GSTV
India ટોપ સ્ટોરી

વિશ્વના સૌથી શ્રીમંત શહેરોની યાદી જાહેર, ભારતનું આ શહેર ચમક્યું 12મા સ્થાને

richest city in india

દેશના શ્રીમંતોની સંખ્યામાં પણ ઝપાટાભેર વધારો થઈ રહ્યો છે. ૨૦૧૮માં વિશ્વનું ૧૮મું શ્રીમંત શહેર મુંબઈ આ વર્ષે સૌથી શ્રીમંત શહેરોની યાદીમાં ૧૨મા સ્થાને બિરાજ્યું છે. બીજીતરફ ભારતના અબજોપતિઓની સંખ્યામાં પણ ૧૧૬ ટકાનો વધારો થયો છે.

જાગતિક શ્રીમંતાઈનો અહેવાલ પ્રકાશિત થયો છે. વિશ્વના શ્રીમંતોની વધેલી સંખ્યા, શહેરોની જીવનશૈલીમાં થયેલો બદલાવ વગેરે બાબતોનો અભ્યાસ કરી આ અહેવાલ પ્રસિદ્ધ કરવામાં આવ્યો છે. આ અહેવાલ મૂજબ ભારતના અબજોપતિઓની સંખ્યા ૨૦૧૩માં ૫૫ની હતી જે અત્યારે ૧૧૯ પર પહોંચી છે. તો લખપતિઓની સંખ્યા અઢી લાખથી સવા લાખ સુધી પહોંચી છે. 

આ અહેવાલમાં જે લોકો ૨૨૫ કરોડ કે તેથી વધુ રોકાણ ક્ષમતા ધરાવે છે તેવા લોકો કે કંપનીઓને સર્વાધિક શ્રીમંતાઈનું સ્તર અપાયું હોઈ તેમને અલ્ટ્રાબિલેનિયર કહેવાયા છે. ભારતમાં કુલ ૧૯૪૭ અલ્ટ્રાબિલેનિયર છે તેમાંના સર્વાધિક ૭૯૭ અલ્ટ્રાબિલિનિયર મુંબઈમાં છે. 

લંડન એ વિશ્વનું સૌથી શ્રીમંત શહેર છે તો આ યાદીમાં બીજો નંબર ન્યુયોર્કનો આવે છે. મુંબઈ વિશ્વનું બારમું સૌથી શ્રીમંત શહેર ઠર્યું હોઈ તેજ સમયે તે વિશ્વના મોંઘા શહેરોની યાદીમાં પણ ચમક્યું છે. આજે મુંબઈ એ વિશ્વનું ૧૬મું સૌથી મોંઘું શહેર બની ચૂક્યું છે તો પ્રોપર્ટીની બાબતોમાં પણ આ માયાનગરી મુંબઈ મહત્તમ મોંઘી બની ચૂકી છે.  

Related posts

કોમર્સમાં કકળાટ યથાવતઃ કોલેજ દીઠ ખાલી બેઠકો જાહેર ન કરાતા વિદ્યાર્થીઓ હેરાન, ત્રણ રાઉન્ડ બાદ પણ ૨૦ હજારથી વધુ બેઠકો ખાલી 

pratikshah

ડોલો-650નું વેચાણ વધારવા માટે ડોકટરોને આપવામાં આવી 1000 કરોડ રૂપિયાની ભેટ, NGOના ગંભીર આરોપ

Damini Patel

હવે CoVin પરથી ખબર પડી જશે રક્તદાન અને અંગદાનની સ્થિતિ, ડોનરનો સંપર્ક કરવો થઇ જશે સરળ; જાણો કેવી રીતે

Damini Patel
GSTV