GSTV
Home » News » સતત સાતમી વખત આ રીતે મુંબઈએ હારનું પુનરાવર્તન કર્યું પણ યુવરાજે ટીમનું નાક રાખ્યું

સતત સાતમી વખત આ રીતે મુંબઈએ હારનું પુનરાવર્તન કર્યું પણ યુવરાજે ટીમનું નાક રાખ્યું

yuvraj singh

આ પહેલી વાર નથી કે મુંબઈ સિઝનની પહેલી મેચ હાર્યું હોય. ટોટલ સાત વખત સતત સિઝનની પહેલી મેચ હારેલી ટીમ છે આ મુંબઈ. ઉલ્લેખનીય છે કે ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ)ની 12મી સિઝનની પોતાની પહેલી મેચમાં મુંબઈ ઈન્ડિયન્સ દિલ્હી કેપિટલ્સનો સામનો કરી રહી હતી. આ મેચ વાનખેડે સ્ટેડિયમમાં રમાઈ હતી. રોહિત શર્માની આગેવાનીવાળી મુંબઈ ઈન્ડિયન્સે 3 ખિતાબ જીત્યા છે, પરંતુ મુંબઈ ઈન્ડિયન્સ ગત સીઝનમાં પ્લેઑફમાં પણ પહોંચી નથી. બીજી તરફ દિલ્હીની ટીમે અત્યાર સુધી ક્યારેય ફાઈનલ મેચ રમી નથી. દિલ્હી કેપિટલ્સે 20 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને 213 રન બનાવ્યાં અને મુબઈ ઈન્ડિયન્સને 214 રનનો લક્ષ્યાંક આપ્યો હતો.

214 રનનો પીછો કરતા મુંબઈ ઇન્ડિયન્સની ટીમ માત્ર શકી હતી. મુંબઈ માટે યુવરાજસિંહ સર્વાધિક 35 બોલમાં 53 રન કર્યા હતા. મુંબઈ માટે પોતાની પહેલી મેચ રમી રહેલા યુવરાજે આ ઇનિંગ્સ દરમિયાન 3 છગ્ગા અને 5 ચોક્કા ફટકારી ચાહકોના દિલ જીત્યા હતા. તેના સિવાય કૃણાલ પંડ્યાએ 15 બોલમાં 32 રન અને ક્વિન્ટન ડી કોકે 16 બોલમાં 27 રન કર્યા હતા. દિલ્હી માટે ઇશાંત શર્મા અને કગીસૉ રબાડાએ 2-2 વિકેટ લીધી હતી. જયારે ટ્રેન્ટ બોલ્ટ, રાહુલ તેવટિયા, કીમો પોલ અને અક્ષર પટેલે 1-1 વિકેટ લીધી હતી. ઈજાગ્રસ્ત જસપ્રીત બુમરાહ બેટિંગ કરવા આવ્યો નહતો.

READ ALSO

Related posts

એવેન્જર્સ એન્ડગેમ: ચીનમાં મચાવી ધૂમ, કરી કરોડોની કમાણી

Path Shah

નાસાએ મંગળની ધરતી પર પ્રથમ વખત ધરતીકંપ નોંધ્યો

Path Shah

ગાંધીનગર લોકસભા બેઠકનાં બાપુપુરા બૂથ પર બોગસ વોટીંગનો મામલો, ફેરમતદાનની માગ

Riyaz Parmar