GSTV

મુંબઈ દુર્ઘટનામાં આવી મોટી અપડેટ: ચેમ્બુર અને વિક્રોલીમાં અત્યાર સુધીમાં 23 લોકોના થયા છે મોત, રાહત અને બચાવ કાર્ય ચાલું

Last Updated on July 18, 2021 by Pravin Makwana

મુંબઈમાં મૂસળધાર વરસાદના કારણે થયેલા ભૂસ્ખલનના કારણે મરનારા લોકોની સંખ્યા વધીને 23 થઈ ગઈ છે. શહેરના ચેમ્બુરમાં દિવાલ ધસી પડતા અને વિક્રોલીમાં મકાન ધરાશાયી થવાના કારણે લગભગ 23 લોકોના મોત થયા છે. આ બંને જગ્યાએ હાલમાં રાહત અને બચાવ કાર્ય ચાલુ છે.

મુંબઈમાં ગત રાત્રીથી સતત વરસી રહેલા મૂશળધાર વરસાદમાં બે સ્થળો પર દીવાલ ધરાશાયી થવાના બનાવો બન્યા હતા. જેમાં 23 લોકોનાં મોત નિપજ્યા છે. તો કેટલાક લોકો ઈજાગ્રસ્ત થતા તાબડતોબ હોસ્પિટલ ખસેડાયા હતા. ભારે વરસાદને લીધે ઠેર-ઠેર નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા હતા. તો ધોધમાર વરસાદને લીધે ભૂસ્ખલન પણ થયું હતું. જેથી મનપા તંત્રની ટીમ દ્વારા રૅસ્કયૂ ઓપરેશન યથાવત્ છે.

મળતી માહિતી મુજબ મુંબઇના ચેમ્બુર વિસ્તારમાં દિવાલ ધરાશાયી થવાથી મ્રુત લોકોની સંખ્યા હવે વધીને 17 થઈ ગઈ છે, જ્યારે વિક્રોલીમાં પણ 6 લોકોનાં મોત નીપજ્યાં છે. વરસાદથી સંબંધિત ઘટનાઓમાં અત્યાર સુધી 23 લોકોએ જીવ ગુમાવ્યો છે. જ્યારે બચાવ કામગીરી ચાલુ છે. હવામાન વિભાગે આજે રેડ અલર્ટ જારી કર્યું છે.

મહારાષ્ટ્રની રાજધાની મુંબઇમાં ભારે વરસાદના કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઇ ગયું છે. મુંબઇના ચેમ્બુર વિસ્તારમાં દિવાલ પડતા 11 લોકોનાં મોત નિપજ્યાં છે. જ્યારે વિક્રોલીમાં પણ 3થી વધુ લોકોનાં મોત નિપજ્યાં છે. આ દુર્ઘટનામાં વાશીનાકાના ન્યુ ભારતનગરમાં થઇ છે. સતત ભારે વરસાદના કારણે એક વૃક્ષ દીવાલ પર પડ્યું અને એકાએક દિવાલ તૂટી ગઇ. જેથી આ ઘટનામાં કાટમાળની અંદર દટાયેલા લોકોના મોત નિપજ્યાં છે અને અનેક ઘાયલ થયા છે. રિપોર્ટ અનુસાર કાટમાળમાં હજુ પણ કેટલાંક લોકો દટાયા હોવાની આશંકા છે.

જો કે આ ઘટનાની જાણ થતાં જ રેસ્ક્યુ ટીમ આવી જતા બચાવ કાર્યની કામગીરી તુરંત શરૂ કરી દેવામાં આવી છે. હાલમાં કાટમાળને ખસેડવાની કોશિશ થઇ રહી છે અને ઘાયલોને હોસ્પિટલ મોકલવામાં આવી રહ્યાં છે. પરંતુ સતત ભારે વરસાદના કારણે રેસ્ક્યુ ઓપરેશનમાં મુશ્કેલી ઊભી થઇ રહી છે.

ઘણા વિસ્તારોમાં પાણી ભરાયા

કેટલાક કલાકોના વરસાદ બાદ અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હતા, જેના કારણે લોકોને એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટે ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ગઈરાત્રે મુંબઈમાં ભારે વરસાદ પડ્યો હતો.

મુશળધાર વરસાદને કારણે મુંબઇ ‘પાણી-પાની’ જોવા મળ્યું. શહેરના ગાંધી માર્કેટમાં રસ્તામાં પાણી ભરાવાના કારણે બસના ટાયરો ડૂબી ગયા હતા. આ ઉપરાંત વરસાદના કારણે ભારતીય રેલ્વેની સેવાઓ પર પણ ઘણી અસર પડી હતી. મુંબઈનો સાયન રેલ્વે ટ્રેક સંપૂર્ણપણે પાણીમાં ગરકાવ થઈ ગયો હતો. કેટલાક કલાકોના વરસાદ બાદ રેલવે સ્ટેશનના પાટા ઘૂંટણ સુધી છલકાઇ ગયા હતા. દર વર્ષે ભારે વરસાદના કારણે ઉદભવતા સમસ્યાઓથી મુંબઇકારોએ સામનો કરવો પડે છે.

તે જ સમયે, ઘણા લોકો સિયોન વિસ્તારમાં જ વરસાદમાં એકઠા થયેલા પાણીમાં રમતા જોવા મળ્યા હતા. જે વીડિયો સામે આવ્યો છે તેમાં બાળકો પાણીમાં ડૂબકી લેતા જોવા મળ્યા હતા. તે જ સમયે કેટલાકએ તરવાનો પ્રયાસ પણ કર્યો. વરસાદને કારણે રસ્તા પર પાણી ભરાવાની સ્થિતિ સર્જાઇ હતી અને લોકોની કમર સુધી પાણી ભરાયા હતા.

READ ALSO

Related posts

ઓસ્ટ્રેલિયા/ મેલબોર્નમાં લોકડાઉન વિરોધી હિંસક દેખાવો, ત્રણ પોલીસ અધિકારીઓને ઇજા, 62ની ધરપકડ

Damini Patel

અત્યંત આધાતજનક સમાચાર: દુર્લભ ગણાતા પેંગ્વિન પર મધમાખીઓએ હુમલો કરતા 63 પક્ષીઓના મોત

Pravin Makwana

અમેરિકામાં ગેરકાયદે રહેતા ભારતીયોને ગ્રીનકાર્ડ આપવાની યોજના ઉપર લાગી બ્રેક, હજારો ગુજરાતીઓનું સ્વપ્ન રોળાયુ

Damini Patel
Do NOT follow this link or you will be banned from the site!