GSTV

‘નો કિસિંગ ઝોન’/ બાઈક અને કારમાં પ્રેમી પંખીડાઓ રોડ પર જ થઈ જતા હતા અંતરંગ, લેવાયો આ નિર્ણય

કિસિંગ

Last Updated on August 2, 2021 by Bansari

મુંબઈના બોરીવલી વિસ્તારમાં પ્રેમી પંખીડાઓથી પરેશાન સત્યમ શિવમ સુંદરમ કોલોનીના રહેવાસીઓએ પોતાની સોસાયટી બહાર ‘નો કિસિંગ ઝોન’ના બોર્ડ લગાવી દીધા છે. જાણવા મળ્યા મુજબ કોરોના લોકડાઉન શરૂ થયું ત્યારથી સોસાયટીના લોકોએ સાંજે 5:00 વાગ્યાથી મોડી સાંજ સુધી બાઈક અને કારમાં પ્રેમી પંખીડાઓને અંતરંગ થતા જોયા હતા.

આ પ્રકારની હરકતો રોકવા માટે તે લોકોએ સોસાયટી બહાર ‘નો કિસિંગ ઝોન’નું બોર્ડ લગાવી દીધું

સોસાયટીના રહીશોના કહેવા પ્રમાણે આ હરકતોના કારણે ત્યાં રહેતા બાળકો અને યુવાનો પર ખરાબ અસર પડી શકે છે. લોકોએ જણાવ્યું કે, આ પ્રકારની હરકતો રોકવા માટે તે લોકોએ સોસાયટી બહાર ‘નો કિસિંગ ઝોન’નું બોર્ડ લગાવી દીધું છે. તેમના આ પગલાંથી પ્રેમી પંખીડાઓની સંખ્યામાં ઘટાડો પણ નોંધાયો છે.

કિસિંગ

આ કારણે લેવાયો નિર્ણય

સોસાયટીના રહીશોએ જણાવ્યું કે, તેઓ આ પ્રકારના યુગલોની વિરૂદ્ધ નથી પરંતુ તેમના ખોટા કામો સામે વાંધો છે. તેનાથી સમાજ પર ખરાબ અસર પડે છે. લોકોના કહેવા પ્રમાણે શરૂઆતમાં તેમણે પ્રેમી પંખીડાઓને સમજાવવા માટે પ્રયત્ન કર્યો હતો પરંતુ જ્યારથી તે એક નિયમિત સ્થાન બની ગયું ત્યારથી તેમણે આ પગલું ભરવું પડ્યું.

Read Also

Related posts

બિહારની આ હૉટ હસીનાએ પાર કરી બોલ્ડનેસની તમામ હદો, ફોટોઝ જોઇને ઉડી જશે તમારા હોંશ

Bansari

સલમાન ખાનના જીવન પર બનવા જઈ રહી છે વેબ સિરીઝ, ખુલી શકે છે એક્ટરના જીવન સાથે જોડાયેલા ઘણાં રાઝ

Damini Patel

અતિઅગત્યનું/ 1 તારીખથી તમારી સેલરી અને બેંકમાં જમા રૂપિયાના આ નિયમો બદલાઇ જશે, આવક પર પડશે સીધી અસર

Bansari
Do NOT follow this link or you will be banned from the site!