GSTV
World

Cases
7066882
Active
12271724
Recoverd
735674
Death
INDIA

Cases
639929
Active
1583489
Recoverd
45257
Death

મુંબઈ માથે આવી મુશ્કેલી : 30 હજાર ખેડૂતો થાને પહોંચ્યા, ફડણવીસ સરકારનું ટેન્શન વધ્યું

ખેડૂતો અને આદિવાસીઓ લોક સંઘર્ષ સમિતિના બેનર હેઠળ પોતાની માગણીને લઈને પ્રદર્શન કરી રહ્યા છે. ત્રીસ હજાર જેટલા ખેડૂતો અને આદિવાસીઓ દેખાવો કરતા મુંબઈ નજીકના થાણે પહોંચ્યા છે. ખેડૂતોની માર્ચ મુલુંડથી નીકળીને આઝાદ મેદાન સુદી પહોંચવાની છે. અહીં બે દિવસની રેલીનું ગુરુવારે સમાપન થવાનું છે. આ પહેલા માર્ચમાં એક મોટું પ્રદર્શન થયું હતું અને ત્યારે નાસિકથી મુંબઈ ખાતે પચ્ચીસ હજાર જેટલા ખેડૂતો પહોંચ્યા હતા.

હવે વિદર્ભ, મરાઠવાડા અને ઉત્તર મહારાષ્ટ્રના ખેડૂતો અને આદિવાસીએ આજે ફરી એકવાર મુંબઈ ખાતે રાજ્યના વિધાનભવન તરફ કૂચ કરવાના છે. મહારાષ્ટ્ર સરકારથી નારાજ ખેડૂતો અને આદિવાસીઓના મોરચામાં જળ વિશેષજ્ઞ રાજેન્દ્રસિંહ અને યોગેન્દ્ર યાદવ જેવા ઘણાં નેતાઓ સામેલ થઈ રહ્યા છે. લોક સંઘર્ષ મોરચાના મહાસચિવ પ્રતિભા શિંદેએ મીડિયાને જણાવ્યું છે કે સરકારની સામે ખેડૂતો અને આદિવાસીઓએ પંદર જેટલી માગણી રજૂ કરી છે.

તેમાં ટેકાના ભાવમાં ખેડૂતોને પચાસ ટકાનો ફાયદો, કૃષિ પંપ ટ્રાન્સફોર્મરનું 48 કલાકમાં સમારકામ, શિયાળામાં સિંચાઈ માટે વીજળી અને શાળાના પોષક આહારમાં કેળાનો સમાવેશ કરવાની માગણી પણ કરવામાં આવી છે. પ્રતિભા શિંદેનું કહેવું છે કે વિદર્ભ, મરાઠવાડા અને ઉત્તર મહારાષ્ટ્રના મહીનાઓથી ખરાબ સેંકડો ટ્રાન્સફોર્મરોને ઘણીવાર ફરિયાદ કરવા છતાં ઠીક કરવામાં આવ્યા નથી. શિંદેનું કહેવું છે કે સરકાર ખેડૂતોના પાકનો યોગ્ય ટેકાનો ભાવ આપવાની વ્યવસ્થા કરે અને ખેડૂતોને કર્જમુક્ત કરવામાં આવે. તેમણે કહ્યુ છે કે તેમની પાસે આવા હજારો ખેડૂતોની યાદી છે કે જેમને કર્જ મળી રહ્યું નથી.

Read Also 

Related posts

સુશાંત આપઘાત કેસમાં રિયાની અરજી પર 13મી ઓગષ્ટે થશે સુનાવણી, સુપ્રીમનો ચુકાદો અનામત

Mansi Patel

અંતરીક્ષમાં જીવનની સંભાવના દેખાઈ, લઘુગ્રહ સેરસ ઉપર પાણીનો ભંડાર હોવાનો નાસાએ કર્યો દાવો

Mansi Patel

પંજાબમાં કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ બાજવાની સુરક્ષા દૂર કરાતા વિવાદ

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!