GSTV
Home » News » પ્રિયંકાના લગ્નના રંગમાં પડ્યો ભંગ, આ કારણે પોલીસે લેવી પડી એક્શન

પ્રિયંકાના લગ્નના રંગમાં પડ્યો ભંગ, આ કારણે પોલીસે લેવી પડી એક્શન

પ્રિયંકા ચોપરા હાલ ફૂલ મસ્તીના મૂડમાં છે. લગ્નની તૈયારીઓ શરૂ થઇ ગઇ છે અને સાથે જ લગ્નનું સેલિબ્રેશન પણ થઇ રહ્યું છે. મુંબઇમાં મિત્રો સાથે પાર્ટી કરી રહેલી પ્રિયંકા માટે મુસીબત ઉભી થઇ ગઇ છે જેના કારણે તેના લગ્નના રંગમાં ભંગ પડ્યો છે.

View this post on Instagram

The way she looks at him <3

A post shared by Priyanka Chopra FC (@priyankachopraaa) on

હકીકતમાં મુંબઇ પોલીસને જાણ થઇ કે એક રેસ્ટોરન્ટની બહાર અનેક કેમેરામેન ઉભા છે અને આખો રસ્તો બ્લૉક થઇ ગયો છે. તેના કારણે થઇ રહેલા હોબાળાથી આસપાસના રહીશોની ઉંઘમાં ખલેલ પહોંચી અને કોઇએ તેની ફરિયાદ કરી. તેથી પોલીસ જ્યારે રેસ્ટોરન્ટ પહોંચી તો તેમને જાણ થઇ કે પ્રિયંકા ચોપરાની ટીમ તરફથી ટિપ મળી છે તેઓ ત્યાં હાજર છે. પોલીસે અંદર જઇને જોયુ તો પ્રિયંકા અને નિક કેટલાંક મિત્રો સાથે ત્યાં હાજર હતા.

પોલીસે તેમને તો કંઇ ન કહ્યું પરંતુ રેસ્ટોરન્ટના માલિકને સમય જણાવીને કહ્યું કે રાત્રે 1.30 વાગ્યે રેસ્ટોરન્ટ ખુલ્લુ ન હોવુ જોઇએ. પોલીસને જોઇને આ સ્ટાર્સ ત્યાંથી એક એક કરીને ગાયબ થઇ ગયા. પ્રિયંકા ચોપરાની આ લેટ નાઇટ પાર્ટીની ફરિયાદ મુંબઇ પોલીસે નોંધી છે.

રિપોર્ટસ અનુસાર ઉમેદ ભવનથી મહેરાનગઢ કિલ્લા સુધી જવા માટે પ્રિયંકાએ પોલીસ સુરક્ષા માગી હતી. તેના માટે તેણે પ્રાઇવેટ સિક્યોરીટી એજન્સી પણ હાયર કરી હતી. પરંતુ જોધપુર પોલીસે રાજસ્થાનની આગામી વિધાનસભા ચૂંટણીનો હવાલો આપતા એક્ટ્રેસને સુરક્ષા આપવાથી ઇનકાર કરી દીધો હતો. તેથી પ્રી-વેડિંગ અને વેડિંગ તમામ ફંક્શન ઉમ્મેદ ભવન પેલેસમાં થશે.

આ ઉપરાંત ઉમેદ ભવન પેલેસની બહાર એક નોટિસ લગાવી દેવામાં આવી છે- સૂચિત કરવામાં આવે છે કે રખ-રખાવ કારણોસર ઉમ્મેદભવન પેલેસ મ્યુઝિયમ ગુરુવાર 29-11-2018થી તારીખ 3-12-2018 સુધી દર્શકો માટે બંધ રહેશે.

પ્રિયંકા ચોપરાના લગ્નમાં ફક્ત નજીકના સંબંધીઓ અને મિત્રો જ સામેલ થશે. આશરે 80 લોકોની હાજરીમાં તેઓ સાત ફેરા લેશે. આ શાહી લગ્નમાં આવેલા મહેમાનોને નિક-પ્રિયંકા ખાસ ભેટ આપશે. મીડિયા રિપોર્ટસ અનુસાર આ કપલ મહેમાનોને સ્પેશિયલ પર્સનલાઇઝ્ડ ચાંડીનો સિક્કો ભેટમાં આપશે. સિક્કાની એક બાજુ NP લખેલું છે અને બીજી બાજુ ભગવાન ગણેશ અને માતા લક્ષ્મીની આકૃતિ છે. મહેમાનોને લગ્નના અંતમાં આ ખાસ હેન્ડીક્રાફ્ટ ગિફ્ટ આપવામાં આવશે.

View this post on Instagram

hottie #priyankachopra #bollywood

A post shared by Priyanka Chopra FC (@priyankachopraaa) on

પ્રિયંકા અને નિકનો પરિવાર જોધપુર એરપોર્ટ પરથી ઉમ્મેદ ભવન ચોપર દ્વારા જશે. પેલેસમાં 64 આલીશાન રૂમ અને સૂઈટ છે. જેમાં 22 પેલેસ રૂમ અને 42 સુઇટ છે. આ પેલેસને હવે હોટલની જેમ ચલાવવામાં આવે છે. DNAએ પોતાના એક રિપોર્ટમાં હોટલ અધિકારીઓ સાથે વાતચીતના આધારે વેન્યૂની બુકિંગ કિંમતનો ખુલાસો કર્યો છે.

એક દિવસ માટે પેલેસ રૂમની કિંમત 47,300 હજાર છે. તો ઐતિહાસિક સૂઈટ માટે 65,300 રૂપિયા, રૉયલ સૂઈટ માટે 1.45 લાખ, ગ્રાન્ડ રૉયલ સૂઈટ માટે 2.30 લાખ અને પ્રેજિડેન્શિયલ સૂઈટ માટે 5.04 લાખ રૂપિયા ચૂકવવા પડે છે. આ કિંમતોમાં ટેક્સનો સમાવેશ કરાયો નથી.

Read Also

Related posts

અઢી કિલો વજનની આ કેરી કહેવાય છે “કેરીની મલિકા”, કેરી પાકે તે પહેલા જ થાય છે બુકિંગ

Riyaz Parmar

રાજ્યની આ જેલમાંથી બે કેદી થયા ફરાર, પોલીસ થઈ દોડતી

Nilesh Jethva

મંદીનો માર સહી રહેલા પાકિસ્તાનને વધુ એક ઝટકો, કરોડો રૂપિયા વેડફાયા

Path Shah
Do NOT follow this link or you will be banned from the site!