મુંબઈમાં હિન્દુ સંગઠનોએ લવ જેહાદ અને ધર્મપરિવર્તન વિરોધી કાયદો લાગુ કરવા માટે જંગી રેલી યોજાતાં એકનાથ શિંદે સરકાર ચિંતામાં છે. આ રેલીમાં વિશ્વ હિન્દુ પરિષદ, આરએસએસ સહીત અનેક હિન્દુ સંગઠનોના કાર્યકરો સામેલ થયા હતા. તેના કારણે એકનાથ શિંદે જૂથમાં એવી ચર્ચા છે કે, ભાજપના ઈશારે આ રેલી યોજાઈ છે. ભાજપ શિંદે સરકાર પર દબાણ લાવીને ધાર્યું કરાવવા આ ખેલ કરી રહ્યા છે.

ભાજપ આ વાતને ખોટી ગણાવે છે. ભાજપના નેતાઓને દાવો છે કે, તમામ હિન્દુ સંગઠનો દેશભરમાં લવ જેહાદ અને ધર્મપરિવર્તન સામે કાયદો લાગુ કરવાની માંગ લાંબા સમયથી કરી રહ્યા છે. છેલ્લા 2 મહિનામાં મહારાષ્ટ્રમાં જ 40થી વધુ હિંદુ જનાક્રોશ રેલીઓ કાઢવામાં આવી છે. તેના ભાગરૂપે જ મુંબઈમાં રેલી નિકળી હતી.
આ રેલીમાં મહારાષ્ટ્રમાં લવ જેહાદ વિરુદ્ધ કાયદો બનાવવા ઉપરાંત સરકારી જમીન પર અતિક્રમણ રોકવું ગેરકાયદેસર ઈસ્લામિક ધાર્મિક સ્થળો સામે કાર્યવાહી કરીને લેન્ડ જેહાદ સામે પગલાં લેવા સહિતની માંગ કરવામાં આવી હતી.
- ફિલિપાઈન્સ / 250 લોકોને લઈ જતી ફેરીમાં આગ લાગતા 12 જીવતા ભડથું, મૃતકોમાં 3 બાળકોનો પણ સમાવેશ
- Suhana Khan Agastya Nanda/ વાયરલ થયો ફલાઈંગ કિસનો વીડિયો, ચર્ચામાં આવ્યા સ્ટારકિડ્સ
- વિવિધ મંદિરોમાં ચોરી કરનાર માત્ર 19 વર્ષનો જુવાન, પોલીસ પણ મોડેસ ઓપરેન્ડી જાણીને અંચબામાં પડી ગઈ
- નવરાત્રી 2023: મા સિદ્ધિદાત્રીની આરાધના કરવાના મહાઉપાય, જેમનાથી થશે દરેક મનોકામના પૂર્ણ
- રામનવમીના પાવન દિવસે રીલિઝ થયું આદિપુરુષનું પોસ્ટર, ચાહકો આ રીતે કરશે પ્રચાર