GSTV

સંયુક્ત રાષ્ટ્રસંઘે હાફિઝ સઈદ ઉપર લાગેલો પ્રતિબંધ હટાવવાની અરજી ફગાવી, જાણો કોણે કરી અરજી

Last Updated on March 8, 2019 by

સંયુક્ત રાષ્ટ્રસંઘે હાફિઝ સઈદ ઉપર લાગેલો પ્રતિબંધ હટાવવાની અરજી ફગાવી દીધી હતી. હાફિઝ સઈદે વૈશ્વિક આતંકવાદીઓની યાદીમાંથી નામ હટાવવાની અરજી કરી હતી. ૨૦૦૮માં હાફિઝને યુએનની સુરક્ષા પરિષદે વૈશ્વિક આતંકવાદી જાહેર કર્યો હતો.

પાકિસ્તાન સ્થિત આતંકવાદી હાફિઝ સઈદને યુએને ઝટકો આપ્યો હતો. કેન્દ્ર સરકારના સૂત્રોના કહેવા પ્રમાણે યુએનની સુરક્ષા પરિષદે પાકિસ્તાનના આતંકવાદી હાફિઝ સઈદની વૈશ્વિક આતંકવાદીઓના લિસ્ટમાંથી નામ હટાવવાની અરજી ફગાવી દીધી હતી.

જમાત-ઉલ-દાવા અને લશ્કર-એ-તૈયબા જેવા આતંકવાદી સંગઠનો ચલાવીને કાશ્મીરમાં આતંકવાદ ફેલાવતા હાફિઝ સઈદે સંયુક્ત રાષ્ટ્રસંઘમાં અરજી કરી હતી કે તેનું નામ વૈૈશ્વિક આતંકવાદીઓના લિસ્ટમાંથી હટાવી દેવામાં આવે.

મુંબઈ હુમલાનો માસ્ટર હાફિઝ સઈદ ૨૦૦૮થી વૈશ્વિક આતંકવાદીઓના યુએનના લિસ્ટમાં છે. મુંબઈમાં હુમલો કરનાર આતંકવાદી હાફિઝને યુએનની સુરક્ષા પરિષદે વૈશ્વિક આતંકવાદી જાહેર કર્યો હતો. હાફિઝે યુએનમાં અરજી કરીને એ લિસ્ટમાંથી નામ બાકાત કરવાની માગણી કરી હતી.

યુએનની સુરક્ષા પરિષદે હાફિઝની અરજી ફગાવીને તેને વૈશ્વિક આતંકવાદીઓના લિસ્ટમાંથી ન હટાવવાનો નિર્ણય કર્યો છે. યુએને હાફિઝની અરજીના સંદર્ભમાં કહ્યું હતું તેના ઉપર મૂકાયેલો પ્રતિબંધ એકદમ યોગ્ય છે અને પ્રતિબંધ ચાલુ રાખવા સંયુક્ત રાષ્ટ્રસંઘ પાસે પૂરતા વિશ્વસનીય કારણો છે. 

હાફિઝ સઈદે આતંકવાદીઓના લિસ્ટમાંથી નામ હટાવવાની અરજી કરી તેનો વિરોધ ભારત ઉપરાંત અમેરિકા-બ્રિટન-ફ્રાન્સ વગેરે દેશોએ કર્યો હતો. આ દેશોએ હાફિઝ ઉપર પ્રતિબંધ બરકરાર રાખવાનો મત આપ્યો હતો. 

Related posts

જાણવા જેવું/ પહેલાથી જ વેચાયેલી પ્રોપર્ટી તમને વેચી દેવામાં આવી છે? તો આ રીતે મળશે વળતર, જાણી લો નવો નિયમ

Bansari

પંજાબની રાજનીતિને લઈ મોટા સમાચાર/ ભાજપ શાસિત રાજ્યો બાદ કોંગ્રેસમાં પણ નેતૃત્વ પરિવર્તનના સંકેત, CMની ખુરશી પર સંકટ

Pravin Makwana

BIG NEWS: ઈન્કમ ટેક્સ વિભાગનો દાવો, સોનુ સુદ 20 કરોડથી વધારેની ટેક્સચોરીમાં શામેલ, 20 ઠેકાણા ફંફોળી નાખ્યા

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!