ઈન્ડિયન પ્રીમિયર લીગ(IPL2023)માં આજે બુધવારે મુંબઈ ઈન્ડિયન્સ અને લખનઉ સુપરજાયન્ટ્સ વચ્ચે એલિમિનેટર મુકાબલો ખેલાયો હતો. જેમાં મુંબઈએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરીને 182 રન બનાવ્યા હતા. જેના જવાબમાં લખનઉ સુપરજાયન્ટ્સ 101 રનમાં જ ઓલઆઉટ થઈ ગયું હતું જેના પગેલ મુંબઈનો 81 રનથી શાનદાર વિજય થયો છે. પરિણામે લખનઉનું ફાઈનલ પહોંચવાનું સપનું તૂટી ગયું છે. બીજી તરફ મુંબઈ ઈન્ડિયન્સ અને ગુજરાત ટાઈટન્સ વચ્ચે ફાઈનલમાં પહોંચવા માટે જંગ ખેલાશે. ઉલ્લેખનીય છે કે, ચેન્નઈ સુપર કિંગ્સ પ્રથમ ક્વોલિફાયર મેચમાં ગુજરાતને હરાવીને ફાઈનલમાં પહોંચી ગઈ છે.
આકાશ મેધવાલે 5 રનમાં 5 વિકેટ ખેરવી
મુંબઈ ઈન્ડિયન્સે આપેલા 183 રનના ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી લખનઉ સુપરજાયન્ટ્સની શરૂઆત ખરાબ રહી હતી. 23 રનમાં જ બંને ઓપનર ખેલાડી પ્રેરક માંકડ અને કાઇલ મેયર્સ પેવેલિયન ભેગા થઈ ગયા હતા. જોકે બાદમાં સ્ટોઈનિસ સિવાય કોઈ પણ ખેલાડી 20થી વધુ રન બનાવી શક્યો નહોતો. માર્કસ સ્ટોઇનિસે એક માત્ર 40 રન બનાવ્યા હતા. જ્યારે મુંબઈ તરફથી આકાશ મેધવાલે શાનદાર બોલિંગ કરી હતી. આકાશે 3.3 ઓવરમાં માત્ર 5 રન આપી 5 વિકેટ ખેરવી હતી.
સૂર્યકુમાર-ગ્રીન વચ્ચે 60થી વધુ રનની ભાગીદારી
મુંબઈએ પ્રથમ બેટિંગ કરતા પાવરપ્લેમાં 2 વિકેટ ગુમાવ્યા બાદ સૂર્યકુમાર યાદવ અને કેમરૂન ગ્રીને ટીમની બાજી સંભાળી હતી. બંને વચ્ચે ત્રીજી વિકેટ માટે 66 રનની ભાગીદારી કરી હતી. સૂર્યકુમારે 20 બોલમાં 2 સિક્સ અને બે ફોરની મદદથી 33 રન બનાવ્યા હતા જ્યારે ગ્રીને 23 બોલમાં 41 રન બનાવીને આઉટ થયો હતો.
બન્ને ટીમની પ્લેઇંગ-11
લખનઉ સુપરજાયન્ટ્સ:
કૃણાલ પંડ્યા (કેપ્ટન), આયુષ બદોની, દીપક હુડા, પ્રેરક માંકડ, માર્કસ સ્ટોઇનિસ, નિકોલસ પૂરન (વિકેટકીપર), કૃષ્ણપ્પા ગૌતમ, રવિ બિશ્નોઈ, નવીન ઉલ હક, યશ ઠાકુર અને મોહસીન ખાન.
મુંબઈ ઈન્ડિયન્સ:
રોહિત શર્મા (કેપ્ટન), ઈશાન કિશન (વિકેટકીપર), કેમરૂન ગ્રીન, સૂર્યકુમાર યાદવ, ટિમ ડેવિડ, નેહલ વાઢેરા, ક્રિસ જોર્ડન, રિતિક શોકીન, પીયુષ ચાવલા, જેસન બેહરનડોર્ફ અને આકાશ મેધવાલ.
READ ALSO
- BHAVNAGAR / પત્નીના ત્રાસથી કંટાળી પતિએ શરીર પર પેટ્રોલ છાંટી પોલીસ સ્ટેશનમાં જ કર્યો આત્મદાહનો પ્રયાસ
- વડોદરા : ઓરસંગ નદીમાં આધેડને મગર ખેંચી જતા ભારે શોધખોળના અંતે ફાયર ફાઈટરને મૃતદેહ મળ્યો
- RAJKOT / મોટામવા વિસ્તારમાં પાણીના ટાંકામાં પડી જતા ચોકીદારની 3 વર્ષની બાળકીનું કરૂણ મોત
- મહારાષ્ટ્રમાં અમિત શાહના રાહુલ પર પ્રહાર: ‘રાહુલ બાબા દેશને બદનામ કરવામાં વ્યસ્ત, ભારતમાં બહુ ઓછા લોકો તેમની વાત સાંભળે છે’
- નસીરુદ્દીન શાહે માંગવી પડી પાકિસ્તાનીઓની માફી, જાણો શું છે મામલો