GSTV
Home » News » આ પિતાએ દીકરાની યાદમાં અત્યાર સુધી પૂર્યા 556 ખાડાં, હકીકત જાણી રડી પડશો

આ પિતાએ દીકરાની યાદમાં અત્યાર સુધી પૂર્યા 556 ખાડાં, હકીકત જાણી રડી પડશો

મુંબઈના રહેવાસી દાદારાઓ બિલહોરેએ પોતાના 16 વર્ષના દીકારની યાદમાં 556 ખાડાઓ ભરી કાઢ્યાં છે. તેમના દીકરા પ્રકાશની મોત વર્ષ 2015માં એક માર્ગ અકસ્માતમાં થઈ હતી. તેની બાઈક રસ્તા પરના ખાડાના કારણે ફસડાઈ પડી હતી.

દાદારાઓ બિલહોરેનું કહેવું છે કે તે આ કામ ત્યાં સુધી કરતા રહેશે જ્યાં સુધી દેશના તમામ ખાડાંઓ ભરાઈ નહીં જાય. બિલહોરે કહે છે કે તેઓ નથી ઇચ્છતા કે જે તેમના દીકરા સાથે થયું તેવું કોઈ અન્યના દીકરા સાથે ન થાય. રવિવાર સુધી તેમણે શહેરના 556 ખાડાંઓ પૂર્યા હતાં.

બિલહોરેનું કહેવું છે કે આપણા દેશમાં જનસંખ્યા ઘણી વધારે છે. જો માત્ર એક લાખ લોકો પણ આ ખાડાં પૂરવાનું કામ શરૂ કરે તો ભારતના રસ્તાઓ પર એક પણ ખાડો નહીં રહે. BMC અને મુંબઈ મહાનગર ક્ષેત્ર વિકાસ પ્રાધિકરણ (MMRDA)ના વિવાદ વિશે વાત કરતા તેમણે કહ્યું કે ખાડાઓની પરેશાની દૂર કરવા માટે જો લોકો સાથે મળીને કામ કરે તો BMC અને MMRDA તેમનાથી પ્રભાવિત થઈને પોતે પણ કામ કરશે.

અત્રે ઉલ્લેખનીય છે કે આ વરસાદમાં મુંબઈ અને તેની આસપાસના ક્ષેત્રમાં 6 લોકોની અત્યાર સુધી મોત થઈ ચૂકી છે.

Related posts

જમ્મુ કાશ્મીરના અનંતનાગ હાઇવે પાસે IED હોવાની સૂચના, રોકવામાં આવી અમરનાથ યાત્રા

Bansari

જૂનાગઢ કોર્પોરેશનની ચૂંટણીના ઈતિહાસમાં આ વખતે સૌથી ઓછું મતદાન

Mayur

સુપરસ્ટાર સલમાને મમ્મી સાથે કર્યો ડાન્સ, ઝડપથી થઈ રહ્યો છે VIDEO વાયરલ

Dharika Jansari
Do NOT follow this link or you will be banned from the site!