GSTV
Home » News » મુંબઇમાં 10 વર્ષમાં પૂરથી 14,000 કરોડનું ભરપૂર નુકસાન

મુંબઇમાં 10 વર્ષમાં પૂરથી 14,000 કરોડનું ભરપૂર નુકસાન

મુંબઇ શહેરને ભારે વરસાદને કારણે  આવેલા પૂરથી ૨૦૦૫થી ૨૦૧૫ સુધીમાં ૧૦ વર્ષના સમયગાળામાં રૂા.૧૪,૦૦૦ કરોડનું નુકસાન થયું છે, એમ યુનાઇટેડ સ્ટેટ્સ ટ્રેડ એન્ડ ડેવલપમેન્ટ એજન્સી (યુએસટીડીએ) અને ટોચની હિસાબી સંસ્થા કે.પી.એમ.જી.એ. તેના અહેવાલમાં જણાવ્યું છે. આ સમયગાળામાં આવેલા પૂરથી ૩૦૦૦ જણાએ  જાન ગુમાવ્યા છે, જેમાં છેલ્લા ૧૦૦ વર્ષમાં ૨૪ કલાકમાં શહેરમાં સૌથી વધુ વરસાદ ૯૪૪ મિ.મી. ૨૬ મી જુલાઇ, ૨૦૦૫ના રોજ પડયો હતો. તેમાં માર્યા ગયેલાનો પણ સમાવેશ થાય છે. એમ અહેવાલમાં જણાવાયું છે.

દર વર્ષે ચોમાસામાં ભારે વરસાદને કારણે મુંબઇ શહેરમાં સર્જાતી વિનાશક આફતને કારણે થતી જાનહાનિની જાણકારી પહેલીવાર આંકડાકીય રૂપે આ અહેવાલમાં પ્રગટ થઇ છે. યુએસટીએ અને કેપીએમજીએ ૨૦૦૫થી ૨૦૧૫ સુધીના સમયગાળાને કેન્દ્રમાં રાખી દર વર્ષે ચોમાસામાં મુંબઇ થંભી જાય છે, એ અંગેની જાણકારી આપી છે.

આ વર્ષે જ ભારે વરસાદને કારમે મુંબઇ ત્રણ વાર સાવ થંભી ગયું હતું. હજુ ગયા જ વર્ષે ભારે ભરતી અને મીઠી નદીમાંના જળભરાવને કારણે શહેરના અનેક વિસ્તારોમાં પૂર જેવી પરિસ્થિતિ સર્જાઇ હતી. અરે, પશ્ચિમ રેલવે પાટા સુદ્ધા પાણીમાં ગરક થયા હતા. આવું ઘણા વર્ષોમાં પહેલીવાર બન્યુ હતું. આમ છતાં સૌથી ખરાબ સ્થિતિ તો કુર્લાની થઇ હતી. કુર્લાના ક્રાંતિનગરમાં કમર જેટલા પાણીમાં ફસાયેલા ૧,૫૦૦ જણાને ઉગારવામાં આવ્યા હતા.

માર્ચ, ૨૦૧૯માં રાજ્યના રિલિફ એન્ડ રિહેબિલિટેશન ડિપાર્ટમેન્ટ દ્વારા તૈયાર કરાયેલા અભ્યાસમાં સૌથી રસપ્રદ બાબત એ જણાવવામાં આવી હતી કે શહેરમાં થયેલા મોટા માળખીય વિકાસમાં આફતનું પ્રમાણ કયાં સુધી પહોંચી શકે તેની તો ભાગ્યે જ કોઇ નોંધ લેવામાં આવી હતી. આરે કોલોનીમાં મેટ્રો લાઇન-૩ માટે કારશેડ બાંધવાના રાજ્યસરકારના નિર્ણયના વિરોધમાં પર્યાવરણવિધો જે વિરોધ નોંધાવી રહ્યા છે અને તે બહેરા કાને અથડાઇને પાછો વળે છે, એવી જ રીતે ઉક્ત બાબત પણ આવા જ વલણનું પ્રતિબિંબ પાડે છે.

આ કારશેડ માટે ૨,૭૦૦થી વધુ વૃક્ષો કાપવામાં આવે એ જ એકમાત્ર પ્રશ્ન નથી, પણ આ વિસ્તારનું ક્રોંક્રિટીકરણ થતાં ભારે વરસાદને કારણે મીઠી નદીનું પાણી વધી જતાં ગયા અઠવાડિયે પૂર જેવી સ્થિતિ સર્જાઇ હતી એવી  સ્થિતિ વારંવાર બની શકે છે કેમ કે અત્યારે તો મીઠી નદીમાં જળપ્રવહ વધતાં તેનું પાણી આરે કોલોની વિસ્તારમાં નાના નાના તળાવ રૂપે  એકત્ર થઇ સંઘરાયેલું રહે છે.

‘આ અહેવાલમાં એમ પણ જણાવાયું છે કે પૂરની આફત આવી શકે એવા વિસ્તારોની વિગતો પણ આપવામાં  નથી આવી.’ ‘ફલ્ડ મેનેજમેન્ટ એન્ડ વુલ્નેરાબિલીટી એસેસમેન્ટ ટુ ક્લાઇમેન્ટ રિસ્ક ફોર મુંબઇ મેટ્રોપોલિટન રિઝન’ નામનો આ અહેવાલ ગયા મહિને જ સરકારને સુપરત કરાયો છે. વિવિધ સ્ત્રોતો દ્વારા એકત્ર કરાયેલી માહિતીનું પૃથક્કરણ કરી અને તેને પરસ્પર વહેચવા આંતરિક પ્લેટપોર્મ વિકસાવવાની પણ જરૂર હોવાનું આ અહેવાલમાં સૂચવવામાં આવ્યું  છે. ડ્રોન, ઉપગ્રહીય તસવીર અને ઇમરજન્સી મોબાઇલ એપ જેવી ટેક્નિકલ માહિતી સ્ત્રોતોનો ઉપયોગ કરી વહેલી એલર્ટની અસર આપી શકાય, એમ પણ આ અહેવાલમાં સૂચવવામાં આવ્યું છે.

READ ALSO

Related posts

ઉન્નાવ ગેંગરેપ પર યોગી સરકાર ઘેરાઈ, પૂર્વ મુખ્યમંત્રીના વિધાનસભામાં ધરણા પર ઉતર્યા

Mayur

કૂદકે ને ભૂસકે વધતી બળાત્કારની ઘટનાઓ : ગુજરાતમાં 1697 કેસ સામે સજા માત્ર 17ને, રેપમાં આ દેશ સૌથી આગળ

Mayur

પોલીસને શક, બીજાં 3 રાજ્યોમાં પણ હૈદરાબાદ દુષ્કર્મ બાદ હત્યા જેવાં જ કારનામાં કરી ચૂક્યા હતા આ આરોપીઓ

NIsha Patel
Do NOT follow this link or you will be banned from the site!