GSTV
Home » News » 6 વર્ષ પહેલાં બાઈકની ટક્કરથી થયુ હતુ મૃત્યુ, પરિવારને મળશે 1 કરોડનું વળતર

6 વર્ષ પહેલાં બાઈકની ટક્કરથી થયુ હતુ મૃત્યુ, પરિવારને મળશે 1 કરોડનું વળતર

મોટર વાહન અકસ્માતનો દાવો ટ્રિબ્યુનલે મુંબઇમાં માર્ગ અકસ્માતનો ભોગ બનેલી એમ્બ્યુલન્સ ચાલકના પરિવારને આશરે 1 કરોડનું વળતર આપવાનું નિર્દેશ આપ્યો છે. ટ્રિબ્યુનલે વીમા કંપનીને વ્યાજ સહિત વળતર ચૂકવવા જણાવ્યું છે. 2013 માં, બીએમસી એમ્બ્યુલન્સના ચાલક રામચંદ્ર જોરનું માર્ગ અકસ્માતમાં મૃત્યુ થયું હતું.

આ અકસ્માત નાગપાડામાં બન્યો હતો. રામચંદ્રને માર્ગ ક્રોસ કરતી વખતે 18 વર્ષિય યુવકના બાઇક સાથે ટક્કર વાગી હતી. ટ્રિબ્યુનલે એમ પણ કહ્યું હતું કે વીમા કંપની બાઇક માલિક પાસેથી વળતરની રકમ વસૂલવા માટે સ્વતંત્ર છે. ટ્રિબ્યુનલે કહ્યું કે ‘પે એન્ડ રિકવર’ નિયમ મુજબ વીમા કંપનીએ જોરેની પત્ની અને બાળકોને વળતરની રકમ ચૂકવવી જોઈએ.

બાઇક ચલાવતો છોકરો મોહમ્મદ અશરફ કુરેશી છે. જ્યારે બાઇકનો માલિક બીજો કોઈ છે. ટ્રિબ્યુનલે કહ્યું કે બાઇકનો માલિક ખુબલાલ પ્રજાપતિ જાણતો હતો કે 18 વર્ષિય મોહમ્મદ અશરફ કુરેશી પાસે વાહન ચલાવવાનું લાયસન્સ નથી અને તેમ છતાં તેણે તેને બાઇક આપી હતી.

રામચંદ્રની પત્નીએ મોત બાદ વળતર માટે વીમા કંપનીમાં ક્લેઈમ કર્યો હતો. જાણકારી મુજબ, મોતનાં સમયે રામચંદ્રનું  વેતન માસિક 68 હજાર રૂપિયા હતુ.

READ ALSO

Related posts

લગ્નની જાન આવતા પહેલા પોલીસ આવી પહોંચી, પછી થયું એવું કે…

pratik shah

મલાઈકા, અર્જુન, કરિના, આલિયા સાથે અનેક સ્ટાર્સ જોવા મળ્યા કરણ જૌહરના ઘરે

Kaushik Bavishi

મર્ડર કેસનો આરોપી ફરાર થઈ જતા સાત પોલીસકર્મી સામે ફરિયાદ નોંધાય

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!