GSTV
World

Cases
6915765
Active
11731633
Recoverd
721007
Death
INDIA

Cases
619088
Active
1427005
Recoverd
42518
Death

મુંબઈમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી, લોકોને ઘરમાંથી બહાર ન નિકળવા અપાઈ સૂચના

ભારતીય હવામાન વિભાગે ગુરુવારે મુંબઇ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કરીને આગામી બે દિવસ માટે મુંબઈ અને નજીકના દરિયાકાંઠાના વિસ્તારોમાં મુશળધાર વરસાદની આગાહી કરી છે. જેનો અર્થ છે કે, અહીં ભારે વરસાદની સંભાવના છે. આ વખતે મુંબઈમાં સામાન્ય કરતા વધુ વરસાદ પડી શકે છે.

બે દિવસ ભારે વરસાદની આગાહી

હવામાન વિભાગ મુંબઇના સિનિયર ડિરેક્ટર શુભાંગી ભાટેએ જણાવ્યું હતું કે, રત્નાગીરી જિલ્લામાં શુક્રવારે અને શનિવારે ભારે વરસાદ થવાની સંભાવના છે. નોંધપાત્ર વાત એ છે કે ગયા મહિને રત્નાગિરિ જિલ્લામાં આવેલા ચક્રવાતી વાવાઝોડા નિસર્ગને કારણે પણ ઘણું નુકસાન થયું હતું. મુંબઈના કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, 24 કલાકમાં 64.5 મિલીમીટરથી 115.5 મિલીમીટર વચ્ચે અને 115.5 મિલીમીટરથી 204.5 મિલીમીટર વચ્ચે ભારે વરસાદ ભારે વરસાદ માનવામાં આવે છે.

શુક્રવાર અને શનિવાર માટે ઓરેન્જ એલર્ટ

હવામાન વિભાગના અન્ય અધિકારીએ જણાવ્યું કે, શુક્રવાર અને શનિવાર માટે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યુ છે. વહીવટી તંત્ર અને લોકોને જાગ્રત રહેવા જણાવાયું છે. દરમિયાન હવામાન વિભાગ દ્વારા જાહેર કરાયેલી ચેતવણીને ધ્યાનમાં રાખીને મુંબઈ પોલીસે લોકોને ઘરમાંથી બહાર ન નિકળવા જણાવ્યુ છે. સિટી પોલીસે ટ્વીટ કરીને જણાવ્યું હતું કે, વધુ પડતા વરસાદની ચેતવણી હોવાથી ઘરમાંથી લોકોએ નિકળવુ નહીં. હવામાન વિભાગે શુક્રવાર અને શનિવારે મુંબઈમાં અનેક સ્થળોએ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે.

READ ALSO

Related posts

JEE Main 2020 પરીક્ષા દિવસની ગાઈડલાઈન થઈ જાહેર, માતા-પિતાએ પણ રાખવું પડશે આ ધ્યાન

Mansi Patel

મંદિર V/S મસ્જિદ નહીં બને: હોસ્પિટલ-લાઈબ્રેરી અને રિસર્ચ સેન્ટર બનાવશે વક્ફ બોર્ડ, જનતાની સુખાકારી હશે આ તમામ સુવિધાઓ

Pravin Makwana

પાકિસ્તાન સામેની પ્રથમ ટેસ્ટ જીતવા ઇંગ્લેન્ડ સામે 277 રનનો ટાર્ગેટ

Ankita Trada
Do NOT follow this link or you will be banned from the site!