GSTV
Home » News » મહાનગરી મુંબઇમાં ઇમારત ધરાશાયી થવાની ઘટનામાં મૃત્તકોની સંખ્યા વધીને 10 સુધી પહોંચી, 40થી 50 લોકો કાટમાળ નીચે દબાયા હોવાની આશંકા

મહાનગરી મુંબઇમાં ઇમારત ધરાશાયી થવાની ઘટનામાં મૃત્તકોની સંખ્યા વધીને 10 સુધી પહોંચી, 40થી 50 લોકો કાટમાળ નીચે દબાયા હોવાની આશંકા

મુંબઈના ડોંગરી વિસ્તારમાં ચાર માળની ઈમારત ધરાશાયી થવાની ઘટનામાં 10 લોકોના મોત થયા છે. તંત્ર દ્વારા આ વાતની પુષ્ટી કરવામાં આવી છે. જોકે બિનસત્તાવાર રીતે મૃત્યુઆંક 12 હોવાનું જણાવાઇ રહ્યું છે. અત્યાર સુધી કુલ 7 લોકોને હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. ફાયર બ્રિગેડ અને એનડીઆરએફની ટીમ દ્વારા અત્યાર સુધીમાં પાંચ લોકોને બચાવી લેવામાં આવ્યા છે. દુર્ઘટના બાદ ફાયર બ્રિગેડ, પોલીસ અને એનડીઆરએફની ટીમ ઘટના સ્થળે છે. પ્રત્યક્ષદર્શીઓ મુજબ કાટમાળમાં હજુ ઘણા લોકો દબાયેલા હોઇ શકે છે.

સપનાઓની નગરી મુંબઇમાં ફરી એકવાર દુર્ઘટના બની. ડોંગરી વિસ્તારમાં ઇમારત ધરાશાયી થવાની દુર્ઘટનામાં પાંચ લોકો કાળનો કોળિયો બની ગયા. આ દુર્ઘટના સાથે ફરી એકવાર સવાલ ઉઠ્યા છે કે આખરે ક્યાં સુધી માયાનગરી આ પ્રકારની દુર્ઘટનાઓનો શિકાર થતી રહેશે. ક્યારેક પુલ તૂટી જવો તો ક્યારેક વરસાદી પાણી ભરાવવા તો ક્યારેક દીવાલ કે ઇમારત ધરાશાયી થવી. આ તમામ દુર્ઘટનાઓની જવાબદારી કોણ લેશે? રાજ્ય સરકાર કે પછી બીએમસી ?

ત્યારબાદ તે રિડેવલપમેન્ટમાં બીએસબી ડેવલપર્સ પાસે ગઇ. આ બિલ્ડિંગને 2012માં એનઓસી આપવામાં આવી હતી. મહાડા મુજબ બિલ્ડિંગ તે લિસ્ટનો હિસ્સો નથી કે જેમાં ખતરનાક ઇમારતોને સામેલ કરાઇ છે. તેવામાં સવાલ ઉઠ્યો છે કે જો બિલ્ડિંગ આટલી જુની અને જર્જરીત હોય તો તે કેવી રીતે ખતરનાક ઇમારતોની યાદીમાંથી બાકાત રહી શકે છે. શા માટે ઇમારતને ખતરનાક ઇમારતોની યાદીમાં સામેલ કરાઇ નહીં.

અત્રે ઉલ્લેખનિય છે કે આજે સવારે મુંબઇનાં ડોંગરી વિસ્તારમાં ગોઝારી ઘટના બની હતી. ચાર માળની ઇમારત ધરાશાયી થતા પાંચ લોકોનાં મોત થયા છે. તેમજ 40થી 50 લોકો કાટમાળ નીચે દબાયા હોવાની આશંકા છે. બચાવ કાર્ય પુરજોશમાં ચાલી રહ્યું છે. તેમજ સ્થાનિક પોલીસ, એનડીઆરએફ અને ફાયર ડિપાર્ટમેન્ટની ગાડીઓ ઘટના સ્થળે રાહત કાર્ય કરી રહી છે. પ્રત્યક્ષદર્શીઓનાં જણાંવ્યા પ્રમાણે હજુ પણ 8-10 પરિવારો કાટમાળ નીચે દબાયા હોવાની આશંકા છે.

READ ALSO

Related posts

રાજ્ય મહેસુલ કર્મચારી મહામંળ દ્વારા તેમની પડતર માંગણીઓને લઈ સરકાર સામે ચઢાવી બાંયો

Path Shah

લોકસભા ચૂંટણીમાં કારમી હારનો સામનો કરનારી કોંગ્રેસે હવે પેટાચૂંટણીની તૈયારી શરૂ કરી

Path Shah

વિશ્વની સૌથી મોટી બેવરેજ કંપનીએ CCDનો હિસ્સો ખરીદવાની તૈયારી બતાવી

Path Shah
Do NOT follow this link or you will be banned from the site!