મુંબઇ: મહારાષ્ટ્રના રાજ્યપાલ ભગતસિંહ કોશિયારી છેલ્લા થોડા સમયથી તેમના વિવાદાસ્પદ વક્તવ્ય માટે સતત ચર્ચામાં છે. રાજ્યપાલ ફરી એકવાર અડચણમાં આવે તેવી શક્યતા છે.
Maharashtra Governor Bhagat Singh Koshyari, CM Eknath Shinde, and Deputy CM Devendra Fadnavis lay wreaths and pay tribute at Police Memorial.#MumbaiTerrorAttack pic.twitter.com/m7gaAuvsuH
— ANI (@ANI) November 26, 2022
કારણ કે રાજ્યપાલ કોશિયારીએ 26/11ના હુમલામાં શહીદ થયેલા જવાનોને ચપ્પલ પહેરી શ્રદ્ધાંજલી આપી હતી. આ બાબતનો વીડિયો વાયરલ થયા બાદ તેમના આ પ્રકારના વર્તનથી તેઓ વધુ એકવાર વિવાદમાં સપડાય તેવી શક્યતા વર્તાવવામાં આવી હતી.
છત્રપતિ શિવાજી મહારાજ પર અપમાનજનક નિવેદનથી પહેલા જ વિવાદોમાં ઘેરાયેલા મહારાષ્ટ્રના રાજ્યપાલ એકવાર ફરી વિવાદોમાં છે. 26 નવેમ્બર 2008એ થયેલા મુંબઈ ટેરર અટેકને 14 વર્ષ પુરા થઈ ગયા છે.
अभिवादन करताना पादत्राणे बाजूला काढून ठेवणे ही भारताची संस्कृती आहे. महाराष्ट्राची तर आहेच आहे. सातत्याने महाराष्ट्राची संस्कृती व महापुरुषांचा अनादर करणारे राज्यपाल हुतात्म्यांचाही अनादर करत असताना मुख्यमंत्र्यांनी महाराष्ट्राच्या संस्कृतीची आठवण करून दिली असती तर बरे झाले असते pic.twitter.com/7Ujwgtuv4x
— Sachin Sawant सचिन सावंत (@sachin_inc) November 26, 2022
આ દરમિયાન મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદે અને રાજ્યપાલ ભગત સિંહ કોશિયારીએ આ હુમલામાં શહીદ થયેલા પોલીસ અધિકારીઓ અને જવાનોને શ્રદ્ધાંજલિ આપી.
પણ રાજ્યપાલે શ્રદ્ધાંજલિ આપતા સમયે પોતાના ચપ્પલ ન ઉતાર્યા. રાજ્યપાલ દ્વારા આ પ્રકારે શ્રદ્ધાંજલિ આપવાને કોંગ્રેસે શહીદોનું અપમાન ગણાવ્યું છે. કોંગ્રેસ પ્રવક્તા સચિન સાંવતે એક વીડિયો ટ્વિટ કરીને રોષ વ્યક્ત કર્યો છે.
READ ALSO
- જંત્રીનો રેટ બમણો થતા બિલ્ડર્સમાં ચિંતા, ક્રેડાઈના સભ્યો સીએમ ભૂપેન્દ્ર પટેલ સાથે કરશે મુલાકાત
- વનપ્લસ પેડમાં હશે મેગ્નેટિક કીબોર્ડની સુવિધા, જાણો તેની કિંમત કેટલી છે
- ફાઈલ સેવ કર્યા વિના બંધ કરી દીધું છે MS-WORD, આ રીતે કરી શકશો રિકવર
- Food For constipation/ કબજીયાતની સમસ્યામાં દવાનુ કામ કરે છે અજમો, આ રીતે પરોઠા બનાવીને ખાઓ
- વડોદરા / કરજણ સ્વામિનારાયણ મંદિરના એકાઉન્ટમાંથી 48.43 લાખની ઉચાપત, નોંધાઈ પોલીસ ફરિયાદ