GSTV
Gujarat Government Advertisement

મુંબઈમાં ચોરો ડુંગળી પર ત્રાટક્યા : 21,660 રૂપિયાના કાંદાની ચોરી કરી વેપારીઓને ચોધાર આંસુએ રડાવ્યા

Last Updated on December 11, 2019 by Mayur

ડુંગળીના ભાવ શું વધ્યા કે હવે તેની ચોરી પણ થવા લાગી છે. આવો જ એક મામલો મુંબઈથી સામે આવ્યો છે, જેના સીસીટીવી પણ જાહેર થયા છે. ડોંગરી વિસ્તારમા રહેમત શેખ નામના વેપારી પોતાના પુત્ર સાથે શાકભાજીની નાનકડી દુકાન ચલાવે છે. ત્યારે 5 ડિસેમ્બરે દુકાન બંધ કરીને જતા રહ્યાં હતા પરંતુ દુકાનમાં ડુંગળીનો સ્ટોક રાખ્યો હતો.

જાહેર માર્ગ પર આવેલી આ દુકાનમાં 22 બોરી ડુંગળી હતી. ત્યારે તસ્કરોએ આ વાતનો લાભ લઈ 2 ચોરોએ 112 કિલો ડુંગળીની ચોરી કરી હતી, જેની આજની તારીખમાં કિંમત જોઈએ તો તે 13,440 રૂપિયા જેટલી થાય. આ બંનેએ બાજુની દુકાનમાંથી પણ 56 કિલો ડુંગળીની ચોરી કરી હતી. કુલ મળીને બંનેએ 21,660 રુપિયાની ડુંગળીની ચોરી કરી હતી. ચોરીની આ ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ છે. આ અંગે ડોંગરી પોલીસને ફરિયાદ કરવામાં આવી છે. ત્યારે પોલીસે સીસીટીવીની મદદથી બંને ચોરની ધરપકડ કરી છે.

તો આવી જ એક ઘટના મધ્યપ્રદેશના શિવપુરીમાં પણ ઘટી છે જ્યાં ટ્રકમાં લદાયેલી 20 લાખ રૂપિયાની ડુંગળીની ચોરીની ઘટના ઘટી છે. નાસિકના વેપારી પોતાની ડુંગળીનો માલ ગોરખપુર લઈ જઈ રહ્યાં હતા ત્યારે શિવપુરી પાસે ટ્રકમાંથી ડુંગળી ગાયબ થઈ ગઈ હતી. આ મામલે હાલ તપાસ ચાલી રહી છે.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

ખુશખબર / કોરોના સામેની લડાઈમાં ભારતને મળશે વધુ એક વિદેશી હથિયાર, ફાઇઝરના CEOએ આપી મહત્વપૂર્ણ જાણકારી

Zainul Ansari

કોરોના: સરકાર દ્વારા ડેલ્ટા પ્લસને ‘વેરિએન્ટ ઓફ કન્સર્ન’ જાહેર કરાયો, દેશમાં 22 દર્દીઓ મળી આવ્યા

Vishvesh Dave

એલર્ટ / રાજ્યના 4 જળાશયો હાઈઅલર્ટ પર, 12 જિલ્લાઓમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!