતા 50 ટકા વધ્યું હતું, પરંતુ 2009 માં તે ફરી ઘટીને 40 ટકાની આસપાસ થઈ ગયું હતું.

UP boycott polls

2014માં મોદીની લહેર દરમિયાન આ આંકડો વધ્યો હતો અને 51.6 ટકા મતદાન નોંધાયું હતું. આ પછી 2019ની લોકસભા ચૂંટણીના આંકડા પણ આઘાતજનક છે. 55.11 ટકા મતદાન સાથે મુંબઈમાં ન માત્ર આ દાયકામાં સૌથી વધુ મતદાન રેકોર્ડ નોંધાવ્યું પણ અગાઉના ચૂંટણીઓ કરતા પણ 3.5 ટકા વધારો નોંધાવ્યો છે.

fourth phase of Lok Sabha

મુંબઈની બધી છ લોકસભાની બેઠકો એનડીએ દ્વારા કબજે કરવામાં આવી છે. આ વખતે ચૂંટણી ધાર્મિક અને સમુદાયના મુદ્દા સાથે ધ્રુવીકરણ પર આધારિત છે. આ રીતે એનડીએ એનડીએમાં મતદાનની ટકાવારીમાં વધારો સ્વીકારે છે. તેઓ કહે છે કે આ આંકડાઓમાં વધારો સ્પષ્ટ છે કે એનડીએ ફરીથી સત્તા પર આવી રહી છે.

પ્રિયંકા ચોપરાથી લઇને ટાઇગર શ્રોફ સુધી, આ બોલીવુડ સ્ટાર્સે કર્યુ મતદાન

સૌથી વધુ ઉમેદવારો મહારાષ્ટ્રમાં છે. મહારાષ્ટ્રની કુલ 17 બેઠક પર 323 ઉમેદવારો મેદાનમાં છે. વહીવટીતંત્ર દ્વારા રવિવારે સાંજે જ મતદાનને લઇને તમામ તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી હતી. તમામ મતદાન કેન્દ્રો પર ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.

પ્રિયંકા ચોપરા

મુંબઈના વર્સોવામાં બોલિવૂડ અભિનેત્રી પ્રિયંકા ચોપરાએ મતદાન કર્યુ. પ્રિયંકા પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા મતદાન કેન્દ્ર પર પહોંચી હતી. અને મતદાન કરી તે રવાના થઈ હતી.

માધુરી દીક્ષિત

બોલિવૂડ અભિનેત્રી માધુરી દીક્ષિતે મુંબઈના જુહુ વિસ્તારમાં મતદાન કર્યુ.. મતદાન કરાવા તેઓ જુહુમાં આવેલી ગાંધીગ્રામ સ્કૂલ પહોંચ્યા હતા. જ્યા માધુરીએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો.

ટાઇગર શ્રોફ

બોલીવુડના યંગ એક્ટર ટાઇગર શ્રોફે મતદાન કર્યા બાદ મીડિયા સમક્ષ પોઝ આપ્યો હતો.

પરેશ રાવલ

ભાજપના નેતા અને બોલિવૂડ અભિનેતા પરેશ રાવલે મુંબઈના વિલે પાર્લે વિસ્તારમાં મતદાન કર્યુ. તેઓ મતાધિકારનો ઉપયોગ કરવા માટે પોતાની પત્ની સાથે મતદાન કરના પહોંચ્યા હતા. મતદાન કર્યા બાદ તેમણે જણાવ્યુ હતુ કે લોકશાહીના પર્વમાં મતદાન કરવુ ખૂબ જ જરૂરી છે.

એક્ટર રવિકિશન

ભોજપુરી સ્ટાર અને યુપીના ગોરખપુરથી ભાજપના ઉમેદવાર રવિકિશને ગોરેગાંવમાં મતદાન કર્યુ… મતદાન કરવા તેઓ સામાન્ય મતદારની જેમ લાઈનમાં ઉભા રહ્યા હતા. મતદાન કર્યા બાદ તેમણે ભાજપના ઉમેદવારની જીતની આશા વ્યક્ત કરી અને મતદારોને વધુમાં વધુ મતદાન કરવા અપીલ કરી હતી.

અભિનેત્રી રેખા

બોલિવૂડ અભિનેત્રી રેખાએ મુંબઈના બાન્દ્રા વિસ્તારમાં મતદાન કર્યુ.. મતદાન કરવા તેઓ મતદાન શરૂ થતાની સાથે બાન્દ્રામાં આવેલા મતદાન કેન્દ્ર પર પહોંચ્યા હતા. જ્યા તેમણે પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો..

અનિલ અંબાણી

રિલાયન્સ કોમ્યુનિકેશનના ચેરમેન અનિલ અંબાણીએ મતદાન શરૂ થતાની સાથે મતદાન કર્યુ. તેઓ મતદાન કરવા કફ પરેડ વિસ્તારમાં આવેલા મતદાન કેન્દ્ર પર પહોંચ્યા હતા, જ્યા તેમણે પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો.

ઉર્મિલા માતોડકર

મુંબઈ ઉત્તરથી કોંગ્રેસના ઉમેદવાર ઉર્મિલા માતોડકરે બાન્દ્રામાં મતદાન કર્યુ. મતદાન કરવા તેઓ પોતાના સમર્થક સાથે મતદાન કેન્દ્ર પર પહોંચ્યા હતા. મતદાન કર્યા બાદ ઉર્મિલાએ પોતાની મુંબઈની તમામ બેઠક કોંગ્રેસની જીતની આશા વ્યક્ત કરી હતી.

READ ALSO

Related posts

એક બેટા ઐસા ભી / માતા નજીક રહે એટલા માટે મંદિરમાં સ્થાપિત કરી મૂર્તિ, પોતે લખી આરતી: હવે ‘ગીતા કી ક્લાસ’ની તૈયારી

Zainul Ansari

જાણવા જેવું / UN મહાસભામાં દર વખતે ક્યા દેશના રાષ્ટ્ર પ્રમુખનું હોય છે સૌ પ્રથમ ભાષણ? જાણો તેના પાછળનું કારણ

Zainul Ansari

Proud / ભારતીય સેના માટે ‘દ્રોણાગિરી’ સાબિત થશે આ એરક્રાફ્ટ, ખાસિયતો જાણીને ચીન-પાકિસ્તાન પડી જશે ઢીલા

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!