GSTV
Home » News » નીતા અંબાણીનાં ગુરૂનો ખુલાસો, આ મંત્રને વાંચતા જ મુંબઈ બન્યુ IPL ચેમ્પિયન

નીતા અંબાણીનાં ગુરૂનો ખુલાસો, આ મંત્રને વાંચતા જ મુંબઈ બન્યુ IPL ચેમ્પિયન

રોમાંચક રીતે પુરી થયેલી IPL 2019ની ટ્રોફી મુંબઈએ પોતાના નામે કરી દીધી છે. 12 મેએ રમાયેલી ફાઈનલમાં રોહિતની કેપ્ટન્સી વાળી મુંબઈએ ધોનીની ચેન્નાઈને છેલ્લા સમયે હરાવી દીધી હતી. જોકે આ મેચ મુંબઈ માટે પણ સરળ ન હતી. આખી મેચમાં મુંબઈનું પલડું ભારે જ રહ્યુ હતુ. પરંતુ છેલ્લાં ત્રણ બોલમાં અચાનક પાસું પલટાયુ અને છેલ્લા બોલમાં મુંબઈએ ચેન્નાઈને હરાવીને ચોથીવાર ચેમ્પિયન બની ગઈ હતી.

આ દરમ્યાન મેચમાં ટીમની માલિક નીતા અંબાણી દરેક વખતે પ્રાર્થના કરતાં જોવા મળ્યા હતા, તેમનો પ્રાર્થના કરતો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ ગયો હતો. ત્યારબાદ લોકોએ પુછવાનું ચાલુ કરી દીધુકે, નીતા અંબાણી કયો મંત્ર વાંચી રહ્યા છે. જેનાથી તેમની ટીમને જીત મળી છે.

ત્યારે હવે મુંબઈ ટીમનાં પારિવારિક ગુરૂ પંડિત ચંદ્રશેખર શર્માએ મંત્રથી લઈને ટીમની પૂજા-પાઠ પર બધી જ વાતનો ખુલાસો કર્યો છે. પંડિતે એક ઈન્ટરવ્યૂમાં કહ્યુ છેકે, દરેક મેચ પહેલાં મુંબઈની ટીમ ચંડીપાઠ કરતી હતી અને ફાઈનલની મેચમાં આખો દિવસ અને મલિંગાના છેલ્લા બોલ સુધી આ જ પુજા કરાઈ હતી. પંડિત મુજબ, ચંડી પાઠ ભાગ્ય બદલવા માટે કરવામાં આવે છે. જે તમને તાકાત અને કંઈક સારુ કરવાની શક્તિ આપે છે.

જ્યારે શર્માને નીતા અંબાણીની પ્રાર્થના અને મંત્રો વિશે પુછવામાં આવ્યુ તો તેમણે કહ્યુ હતુકે, તે એક રહસ્ય છે. તેને કહી ન શકાય. તેમણે કહ્યુ હતુકે, તે જો કોઈ વસ્તુને દિલથી ઈચ્છો તો તે તમને જરૂરથી મળે છે.

READ ALSO

Related posts

ભારતમાં થતા રોકાણમાંથી 40% રોકાણ માત્ર ગુજરાતમાં થાય છે : CM રૂપાણી

Mansi Patel

RBIનો નવો નિયમ, હવે બેંક દરરોજ તમારા ખાતામાં નાંખશે 100 રૂપિયા

Mansi Patel

દેશની સૌથી મોટી બેંકે આપી ભેટ, પહેલી ઓક્ટોબરથી મળશે સસ્તી લોન

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!