GSTV

મુંબઈ જળબંબાકાર : 26 વર્ષનો રેકોર્ડ તૂટ્યો, રજા જાહેર અને 24 કલાકમાં ભારે વરસાદની આગાહી

મુંબઈમાં મંગળવારે મોડી સાંજથી શરૂ થયેલા મૂશળધાર વરસાદનું જોર સતત બીજા દિવસ સુધી રહ્યું હતું. જેના પગલે મુંબઈ જળબંબાકાર બની ગયું હતું. શહેરમાં લગભગ સાડાતેર ઇંચ વરસાદ વરસ્યો હતો. જોકે વરસાદનું જોર આજે વહેલી સવાર સુધી વધુ હતું અને ત્યાર બાદ હળવું રહ્યું હતું. મુંબઈમાં સપ્ટેમ્બર મહિનામાં વરસતા વરસાદનો ૨૬ વર્ષનો રેકોર્ડ તૂટયો હતો. શહેરના નીચાણવાળા વિસ્તાર, ત્રણ મોટી હોસ્પિટલ તથા કોવિડ કેર સેન્ટરમાં પાણી ભરાયા હતા. આ સિવાય રસ્તા, હાઇવે અને રેલવેના પાટામાં પાણી ભરાતા લોકલ સેવા તેમ જ વાહનવ્યવહાર પર અસર પડતાં મુંબઈનું જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું હતું.

મુંબઈનું જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું હતું.

શહેરમાં પાણી કેડથી લઈ ઘૂંટણસમા પાણી ભરાતા વાહનવ્યવહાર તથા બસ સેવા અન્ય માર્ગે વાળવામાં આવી હતી. અનેક વાહનો તથા બસો બ્રેક ડાઉન થઈ હતી. સરકારી, અર્ધસરકારી-ખાનગી કચેરી તથા વડી અદાલતને રજા આપવાનું પાલિકાએ અપીલ કરતા બંધ રહી હતી. હોસ્પિટલો તથા સોસાયટીઓ, ઝૂંપડપટ્ટીમાં પાણી ભરાતા નાગરિકોનેભારે હાલાકી ભોગવવી પડી હતી. સાંબેલાધાર વરસાદને લીધે શહેરમાં ભીંત પડવાના, વૃક્ષ તૂટી પડવાના, ઘર પડવાના, શોર્ટસર્કિટ, ભેખડ ધસી પડવાની ઘટના બની હતી.

ભીંત પડવાના, વૃક્ષ તૂટી પડવાના, ઘર પડવાના, શોર્ટસર્કિટ, ભેખડ ધસી પડવાની ઘટના બની

જોકે મુંબઈ સેન્ટ્રલ ખાતે એક ઇમારતની લિફ્ટમાં પાણી ભરાતા બે વ્યક્તિના મોત થયા હતા. મુંબઈના મધ્યમાંથી વહેલી મીઠી નદીના પાણીની સપાટી વધતાં કુર્લાના ક્રાંતિનગર ઝૂંપડીમાં વરસતા ૫૦ પરિવારોને સ્થળાંતર કર્યા હતા. ચોમાસા પૂર્વે શહેરમાં નાળાઓ ૧૧૩ ટકા સાફ સફાઈ કર્યા છે એવો દાવો પાલિકાનો પોકળ સાબિત થયો હતો.જોકે વરસાદી પાણીનો નિકાલ કરવા ઠેર ઠેર મૂકાયેલા પાણી ખેંચવાના પમ્પો પમ્પિંગ સ્ટેશનો શરૂ કર્યા હતા. પાલિકા સંબંધિત વિભાગે યુદ્ધના ધોરણે પાણી નિકાલ કરવાનું કામ શરૂ કર્યું હતું. મૂશળધાર વરસાદને કારણે મુંબઈગરાને આવશ્યક્તા વગર ઘરની બહાર નહીં નીકળવાની અપીલ સુદ્ધા પાલિકાએ કરી હતી. સમગ્ર મુંબઈનું જન જીવન ઠપ થઈ ગયું હતું. સવારે વહેલા ગમે તે કરીને પોતાને કામે ગયેલા લોકોને ઓફિસમાં રજા અપાઈ પણ પાછા ફરતાં તેઓને હાલાકીનો સામનો કરવો પડયો હતો.

૨૪ કલાક દરમિયાન સુસવાટા ભર્યા પવન સાથે ભારેથી અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી

અહેવાલ મુજબ આગામી ૨૪ કલાક દરમિયાન સુસવાટા ભર્યા પવન સાથે ભારેથી અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. મુંબઈમાં મંગળવાર રાતે ૮.૩૦થી બુધવાર રાતે ૮.૩૦ વાગ્યા સુધી વીતેલા ૨૪ કલાક દરમિયાન સાંતાક્રુઝમાં ૩૩૭.૪ મિ.મિ. (સાડા ૧૩.૫ ઇંચ) અનેકોલાબામાં ૧૪૭.૮ મિ.મિ. (૬ ઇંચ) વરસાદવરસ્યો હોવાનું વેધશાળાએ નોંધ્યું હતું. જોકે ૧૨ કલાક એટલે કે સવારે ૮ વાગ્યા સુધી વરસાદ મૂશળધાર હતો. ત્યાર બાદ ધીમો પડી ગયો હતો.

