GSTV

IPL 2018 : મુશ્કેલીમાં મુકાયો હરભજન સિંહ, 97 કરોડના માનહાનીના દાવામાં કોર્ટની નોટિસ

ભારતીય ઑફ સ્પિનર અને આઇપીએલ 2018માં ચેન્નઇ સુપરકિંગ્સર માટે રમી રહેલા હરભજન સિંહ એક મોટી મુસિબતમાં મુકાઇ ગયો છે. મુંબઇ હાઇકોર્ટે જેટ એરવેઝના પૂર્વ કેપ્ટન બરેનડ કેન હૉસલિન તરફથી કરવામાં આવેલા માનહાનિના કેસમાં હરભજન સિંહને નોટિસ ફટકારવામાં આવી છે. આ નોટિસ ભજ્જીના ચંદીગઢ અને જલંધરના સરનામે મોકલવામાં આવી છે. હરભજન સામેની અરજીમાં કેપ્ટન બર્નડ કેન હૉસલિને કહ્યું કે હરભજન સિંહ અને અન્યોએ સોશિયલ મીડિયા પર તેના પર વંશીય ટિપ્પણી કરવાનો જે આરોપ લગાવ્યો હતો તેનાથી તેની કારકિર્દી પર અસર થઇ છે અને તેની માનહાનિ થઇ છે.

ઉલ્લેખનીય છે કે હૉસલિન 13 ડિસેમ્બર 2017ના રોજ ભજ્જી સામે માનહાનિનો કેસ કર્યો હતો. તેણે પોતાની ફરિયાદમાં 15 મિલિયન ડૉલર એટલે કે આશરે 97 કરોડ 50 લાખ રૂપિયાનો દાવો ઠોક્યો હતો. સાથે જ વિલંબ માટે દાવાની રકમ પર 18 ટકા વ્યાજ આપવાની વિનંતી પણ કરી છે. નોટિસમાં હરભજન તથા અન્ય અથવા તેના વકીલ કોર્ટમાં હાજર રહીને પોતાનો પક્ષ નહી મૂકે તો કોર્ટ ત્રણેય સામે એકતરફી ચુકાદો આપી શકે છે.

આ મામલો તે સમયનો છે જ્યારે હરભજન સિંહ પોતાના બે સાથીઓ સાથે જેટ એરવેઝમાં યાત્રા કરી રહ્યો હતો ત્યારે તેણે પ્લેનના કેપ્ટન બર્નડ હૉસલિન પર ક મહિલા સાથે મારપીટ કરવા અને દુર્વ્યહાર કરવાનો આરોપ લગાવ્યો હતો. હરભજને આ ઘટનાને સોશિયલ મીડિયા પર પણ પોસ્ટ કરી હતી. આ ફરિયાદના કારણે હૉસલીને નોકરી માંથી હાથ ધોવા પડ્યા હતા. હૉસલિને જણાવ્યું કે તેના આ ઇન્ડસ્ટ્રીનો 30 વર્ષનો અનુભવ છે. તે 14,500 કલાકની ફ્લાઇટનો અનુભવ ધરાવે છે.

Related posts

મોદી સરકારનો મોટો નિર્ણય, પ્રાઈવેટ સેક્ટરમાં કામ કરતા કર્મચારીઓને પણ મળશે LTC કેશ વાઉચરનો લાભ

Mansi Patel

પેટ્રોલમાં મિક્સ કરાતા ઈથેનોલમાં રૂ. 3.34નો થયો વધારો, શેરડીના ખેડૂતોને થશે સીધો ફાયદો

Mansi Patel

હવાઇ યાત્રીઓ માટે ખુશખબર! 24 ફેબ્રુઆરી સુધી મન ફાવે તેટલુ ભાડુ નહી વસૂલી શકે એરલાઇન્સ, સરકારે લીધો છે આ મોટો નિર્ણય

Bansari
Do NOT follow this link or you will be banned from the site!