GSTV

રેપ કેસમાં અનુરાગ કશ્યપને મુંબઈ પોલીસે મોકલ્યું સમન્સ, કાલે 11 વાગે થશે પૂછપરછ

ડાયરેક્ટર પ્રોડ્યુસર અનુરાગ કશ્યપને મુંબઈ પોલીસ દ્વારા સમન્સ પાઠવી આવતીકાલે ગુરુવારે પૂછપરછ માટે બોલાવ્યા છે. અનુરાગ પર બોલિવૂડ એક્ટ્રેસ પર બળાત્કારનો આરોપ હતો, જે બાદ પોલીસે તેની સામે 23 સપ્ટેમ્બરે ગુનો નોંધ્યો હતો.

અનુરાગ કશ્યપ

અભિનેત્રીએ લગાવ્યા બળાત્કારના આરોપ

જણાવી દઈએ કે પીડિતાના વકીલ નીતિન સતપુતેએ કહ્યું હતું કે વર્સોવા પોલીસ દ્વારા બળાત્કાર, ખોટી રીતે રોકવા અને મહિલાની પ્રતિષ્ઠાના ભંગનો કેસ નોંધવામાં આવ્યો છે.

ઓગસ્ટ 2013માં થઇ હતી ફરિયાદ

આરોપ લગાવનાર અભિનેત્રીના વકીલ સતપુતેના જણાવ્યા અનુસાર, કથિત બળાત્કારની ઘટના ઓગસ્ટ 2013 માં બની હતી, જયારે અભિનેત્રી કામ શોધી રહી હતી અને આ દરમ્યાન તે અનુરાગ કશ્યપના સંપર્કમાં આવી હતી.

ઘરે બોલાવી દુષ્કર્મ આચર્યાની ફરિયાદ

સતપુતેએ જણાવ્યું કે અનુરાગ કશ્યપે સૌ પ્રથમ તેની ઓફિસે મિટિંગ ગોઠવી જ્યાં કોઈ ગડબડ ન થઇ. ત્યારબાદ, અનુરાગે અભિનેત્રીને ઘરે જમવા માટે આમંત્રણ આપ્યું. ત્રીજીવાર પણ તેમણે અભિનેત્રીને ઘરે આવવા કહ્યું અને જયારે અભિનેત્રી પહોંચી તો તેમણે અભિનેત્રીને મુવી કલેક્શન જોવા કહ્યું અને બાદમાં દુષ્કર્મ ગુજાર્યું.

વર્સોવા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ

સતપુતે અને પીડિત અભિનેત્રી ઓશિવારા પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા પરંતુ તેમને બાદમાં ખ્યાલ આવ્યો કે અનુરાગ કશ્યપનું ઘર વર્સોવા પોલીસ સ્ટેશનની હદમાં આવે છે. ત્યારબાદ, તેઓ વર્સોવા પોલીસ સ્ટેશન જઈ ફરિયાદ નોંધાવી. ફરિયાદના આધારે પોલીસે અનુરાગ કશ્યપ વિરુદ્ધ આઇપીસીની કલામ 376-1 (બળાત્કાર), 354 (મહિલાની મર્યાદા ભંગ કરવાની ઈચ્છા સાથે બળજબરી કરવી), 341 અને 342 હેઠળ ફરિયાદ દાખલ કરી છે. ડીસીપી મંજુનાથ સિંહે એફઆઈઆર નોંધી હોવાની ખરાઈ કરી છે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

MUST READ:

Related posts

બે પત્નીને સાથે રાખી કરતો હતો સેક્સનું લાઈવ સ્ટ્રીમીંગ, લાખો રૂપિયાની કમાણીનો આવી રીતે થયો ખુલાસો

Pravin Makwana

અમદાવાદ મનપાની સત્તાધારી પાર્ટી માત્ર જાહેરાતો કરવામાં અવલ્લ, આ ફૂટ ઓવરબ્રિજ બાંધવાની જાહેરાત થઈ હવા હવાઈ

Nilesh Jethva

આકાશમાંથી અચાનક પડવા લાગ્યાં કાળા રેશા, સોશયલ મીડિયામાં વહેતી થઈ અફવાહો

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!