માયાનગરી મુંબઈમાં કોરોનાનો કહેર ઓછો થયો છે. જે આંકડો ગત સપ્તાહ સુધી 20 હજારની આસપાસ હતો, હવે કેસ 6 હજારથી નીચે આવી ગયા છે. છેલ્લા 24 કલાકમાં મુંબઈમાં કોરોનાના 6032 નવા કેસ નોંધાયા છે અને 12 લોકોના મોત થયા છે. જોકે મુંબઈમાં કોરોનાનો પીક સમય નિશ્ચિતપણે પૂરો થઈ ગયો છે, પરંતુ ટેસ્ટિંગને લઈને વિવાદ ચાલુ છે.

મુંબઈમાં જે ઝડપે કોરોનાના કેસ ઘટ્યા છે તે જ ઝડપે ટેસ્ટિંગ પણ ઘટાડવામાં આવ્યું છે. આ આંકડાઓ જોઈને સમજી શકાય છે. માયાનગરીમાં છેલ્લા 24 કલાકમાં 60291 લોકોનો કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો હતો. આ આંકડો ગયા સપ્તાહની સરખામણીએ ઘણો ઓછો છે જ્યારે મુંબઈ એક દિવસમાં 90 હજારથી વધુ લોકોનું પરીક્ષણ કરી રહ્યું હતું.

હવે આ ટેસ્ટિંગ વિવાદ પર મુંબઈના મેયરનું કહેવું છે કે અન્ય રાજ્યોની સરખામણીમાં મહારાષ્ટ્રમાં વધુ ટેસ્ટિંગ થઈ રહ્યું છે. તેમણે એવું માનવાનો ઇનકાર કર્યો કે રાજ્યમાં પરીક્ષણ ઓછું કરવામાં આવ્યું છે. સાથે જ એ પણ જણાવવામાં આવ્યું છે કે જાહેર સ્થળો પરથી પ્રતિબંધો હટાવવામાં આવશે નહીં. WHO ના નિયમો અનુસાર માર્ગદર્શિકા નક્કી કરવામાં આવશે.
READ ALSO
- મહત્વનો નિર્ણય / નાઇટ શિફ્ટ માટે મહિલાઓની સંમતિ લેવી પડશે, સરકારી અને ખાનગી ક્ષેત્ર બંને પર થશે લાગુ આ નિયમ
- મોંઘવારી સામે લડવા ઓઈલ કંપનીઓ પાસે વધુ ટેક્સ વસૂલવા સરકારની તૈયારી
- રશિયા-યુક્રેન યુદ્ધને કારણે ભારતીય ઓઈલ કંપનીઓના ડિવિડન્ડના રૂ. 1000 કરોડ અટવાયા
- પૈસા ખર્ચ્યા વિના જુઓ વેબ સિરીઝ અને ફિલ્મ, આ એપ છે બિલકુલ ફ્રી, નેટફ્લિક્સ, એમેઝોન પ્રાઇમને પણ ભૂલી જશો
- એન્ડ્રોઇડ યુઝર્સ સાવધાન! / ખતરનાક મેલવેયર વાયરસ ઈઝ બેક, જાણો કંઈ રીતે પહોંચે છે તમારા સ્માર્ટફોનમાં