GSTV

મુંબઈઃ પશ્ચિમ રેલવેની ડઝન જેટલી ટ્રેનો અટવાઇ, હજારો મુસાફરોને હાલાકી

Last Updated on July 19, 2019 by Alap Ramani

મુંબઈના વિરાર-નાલાસોપારા ખાતે રેલવે ટ્રેક ઉપર ભરાયેલા પાણીને પગલે પશ્ચિમ રેલવેની ડઝન જેટલી ટ્રેનો અટવાઇ હતી. જેમાં 5 ટ્રેન રદ્દ થતા હજારો મુસાફરોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. પશ્ચિમ રેલવેના વિરાર, નાલાસોપારા, વસઈ રોડના રેલવે ટ્રેક પાર પાણી ભરાતા વહેલી સવારથી ટ્રેન વ્યવહારને અસર પડી હતી.

પશ્ચિમ રેલવેના વડોદરા ડિવિઝનમાંથી મળતી માહિતી મુજબ સવારથી ડઝન જેટલી ટ્રેનોને અસર થઈ હતી. જેમાંથી શતાબ્દી એક્સપ્રેસ, ફિરોઝપુર જનતા એક્સપ્રેસ, લોકશક્તિ એક્સપ્રેસ, મુંબઇ જયપુર એક્સપ્રેસ, અગસ્ટ ક્રાંતિ રાજધાની એક્સપ્રેસ ટ્રેનો રદ્દ થઈ હતી. જ્યારે ઘણી ટ્રેનો તેના ગંતવ્ય સુધી પહોંચવાને બદલે સુરત, વલસાડ કે વાપીથી પરત ફરી હતી.

Related posts

ચેતવણી / Apple iPhone અને એન્ડ્રોઇડથી માંડીને Windows યુઝર્સ સાવધાન, બચવા આટલું કરજો નહીં તો…

Dhruv Brahmbhatt

ડિજીટલ ઈન્ડિયા: પીએમ મોદી 2 ઓગસ્ટે લોન્ચ કરશે ઈ-રૂપી (વાઉચર), જાણો કેવી રીતે કામ કરશે ડિજીટલ પેમેન્ટ

Pravin Makwana

BIG NEWS / મહત્વનો નિર્ણય, ગુજરાત પ્રદેશ ભાજપના સંગઠન મહામંત્રી તરીકે રત્નાકરની કરાઇ નિયુક્તિ

Dhruv Brahmbhatt
Do NOT follow this link or you will be banned from the site!