GSTV
Cricket Sports Trending

WPL 2023 / યુપી વોરિયર્સને હરાવીને મુંબઈ ઈન્ડિયન્સની ફાઈનલમાં એન્ટ્રી, દિલ્હી- મુંબઈ વચ્ચે ખેલાશે ફાઈનલ મુકાબલો

વીમેન્સ પ્રીમિયર લીગ(WPL)માં આજે શુક્રવારે યુપી વોરિયર્સ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચે એલિમિનેટર મુકાબલો ડી વાય પાટીલ સ્ટેડિયમમાં ખેલાયો હતો જેમાં યુપી વોરિયર્સની ટીમે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો પરિણામે મુંબઈ ઈન્ડિયન્સ પ્રથમ બેટિંગ કરતા 182 રન બનાવ્યા હતા જેના જવાબમાં યુપી વોરિયર્સની ટીમ 110 રનમાં જ ઓલઆઉટ થઈ હતી પરિણામે મુંબઈનો 72 રનથી એકતરફી વિજય થયો છે આ સાથે મુંબઈ ઈન્ડિયન્સ ફાઈનલમાં એન્ટ્રી મેળવી લીધી છે. દિલ્હી કેપિટલ્સ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચે ફાઈનલ મુકાબલો ખેલાશે.

નેતાલી સીવર બ્રન્ટે આક્રમક ફિફ્ટી ફટકારી

મુંબઈ ઈન્ડિયન્સે ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરતા 182 રન બનાવ્યા હતા જેમાં નેતાલી સીવર બ્રન્ટે આક્રમક ફિફ્ટી ફટકારી હતી. બ્રન્ટે 38 બોલમાં 2 સિક્સ અને 9 ફોરની મદદથી 72 રન બનાવ્યા હતા. જ્યારે કેપ્ટન હરમનપ્રીત કૌર 14 રન બનાવીને આઉટ થઈ ગઈ હતી.

વોંગ WPLમાં પ્રથમ વાર હેટ્રિક વિકેટ ઝડપી

મુંબઈ ઈન્ડિયન્સે આપેલા 183 રનના ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી યુપી વોરિયર્સની ટીમની શરૂઆત ખરાબ રહી હતી. બીજી ઓવરમાં જ શ્વેતા સેહરાવત અંગત 1 રનના સ્કોર કરીને આઉટ થઈ ગઈ હતી જે બાદ એકાએક વધુ બે ખેલાડીઓ પેવિલિયન ભેગા થઈ હતા જે બાદ ટીમ મુશ્કેલીમાં મુકાઈ હતી. ઇસાબેલ વોંગે વીમેન્સ પ્રીમિયર લીગ(WPL)માં પ્રથમ વાર હેટ્રિક વિકેટ ઝડપીને ઈતિહાસ રચી દીધો છે. વોંગે 4 ઓવરમાં 15 રન આપીને 4 વિકેટ ખેરવી હતી.

મુંબઈ ઈન્ડિયન્સ

હરમનપ્રીત કૌર (કેપ્ટન), હેલી મેથ્યૂઝ, યાસ્તિકા ભાટિયા (વિકેટકીપર), નેતાલી સીવર બ્રન્ટ, અમીલિયા કેર, ઇસાબેલ વોંગ, પૂજા વસ્ત્રાકર, અમનજોત કૌર, હુમૈરા કાઝી, જિંતીમની કલિતા અને સાઇકા ઈશાક.

યુપી વોરિયર્સ

એલિસા હીલી (કેપ્ટન અને વિકેટકીપર, શ્વેતા સેહરાવત, સિમરન શેખ, તાહિલીયા મેક્ગ્રા, ગ્રેસ હેરિસ, કિરણ નવગિરે, દીપ્તિ શર્મા, સોફી એક્લેસ્ટન, અંજલી સર્વની, પાર્શ્વી ચોપરા અને રાજેશ્વરી ગાયકવાડ.

READ ALSO

Related posts

જો અમીર અને સુખી જીવન ઇચ્છતા હોવ તો પ્રેમાનંદ ગોવિંદ શરણ મહારાજે જણાવેલા આ 2 ઉપાયો અપનાવો જરૂર

Hina Vaja

પત્ની નારાજ થઈ ગઈ છે, તો આ પદ્ધતિઓની મદદથી સંબંધોમાં પાછો આવી શકે છે પ્રેમ

Drashti Joshi

દ. ભારતમાં આગામી પાંચ દિવસમાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી : મહારાષ્ટ્ર અને મરાઠાવાડામાં કરાં પડે તેવી શક્યતાઓ

pratikshah
GSTV