મુંબઈ ઈન્ડિયન્સ આઈપીએલની મહત્ત્વની ટીમોમાંની એક રહી છે. આ ટીમે 5 વખત ઈન્ડિયન પ્રીમિયર લીગનો ખિતાબ જીત્યો છે. પરંતુ મુંબઈ ઈન્ડિયન્સ આ સિઝનમાં સાવ ફ્લોપ સાબિત થયું હતું. રોહિત શર્માની આગેવાની હેઠળની ટીમ પોઈન્ટ ટેબલમાં સૌથી નીચે છે. તેણે અત્યાર સુધી 13 મેચ રમતાં માત્ર 3 મેચમાં જ જીત મેળવી છે. જ્યારે 10 મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો. મુંબઈ આ સિઝનમાં ફ્લોપ રહેવા પાછળ 3 મોટા કારણો છે.

IPL 2022માં મુંબઈના મોટા પ્લેયર્સ કંઈ ખાસ નથી કરી શક્યા. રોહિત સહિત ઘણા એવા ખેલાડીઓ છે જે ટીમને મોટા સ્કોર સુધી લઈ જઈ શક્યા નથી અથવા જીતમાં કોઈ ખાસ મહત્વની ભૂમિકા ભજવી શક્યા નથી. મુંબઈના ખરાબ પ્રદર્શન પાછળ ટીમના મોટા ખેલાડીઓનું ફ્લોપ પણ મહત્વનું કારણ છે. જો તમે આ સિઝનમાં સૌથી વધુ રન બનાવનાર ટોપ 10 ખેલાડીઓની યાદી પર નજર નાખવામાં આવે તો તેમાં મુંબઈનો એકપણ ખેલાડી નથી.
મુંબઈની 13 મેચોમાં સૌથી વધુ રન બનાવનાર ખેલાડીની વાત કરવામાં આવે તો તિલક વર્મા ટોપ પર છે. તેણે 376 રન બનાવ્યા હતા. એની સામે કેપ્ટન રોહિતે 13 મેચમાં માત્ર 266 રન બનાવ્યા છે. આ દરમિયાન તે એક પણ અડધી સદી ફટકારી શક્યો નહોતો. ટિમ ડેવિડે 7 મેચમાં 152 રન બનાવ્યા, કિરન પોલાર્ડ 11 મેચમાં માત્ર 144 રન જ બનાવી શક્યો હતો. મુંબઈના મોટા ખેલાડીઓ આ સિઝનમાં ફૂસ્સ સાબિત થયા. સૂર્યકુમાર યાદવ ઈજાના કારણે બહાર થઈ ગયો છતાં તેનું પ્રદર્શન સારું હતું.
મુંબઈની બેટિંગની સાથે બોલિંગ પણ ખરાબ રીતે ફ્લોપ રહી હતી. આઈપીએલ 2022માં સૌથી વધુ રન બનાવનાર ટોપ 20 બોલરોની યાદી જોઈએ તો તેમાં મુંબઈનો એક પણ બોલર નથી. જસપ્રીત બુમરાહ ટીમ માટે સૌથી વધુ વિકેટ લેનાર બોલર છે. તેણે 13 મેચમાં 12 વિકેટ ઝડપી છે. જ્યારે ડેનિયલ સેમસે 10 મેચમાં 12 વિકેટ લીધી છે. આ સિવાય અન્ય કોઈ બોલરનું પ્રદર્શન ખાસ રહ્યું ન હતું.
આ સિઝનમાં મુંબઈ માટે પ્લેઈંગ ઈલેવનમાં પહોંચવું એ જ એક મોટો પડકાર બની ગયો હતો. કેપ્ટન રોહિતની સાથે મેનેજમેન્ટ અને કોચ પ્લેઈંગ ઈલેવનને લઈને સમસ્યાનો સામનો કરી રહ્યા હોવાનું જણાયું હતું. આ સિઝનમાં ટીમ પાસે ફિક્સ પ્લેઈંગ ઈલેવન નથી.
દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.
READ ALSO
- એશ્વર્યા રાયની અપકમિંગ ફિલ્મ Ponniyin Selvanનું ટીઝર થયુ પોસ્ટપોન, મેકર્સે આપ્યું આ કારણ
- શમશેરાના ટ્રેલર લોન્ચ માટે જઈ રહેલા રણબીર કપૂરને નડયો અકસ્માત
- કોરોના કવચ / 7 થી 11 વયના બાળકોને અપાઈ શકે છે Covovax વેક્સિન, સરકારી સમિતિએ કરી ભલામણ
- મંત્રી ગડકરીની નવી જાહેરાત / વાહનોને અકસ્માત પરીક્ષણોના આધારે મળશે સ્ટાર રેટિંગ, સુરક્ષિત વાહનો માટે થશે ઉપયોગી
- એક પાલતું પશુ વર્ષમાં છોડે છે 80 થી 120 કિલો મીથેન ગેસ, 1 વર્ષ કાર ચલાવવા જેટલું પર્યાવરણને થાય છે નુકસાન