GSTV

3 ફૂટ પાણી વચ્ચે ફસાઇ મહાલક્ષ્મી એક્સપ્રેસ, તસવીરોમાં જુઓ કેવી રીતે થઇ રહ્યું છે રેસ્ક્યુ

Last Updated on July 27, 2019 by Bansari

બદલાપુર અને વાંગણી વચ્ચે મહાલક્ષ્મી એક્સપ્રેસ ટ્રેક પર પાણી ભરાતા ફસાઇ ગઇ છે. NDRFએ જણાવ્યા અનુસાર ટ્રેનમાં 600-700 લોકો સવાર છે. અધિકારીઓએ જણાવ્યા અનુસાર ટ્રેકની બંને બાજુ ત્રણ ફૂટ પાણી ભરાયેલુ છે.જે તસવીરો સામે આવી છે, તેમાં પાણીની વચ્ચે ટ્રેન ફસાયેલી નજરે આવી રહી છે. NDRFના ડીજી એસએન પ્રધાને કહ્યું કે, રાહત તથા બચાવ કાર્યમાં કેટલો સમય લાગશે તે હાલ જણાવી શકાય તેમ નથી.

તે લોકેશન બદલાપુર સ્ટેશનથી 4 કિમી દૂર છે, જ્યાં ટ્રેન ફસાઇ છે. RPFના જવાન ટ્રેનની અંદર છે.

ફસાયેલા યાત્રીઓની મદદ માટે બિસ્કીટ અને પાણી આપવામાં આવી રહ્યાં છે. રેલવેએ અપીલ કરી છે કે મહાલક્ષ્મી એક્સપ્રેસના યાત્રી ટ્રેનથી ન ઉતરે, ટ્રેન જ સુરક્ષિત સ્થળ છે.

NDRFની ટીમ રાહત અને બચાવ કાર્યમાં લાગી છે. અત્યાર સુધીમાં 500 લોકોને રેસ્ક્યુ કરી લેવામાં આવ્યાં છે.

મહારાષ્ટ્રના બદલાપુરમાં ભારે વરસાદ પડ્યો. વરસાદના કારણે થાણે મુંબઈ રેલ્વે ટ્રેક જળબંબાકાર થયો. જેથી રેલ સેવાને અસર પડી. બદલાપુરમાં મોડી રાત્રે અનરાધાર વરસાદ પડ્યો.

જેથી  શહેરનો નિચાણવાળો વિસ્તાર પાણી-પાણી થયો હતો. રેલવે વ્યવ્હાર બાદ બદલાપુરમાં વાહન વ્યવ્હારને પણ અસર પડી છે. જેથી એનેક વાહન ચાલકો અટવાયા હતા.

બદલાપુરમાં ભારે વરસાદના કારણે મહાલક્ષમી એકસ્પ્રેસને વાનગની પાસે રોકી દેવામાં આવી. ટ્રેનમાં 700થી વધારે લોકો ફસાયા. જેમને બચાવવા માટે એનડીઆરએફ અને નેવીના હેલિકોપ્ટની પણ મદદ લેવામાં આવી છે.

વરસાદની અસર અન્ય સ્થળોએ પણ જોવા મળી છે. 7 ફ્લાઇટ્સ રદ્દ કરવામાં આવી છે. 8ને એરપોર્ટથી પરત મોકલવામાં આવી છે જ્યારે 9ને મુંબઇથી ડાયવર્ટ કરવામાં આવી છે.

Read Also

Related posts

આને ભુવો કહેવો કે કુવો: રાજધાની દિલ્હીમાં રસ્તા પર એટલો મોટો ખાડો પડ્યો કે લોકો જોઈને પણ ડરી ગયા

Pravin Makwana

આ બેટ્સમેને 6 બોલમાં 34 રન સાથે ડેબ્યુ મેચમાં ઠોકી દીધી હતી સદી, પછી ક્યારેય પાર નથી કરી શક્યો 29 રનનો આંકડો

Harshad Patel

રમતોત્સવ/ અમેરિકાની લોન્ગ જમ્પની પ્લેયર ક્યુનેશાની રેસ્ટોરન્ટથી ઓલિમ્પિક સુધીની સફર, 10 વર્ષ પહેલાં હતી વેઈટર

Damini Patel
Do NOT follow this link or you will be banned from the site!