GSTV

હદ છે હોં/ મુંબઈની એક હોસ્પિટલમાં ICUમાં દાખલ દર્દીની આંખ ઉંદર કોતરી ગયા, હોસ્પિટલ તંત્ર પણ ચોંકી ગયું કે આ શું થઈ ગયું…..

Last Updated on June 24, 2021 by pratik shah

હોસ્પિટલમાં દર્દીઓ પોતાની સારવાર કરવા જાય છે, પરતું આર્થિક રાજધાની મુંબઈમાં એક દર્દી સાથે એવી ઘટના થઈ કે પરિવારના સભ્યો પણ ચોંકી ઉઠ્યા. મુંબઈની એક હોસ્પિટલમાં ઉંદરો એક દર્દીની આંખ કાતરી ગયા હોવાની ઘટના સામે આવ્યા બાદ ખળભળાટ વ્યાપી ગયો છે. યેલપ્પા નામના 24 વર્ષના દર્દીએ આરોપ મુક્યો હતો કે, મારી આંખ નજીકના હિસ્સાને ઉંદરો કાતરી ગયા હતા અને તેનાથી આંખને નુકસાન પહોંચ્ય છે. મંગળવારે ઘાટકોપર વિસ્તારમાં આવેલી બીએમસીની રાજાવાડી હોસ્પિટલમાં આ ઘટના બની હતી. હોસ્પિટલના તંત્રનુ કહેવુ છે કે, દર્દીની આંખને કોઈ નુકસાન થયુ નથી. માત્ર આંખની ઉપરના હિસ્સામાં ઈજા થઈ છે.

મારા ભાઈને બીજા બેડ પર શિફ્ટ કરવામાં આવ્યો

યેલપ્પાની બહેનના કહેવા પ્રમાણે હાલમાં જ મારા ભાઈની આંખની સર્જરી કરવામાં આવી હતી. હું તેમને મળવા માટે ગઈ ત્યારે ડાબી આંખ પર ઈજાનુ નિશાન દેખાયુ હતુ. આ બાબતની મેં ડોકટરોને જાણકારી આપી હતી. એ પછી મારા ભાઈને બીજા બેડ પર શિફ્ટ કરવામાં આવ્યો હતો.

બહેનનુ કહેવુ છે કે, યેલપ્પાની હાલત ગંભીર છે. જ્યારે હોસ્પિટલના ડીનનુ કહેવુ છે કે, આંખમાં કોઈ ઈજા થઈ નથી અને સારવાર ચાલી રહી છે. જોકે આ ઘટનાને ટાળી શકાઈ હોત. ગ્રાઉન્ડ ફ્લોર પર લોકો કચરો ફેંકે છે ત્યારે ઉંદરો ત્યાં પહોંચી જાય છે. ભવિષ્યમાં આવી ઘટનાઓ અંગે સતર્કતા રાખવામાં આવશે.

મુંબઈના મેયર પણ દર્દીને મળવા માટે પહોંચ્યા

દરમિયાન આ વાતની જાણ થતા મુંબઈના મેયર પણ દર્દીને મળવા માટે પહોંચ્યા હતા અને તેમણે કહ્યુ તહુ કે, ઘટનાની તપાસના આદેશ આપવામાં આવ્યા છે. ઉંદરો દ્વારા દર્દીની આંખ કાતરવામાં આવે તે ઘટના ગંભીર છે.

READ ALSO

Related posts

લાખો પેન્શનર્સને મળી દિવાળીની ભેટ! મોંઘવારી ભથ્થામાં આટલા ટકાનો થયો વધારો, જાણો ક્યારથી થશે લાગુ

Bansari

સાચવીને રહેજો / કોરોનાનું ત્રણ ગણું જોખમ વધારી શકે છે આ ગંભીર બીમારી, દર્દીઓની થઇ જાય છે આવી હાલત

Dhruv Brahmbhatt

વિનાશ: સ્પેનમાં 50 વર્ષ બાદ ફાટ્યો ખતરનાક જ્વાળામુખી, અમેરિકાથી લઈને કેનેડા સુધી સુનામીની એલર્ટ, 10 હજાર લોકો કરાયા શિફ્ટ

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!