GSTV

મુંબઈના મેયર કિશોરી પેડનેકરે કંગના માટે આવા શબ્દો ઉચ્ચારતા ફરીથી વિવાદ સર્જાયો

બોલિવૂડના એક્ટર સુશાંતસિંહ રાજપૂતની આત્મ હત્યા બાદ એક્ટ્રેસ કંગના રનૌત બેફામ બોલી રહી છે. તે માત્ર બોલિવૂડ સામે નેપોટિઝમના આરોપો લગાવે છે એટલું જ પૂરતું નથી પરંતુ તે રાજકારણીઓ વિશે પણ બેફામ નિવેદનો કરે છે. તેણે શિવસેનાના કેટલાક નેતાઓ વિરુદ્ધમાં પણ આકરા નિવેદનો કર્યા હતા. પરિણામે કંગનાએ એક સાથે ઘણાને પોતાના દુશ્મન બનાવી દીધા છે. તેમાં ય સપ્ટેમ્બરમાં તેની મુંબઈ ખાતેની ઓફિસ ગેરકાયદે છે તેમ કહીને બીએમસીએ તેની તોડફોડ કર્યા પછી તો કંગના વધારે અકળાયેલી છે. એવામાં તાજેતરમાં જ બોમ્બે હાઇકોર્ટે કંગનાનું બાંધકામ તોડી પડાયાની ઘટનામાં કંગનાની તરફેણમાં ચુકાદો આપીને બીએમસીને આ મામલે બોલિવૂડ એક્ટ્રેસને વળતર ચૂકવવામાં આદેશ આપ્યો હતો.


હવે મુંબઈના મેયર કિશોરી પેડનેકરે કંગનાને સાવ વાહિયાત અને બે કોડીની ગણાવી હતી. તેમણે કંગના માટે દો ટકે કે લોગ એવા શબ્દો ઉચ્ચાર્યા હતા.પેડનેકરે કહ્યું હતું કે બધાને નવાઈ લાગે છે કે હિમાચલમાં રહેતી એક હિરોઇન મુંબઈ આવે છે અને મુંબઈને POK કહે છે. આવા બે કોડીના લોકો કોર્ટને રાજકીય અખાડો બનાવવા માગે છે. આ બાબત ખોટી છે.


તેમણે ઉમેર્યું હતું કે કંગનાનો બંગલો તોડવાની કાર્યવાહી નિયમો પ્રમાણે જ કરવામાં આવી હતી. હાઇકોર્ટના નિર્ણય અંગે ટૂંક સમયમાં જ બીએમસીની કાનૂની ટીમની એક બેઠક યોજાશે.આ નિવેદન સામે કંગનાએ સોશિયલ મીડિયા પર જવાબ આપ્યો છે. તેણે એક પોસ્ટ શેર કરીને કહ્યું છે કે છેલ્લા કેટલાક મહિનામાં મેં મહારાષ્ટ્ર સરકાર તરફથી એટલા કેસ, ગાળો, અપમાન અને નિંદા સહન કરી છે કે બોલિવૂડ માફિયા, આદિત્ય પંચોલી અને રિતીક રોશન જેવા લોકો હવે મને સારા લોકો લાગે છે. ખબર પડતી નથી કે લોકો મને શા માટે આટલી હદે પરેશાન કરે છે.

READ ALSO

Related posts

ઇન્ડોનેશિયામાં ફાટ્યો માઉન્ટ મેરાપી ભીષણ જ્વાળામુખી, 30 કિલોમીટર સુધી સંભળાયો અવાજ

Pritesh Mehta

શું તમે જાણો છો/ પગારમાંથી માસિક કપાતા 25 રૂપિયામાંથી તમને મળે છે લાખોનો ફાયદો

Sejal Vibhani

VIDEO: શું તમે ક્યારેય પક્ષીઓને બાસ્કેટબોલ રમતા જોયા છે, આજે અમે આપને બતાવીશું આ મજેદાર રમત

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!