GSTV
Home » News » #SareeTwitter બાદ મુંબઈ પોલીસે બતાવ્યો ખાખી સ્વેગ, દેશભરમાં ચાલી રહ્યો છે #KhakiTwitterનો ટ્રેડ

#SareeTwitter બાદ મુંબઈ પોલીસે બતાવ્યો ખાખી સ્વેગ, દેશભરમાં ચાલી રહ્યો છે #KhakiTwitterનો ટ્રેડ

સોશિયલ મીડિયા પર જ્યારે પણ કોઇ ટ્રેન્ડ ચાલે છે ત્યારે મુંબઈ પોલીસની સોશિયલ મીડિયા ટીમ ક્યારેય પણ વાયરલ ટ્રેન્ડનો હિસ્સો બનવાનો ચાન્સ ચૂકતી નથી. સોમવારથી સોશિયલ મીડિયા પર #SareeTwitter બહુ ટ્રેન્ડ કરી રહ્યો છે, જેમાં મહિલાઓ તેમની ગમતી સાડી પહેરીને પોતાની તસવીર ટ્વિટર પર શેર કરી રહી છે.

ટ્વિટર પર ભલે #SareeTwitter ટ્રેન્ડ કરી રહ્યો હોય, પરંતુ મુંબઈ પોલીસે એમાં થોડો બદલાવ કર્યો, જેનાથી લોકો પોલીસનાં ખૂબજ વખાણ કરી રહ્યા છે.

મુંબઈ પોલીસના ટ્વિટર હેન્ડલથી એક પોલીસ જવાનનો ફોટો શેર કરવામાં આવ્યો અને જેના કેપ્શનમાં લખ્યું, “ખાખીનો પોતાનો ચામ છે. તમને નથી લાગતું? દેશભરમાં આપણા બધા જ પોલીસ મિત્રો માટે બોલો, #KhakiSwag ની વર્દીમાં શેર કરો, જેમાં આપણને ગર્વ છે, #KhakiTwitter સાથે પોતાના સાથી અધિકારીઓને ટેગ કરો.”

મુંબઈ પોલીસે આ પોસ્ટ શેર કર્યે હજી વધારે સમય થયો પણ નહોંતો અને #KhakiTwitter ટ્રેન્ડ કરવા લાગ્યો, જેમાં લોકો વર્દીવાળા પોલીસ જવાનોની તસવીર તેમના ટ્વિટર પર શેર કરવા લાગ્યા.

તો #SareeTwitter માં સામાન્ય લોકોએ જ ફોટા શેર કર્યા છે એવું નથી, પરંતુ ઘણી જાણીતી હસ્તીઓએ પણ પોતાના સાડીવાળા ફોટા શેર કર્યા છે.

Related posts

અમેરિકાના ઓરેગોન રાજ્યના એક સરોવરમાં 27 વર્ષના ભારતીય વિદ્યાર્થીનું ડૂબવાથી થયું મોત

Path Shah

રાજધાની દિલ્હીમાં તમામ રાજ્યોના ભવન, જ્યારે રૂપિયા 131 કરોડના ખર્ચે બનેલું છે ગરવી ગુજરાત ભવન

Path Shah

કોડીનારના સરખડી ગામના સમુદ્ર કિનારે નિર્માણાઘીન સીમર પોર્ટને એનજીટીનો મોટો ઝટકો

Kaushik Bavishi
Do NOT follow this link or you will be banned from the site!