GSTV
World

Cases
3153584
Active
2641297
Recoverd
372023
Death
INDIA

Cases
93322
Active
91819
Recoverd
5394
Death

અમદાવાદમાં 50 તો આર્થિક રાજધાની મુંબઈમાં 143 નવા CORONAના કેસોએ દેશમાં વધારી દીધી ચિંતા

ચીનના વુહાનથી ચાલુ થયેલો કોરોના આખા વિશ્વને ભરડો લઈ ચૂક્યો છે. ભારતમાં પણ Corona સંક્રમિતોની સંખ્યા 6041 પહોંચી ગઈ છે. દેશમાં અત્યાર સુધી 184 લોકોના મોત થયા છે. તો હજુ પણ દેશમાં 5288 Corona સંક્રમિતોના કેસ એક્ટિવ છે. અત્યાર સુધી દેશમાં 569 લોકોને રિકવર થયું છે. છેલ્લા 24 કલાકમાં નવા 773 મામલા સામે આવ્યા છે. દેશમાં છેલ્લા અઠવાડિયામાં એવરેજ 500થી વધુ લોકોને Coronaનું સંક્રમણ જોવા મળી રહ્યું છે. દેશમાં સૌથી વધુ ખરાબ સ્થિતિ મહારાષ્ટ્રની છે. મહારાષ્ટ્રમાં મુંબઈની સ્થિતિ સૌથી વધારે ખરાબ છે. મુંબઈમાં અત્યાર સુધી 714 કોરોના સંક્રમિતો આવ્યા છે. ગઈ કાલે મહારાષ્ટ્રમાં છેલ્લા 12 કલાકમાં કુલ નવા કેસ 162 આવ્યા તેાં એકલા મુંબઈમાં જ 143 કેસ આવ્યા છે. રાજ્યમાં Corona સંક્રમિતોની સંખ્યા વધીને 12297 પહોંચી ગઈ છે. જેમાં 72 લોકોના મોત થયા છે. હજુ પણ મહારાષ્ટ્રમાં 946 કેસ એક્ટિવ છે.

અમદાવાદમાં 1000 સેમ્પલનો રિપોર્ટ આવવાનો બાકી

ગુજરાતમાં છેલ્લા 12 કલાકમાં નોધાયેલા Coronaનાં 55 કેસમાંથી ફક્ત 50 કેસ અમદાવાદમાં નોંધાતા આરોગ્ય વિભાગ સહિત સમગ્ર ટીમ દોડતી થઈ ગઈ છે. અમદાવાદમાં હજુ 1000 લોકોના સેમ્પલનો રિપોર્ટ આવવાનો બાકી છે. અમદાવાદમાં 74 અર્બન હેલ્થ સેન્ટર ના 982 ટીમ અને 1900 હેલ્થકર્મીઓ ફિલ્ડમાં લોકોની તપાસ કરી રહ્યા છે. પરંતુ લોકો જ્યાં સુધી લોકડાઉનને સમજશે નહીં તો પછી પ્રશાસન કેટલું કરાવી શકશે.

લોકો 21 દિવસના લોકડાઉનના દિવસો ગણે છે. બસ હવે છૂટવાના 9 દિવસ બાકી પરંતુ ઘણાં લોકો લોકડાઉનને સમજ્યા વિના પોતાની મર્દાગની બતાવતા હોય તેમ કંઈપણ કામવિના બહાર નીકળી પડે છે. સોસાયટીમાં ઓટલા મંડળ ભરીને બેસી જાય છે.

READ ALSO

Related posts

ભારત અને ચીન વચ્ચે વધી રહેલા તણાવ વચ્ચે અમેરિકાના વિદેશ મંત્રીનું આવ્યું મોટું નિવેદન

Nilesh Jethva

અમેરિકામાં સતત છઠ્ઠા દિવસે પણ હિંસા ચાલું, અત્યાર સુધીમાં 4,100 લોકોની ધરપકડ

Nilesh Jethva

હવામાન વિભાગે ચોમાસાને લઈને કરી આગાહી, દેશમાં આ બે મહિના દરમિયાન થશે 102 ટકા વરસાદ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!