નીચાણવાળા વિસ્તારોમાં ત્રણથી ચાર ફૂટ સુધી પાણી ભરાઈ ગયા

મુંબઈમાં મંગળવાર મોડી સાંજથી શરૂ થયેલા વરસાદે મોડી રાતે જોર પકડયું હતું. અને સાંબેલાધાર વરસાદે વરસતા મુંબઈની જેજે હોસ્પિટલ, નાયર અને કસ્તુરબા હોસ્પિટલ તેમ જ કોવિડ કેઅર સેન્ટરમાં પાણી ભરાઈ ગયા હતા. જેથી દરદીઓને ભારે તકલીફ સહન કરવી પડી હતી. શહેરના નીચાણવાળા વિસ્તારોમાં ત્રણથી ચાર ફૂટ સુધી પાણી ભરાઈ ગયા હતા.

નોંધપાત્ર છે કે મુંબઈ શહેરના દાદર ટીટી સર્કલ, હિંદમાતા, પરેલ, લોઅર પરેલ, સાયન, કિંગ સર્કલ, નાનાચૌક, ગોળ દેવળ, મુંબઈ સેન્ટ્રલ વડાલા, વરલી, વરલી સીફેસ, લોટસ જેટી વરલી, બહેરામબાગ જેક્શન, શક્કર પંચાયત ચોક, ચુનાભઠ્ઠી, કુર્લા-ક્રાંતિનગર, મલાડ સબવે, અંધેરી સબવે, સાંતાક્રુઝ સબવે, દહિસર અને પોઇસર સબવે, કાંદિવલી, માનખુર્દ, ઘાટકોપર, મુલુંડ, ભાંડુપ, ચેમ્બુર, ખોદાદાદ સર્કલ, ગોરેગામના ઓબેરોય મોલ, અંધેરી માર્કેટ, દહિસર વિસ્તારમાં પાણી ઘૂંટણથી કેડ સમા પાણી ભરાયા હતા.

મુંબઈના અડધા વિસ્તારો પાણીમાં ગરકાવ થયા હતા.

ત્યારે બીજી તર વેસ્ટર્ન એક્સપ્રેસ હાઇવે, ઇસ્ટર્ન એક્સપ્રેસ હાઇવે, એલબીએસ અને એસ. વી. રોડ પર અનેક ઠેકાણે પાણી ભરાયા હતા. આને લીધે વાહનોને તથા બેસ્ટની બસોને અન્ય માર્ગે વાળવા પડયા હતા. બેસ્ટની આશરે ૧૫૦થી વધુ બસોને અન્ય માર્ગે પસાર કરવી પડી હતી. કેટલીક બસોને રદ્દ કરી હતી. ૩૦ બસો બ્રેક ડાઉન થઈ હતી.

જ્યારે મધ્ય રેલવેમાં સાયન-કુર્લા, ભાયખલા ખાતે પાટામાં પાણી ભરાયા હતા. જેના કારણે સીએસટીથી થાણે વચ્ચેની લોકલ સેવા બંધ થઈ હતી. હાર્બર રેલવેમાં મસ્જિદબંદર, ચુનાભઠ્ઠી તથા કુર્લા રેલવે સ્ટેશન પાસે પાટામાં પાણી ભરાતા સીએસટીથી વાશી સુધી લોકલ સેવા બંધ થઈ હતી. જ્યારે પશ્ચિમ રેલવેમાં પ્રભાદેવી (એલ્ફિસ્ટન રોડ) માટુંગા, બોમ્બે સેન્ટ્રલ સ્ટશન પાસે પાટા પર પાણી ભરાયા હતા. પરિણામે લોકલ સેવા અંધેરીથી ચર્ચગેટ સુધી બંધ હતી. પરંતુ અંધેરી અને વિરાર વચ્ચે લોકલ સેવા મંદગતિએ શરૂ હતી, એમ પાલિકાએ જણાવ્યું હતું.

સીએસટીથી થાણે વચ્ચેની લોકલ સેવા બંધ થઈ હતી

શહેરમાં ઘર તથા દિવાલ પડવાના આઠ ઠેકાણે પડયાના કિસ્સા બન્યા હતા. એમાં પશ્ચિમ ઉપનગરમાં ૪ પૂર્વ ઉપનગરમાં ૨ અને પશ્ચિમ ઉપનગરમાં ૨ ઠેકાણેનો સમાવેશ થાય છે. વૃક્ષ ૧૨ ઠેકાણે તૂટી પડયા હતા. જેમાં પૂર્વ ઉપનગરમાં એકનો સમાવેશ થાય છે. શહેરમાં શોર્ટ સર્કિટ થવાના ૪૦ કિસ્સા બન્યા હતા. એમાં તળ મુંબઈમાં ૧૮, પશ્ચિમ ઉપનગરમાં ૧૮ અને પૂર્વ ઉપનગરમાં ૪ ઠેકાણેનો સમાવેશ થાય છે. જ્યારે તાડદેવ ખાતે તાડદેવ પોલીસ સ્ટેશનની પાછળ નવી જાયફળ વાડી ખાતે ભેખડ ધસી પડી હતી.

READ ALSO

Related posts

લાહોરની ગલીઓમાં લાગ્યા અભિનંદન અને મોદીના પોસ્ટર, પાક.ગૃહમંત્રીએ આ નેતાને ભારત મોકલી આપવાની શિખામણ આપી

Pravin Makwana

VIDEO/ ઓ બાપ રે આ શું, અહીં 50 ફૂટ લાંબો એનાકોંડા જોવા મળ્યો !

Pravin Makwana

પ્લેટફોર્મ ટિકિટનો રેટ ડબલ કરીને રેવન્યૂ વધારવાની તૈયારી રેલવે વિભાગ, 121 સ્ટેશનો પર નવેમ્બરમાં લાગુ થઈ શકે છે નિયમ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!