GSTV
Home » News » IPL FINAL: મુંબઈને હરાવવા માટે ધોનીએ આ ઈતિહાસ બદલવો પડશે

IPL FINAL: મુંબઈને હરાવવા માટે ધોનીએ આ ઈતિહાસ બદલવો પડશે

ipl 2019 final match

IPL2019 ની ફાઈનલ મેચ રવિવારે મુંબઈ ઈન્ડિયન્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સની વચ્ચે હૈદરાબાદમાં રમાશે. IPLમાં આ ચોથો અવસર હશે જ્યારે મુંબઈ અને ચેન્નાઈ આમને-સામને રમશે. IPL ફાઈનલની વાત કરીએ તો ચેન્નાઈને મુંબઈ ભારે પડી શકે છે. ફાઈનલમાં અત્યાર સુધીમાં મંબઈ બેવાર અને ચેન્નાઈ એકવાર જીતવામાં સફળ રહી છે. ચેન્નાઈ મુંબઈ સામે 2010માં IPL ફાઈનલની મેચ હારી હતી. તે સમયે ટીમનો કેપ્ટન સચિન તેન્દુલકર હતો. ત્યારબાદ મુંબઈ ઈન્ડિયન્સે 2013 અને 2015ની IPLમાં ચેન્નાઈને હરાવી હતી. તે દરમ્યાન મુંબઈની ટીમનો કેપ્ટન રોહિત શર્મા હતો. મુંબઈએ પહેલા ક્વોલિફાયરમાં ચેન્નાઈને માત આપી હતી. મહેન્દ્રસિંહ ધોની નવમીવાર IPL રમી રહ્યા છે. આ સીઝનમાં મુંબઈ 3 વાર ચેન્નાઈને હરાવી છે. જેમાં એક ક્વોલિફાયર અને બે લીગ મેચ હતી.

IPLનો ઈતિહાસ જોઈએતો અત્યારે જે સંયોગ બની રહ્યા છે તે મુજબ ત્રણવાર ચેમ્પિયન બની ચૂકેલી મુંબઈ ઈન્ડિયન્સ ફરીએકવાર ચેમ્પિયન બની શકે છે. મુંબઈ ઈન્ડિયન્સ 2013માં પહેલીવાર IPLની ચેમ્પિયન બની હતી. ત્યારબાદ 2015,2017માં પણ જીત હાંસલ કરી ચૂકી છે. જો તે 2013માં ચેમ્પિયન બની તો 2014પછીની સિઝન એટલેકે 2015માં ચેમ્પિયન રહી હતી. ત્યારે 2018 બાદ 2019માં ફરી ચેમ્પિયન બની શકે છે. મતલબ સાફ છેકે, આ વખતે સંયોગ મુંબઈ ઈન્ડિયન્સનં પક્ષમાં બેસે છે. જોકે, ટુર્નામેન્ટની વિજેતા કોણ હશે તે કહેવું ઉતાવળભર્યુ રહેશે. તેનો નિર્ણય તો જ્યારે ફાઈનલ મેચમાં છેલ્લો બોલ નંખાશે ત્યારે જ ખબર પડશે.

read also

Related posts

BSNLએ અપડેટ કર્યો પોતાનો આ લોકપ્રિય પ્લાન, હવે મળશે 375GB ડેટા

Path Shah

સાર્વત્રિક પડી રહેલા વરસાદને પગલે શાકભાજીના ભાવો આસમાને, ગૃહિણીઓનું બજેટ ખોરવાયું

Nilesh Jethva

ટાઈગર શ્રોફે 200 કિલો વજન ઉઠાવતા, ફેન્સ થયા શોક

Kaushik Bavishi
Do NOT follow this link or you will be banned from the site!