GSTV
Home » News » IPL 2019: પંતની તોફાની ઈનિંગ, દિલ્હીએ મુંબઈને આપ્યો 214 રનનો લક્ષ્યાંક

IPL 2019: પંતની તોફાની ઈનિંગ, દિલ્હીએ મુંબઈને આપ્યો 214 રનનો લક્ષ્યાંક

ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ)ની 12મી સિઝનની પોતાની પહેલી મેચમાં મુંબઈ ઈન્ડિયન્સ દિલ્હી કેપિટલ્સનો સામનો કરી રહી છે. આ મેચ વાનખેડે સ્ટેડિયમમાં રમાઈ રહી છે. રોહિત શર્માની આગેવાનીવાળી મુંબઈ ઈન્ડિયન્સે 3 ખિતાબ જીત્યા છે, પરંતુ મુંબઈ ઈન્ડિયન્સ ગત સીઝનમાં પ્લેઑફમાં પણ પહોંચી નથી. બીજી તરફ દિલ્હીની ટીમે અત્યાર સુધી ક્યારેય ફાઈનલ મેચ રમી નથી. દિલ્હી કેપિટલ્સે 20 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને 213 રન બનાવ્યાં અને મુબઈ ઈન્ડિયન્સને 214 રનનો લક્ષ્યાંક આપ્યો.

પંતની તોફાની ઈનિંગ, દિલ્હીએ મુંબઈને આપ્યો 214નો લક્ષ્યાંક

પ્રથમ બેટિંગ કરીને દિલ્હી કેપિટલ્સે 20 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને 213 રન બનાવ્યાં અને મુંબઈ ઈન્ડિયન્સને 214 રનનો લક્ષ્યાંક આપ્યો. દિલ્હી કેપિટલ્સ માટે રિષભ પંતે સૌથી વધારે 78 રન બનાવ્યાં. પંતે 27 બોલમાં 7 ચોગ્ગા અને 7 છગ્ગાની મદદથી 78 રન બનાવીને અણનમ રહ્યા હતાં. તો શિખર ધવને 36 બોલમાં 43 રનની આક્રમક ઈનિંગ રમી હતી. ધવન સિવાય કૉલિન ઈનગ્રામે 47 રન બનાવ્યાં. મુંબઈ ઈન્ડિયન્સના બોલરમાં મિશેલ મેક્લેનઘને સૌથી વધુ 3 વિકેટ લીધી. જસપ્રીત બુમરાહ, હાર્દિક પંડ્યા અને બેન કટિંગે 1-1 વિકેટ લીધી.

મુંબઈ જીત્યો ટૉસ, પ્રથમ બોલિંગ કરવાનો લીધો હતો નિર્ણય

મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન રોહિત શર્માએ ટૉસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો છે અને દિલ્હી કેપિટલ્સની ટીમને બેટિંગ કરવાનું આમંત્રણ આપ્યું છે.

ટીમ

મુંબઈ: રોહિત શર્મા (કેપ્ટન), ક્વિન્ટન ડીકૉક (વિકેટકીપર), સૂર્યકુમાર યાદવ, ક્રુણાલ પંડ્યા, યુવરાજ સિંહ, કીરોન પોલાર્ડ, હાર્દિક પંડ્યા, બેન કટિંગ, મિશેલ મેક્લેનેઘન, રસિખ સલામ અને જસપ્રીત બુમરાહ.

દિલ્હી: શ્રેયસ ઐયર (કેપ્ટન), શિખર ધવન, પૃથ્વી શૉ, રિષભ પંત (વિકેટકીપર), કૉલિન ઈનગ્રામ, કીમો પોલ, અક્ષર પટેલ, રાહુલ તેવતિયા, કગિસો રબાડા, ટ્રેન્ટ બોલ્ટ અને ઈશાન્ત શર્મા.

READ ALSO

Related posts

મુકેશ અંબાણીના પુત્રમાં શક્ય હતી આ વાતો, બીજા તો સપનામાં પણ ના વિચારી શકે

Path Shah

અરે આ શું…સાબરમતીને કાંઠે 500-1000ની જુની ચલણી નોટો તણાઇ આવી

Riyaz Parmar

વરૂણ ધવન-આલિયા ભટ્ટની ફિલ્મ ‘કલંક’ની ઊડી મજાક, મીમ્સ વાયરલ

Bansari