GSTV
Home » News » મેં કોઇ કો સ્ટાર સાથે સેક્સ ન કર્યું હોવાનું કહેનારને આજે યૂઝર્સે કહ્યું તમે તમે યૂએસ પ્રેસિડેન્ટ છો!

મેં કોઇ કો સ્ટાર સાથે સેક્સ ન કર્યું હોવાનું કહેનારને આજે યૂઝર્સે કહ્યું તમે તમે યૂએસ પ્રેસિડેન્ટ છો!

સંજય લીલા ભણશાલીની ફિલ્મ સાંવરિયાથી બોલીવુડમાં એન્ટ્રી કરનાર એક્ટ્રેસ સોન કપૂર પોતાના સ્ટેટમેન્ટને લઈને હંમેશા ચર્ચામાં રહેતી હોય છે. સોન કપૂર ભલે પોતાની કારકિર્દીમાં વધારે હિટ ફિલ્મો ન આપી શકી હોય પરંતુ તે પોતાના બિન્દાસ અંદાજને કારણે હંમેશા ચર્ચામાં રહે છે. સોનમ કપૂરે ઘણી વખત એવું કંઈક કહ્યું કે જેના કારણે તેની મજાક ઉડી હોય. આવું જ કંઈ સોનમ કપૂરે નેહા ધૂપિયાના શોમાં કહ્યું જેની ખૂબ જ ટીકા થઈ રહી છે. સોનમ કપૂરને જ્યારે ઇન્ટરવ્યૂ દરમિયાન પૂછવામાં આવ્યું હતું કે તેની સાથે કામ કરનાર કો-સ્ટાર વચ્ચે કેવી કેમિસ્ટ્રી છે. ત્યારે આ સવાલના જવાબમાં સોનમે એવું કંઇક કહ્યું હતું જેના કારણે ત્યાં હાજર રહેલા લોકોને આશ્ચર્ય થયું હતું. સોનમે કહ્યું હતું કે મેં આજસુધી મારા કો-સ્ટાર સાથે સેક્સ કર્યું નથી. આ જ કારણ છે કે ઓનસ્ક્રિન તેની અને મારી જોડી પસંદ કરવામાં આવે છે. સોનમ કપૂરના આ નિવેદન પછી તેની ખૂબ ટીકા કરવામાં આવી હતી.

સોનમ કપૂર અત્યારે ‘ધ ઝોયા ફેક્ટર’નાં કૉ-સ્ટાર દલકીર સલમાન સાથે શૂટિંગમાં વ્યસ્ત છે. આ દરમિયાન દલકીરે પોતાના ટ્વિટર પર એક વિડીયો શેર કર્યો હતો, જેમાં તે કાર હેન્ડલ છોડીને સ્ટંટ કરતો જોવા મળે છે. વિડીયોમાં સોનમ કપૂર એક્ટરને ‘વીયરડો’ કહેતા સંભળાઈ રહી છે. આ વિડીયો સામે આવતા જ્યારે મુંબઈ પોલીસે દલકીરનાં વિડીયોને રી-પૉસ્ટ કરીને ટોક્યો તો સોનમ કપૂર પણ ટ્વિટર પર મુંબઈ પોલીસ સામે ટકરાઈ.

સોનમ કપૂરે પોતાના સાથી કલાકારનો બચાવ કરતા ટ્વિટ કર્યું કે, ‘અમે ગાડી નહોતા ચલાવી રહ્યા. અમે એક ટ્રક સાથે બંધાયેલા હતા, જે ચાલી રહ્યો હતો. મને આશા છે અને મને ખબર છે કે તમે નિયમિત રીતે પણ આવી કાળજી રાખો છો.’ દિલકીરે પણ મુંબઈ પોલીસનાં ટ્વિટનો જવાબ આપતા કહ્યું કે મુંબઈ પોલીસે પહેલા બધા તથ્યો જાણી લેવા જોઇએ.’

ત્યારબાદ ફેન્સે સોનમ કપૂરને ટ્રોલ કરવાનું શરૂ કર્યું. એક યૂઝરે લખ્યું કે, ‘પોલીસ પોતાનુ કામ કરી રહી છે. તમે ઘણા ઘમંડી છો સોનમ. તમે એવી વાત કરી રહ્યા છો કે તમે યૂએસ પ્રેસિડેન્ટ છો.’ તો બીજી તરફ એક યૂઝરે લખ્યું કે, ‘જો અનિલ કપૂર તમારા પિતા ના હોત તો તમને કોઈ જાણતુ ના હોત.’ તો અન્ય એક યૂઝરે લખ્યું કે, ‘રેગુલર તો મેડમે એવી રીતે લખ્યું છે જાણે એલિઝાબેથ હોય…’

ટ્રોલ થયા બાદ સોનમ કપૂરે એક ટ્વિટ કરીને લખ્યું કે, ‘મુંબઈ પોલીસ પોતાનુ કામ કરી રહી છે અને અમારે તેમના કામમાં દખલઅંદાજી ના કરતા થેંક્સ કહેવુ જોઇએ.’ ઉલ્લેખનીય છે કે દલકીર સલમાન અને સોનમ કપૂર ફિલ્મ ‘ધ ઝોયા ફેક્ટર’માં સાથે કામ કરી રહ્યા છે.

Related posts

ચંચૂપાતિયું ચીન : અન્ય દેશો માટે મોકળું મન પણ ભારતે મોકલેલા પ્લેનને નથી આપી રહ્યું ક્લિયરન્સ

Mayur

મોદી સરકાર વેપારીઓ પર વરસી : માત્ર આ ટેક્સ પર જ લેવાશે લેટ પેમેન્ટ ચાર્જ

Bansari

ચીનમાં કોરોનાનો ફેલાવો ભયજનક : આંકડાઓમાં ધરખમ વધારો, શેરબજાર તૂટ્યું

Arohi
Do NOT follow this link or you will be banned from the site!