GSTV

મુંબઇમાં પત્તાનાં મહેલની માફક બિલ્ડીંગ તૂટી પડતા કુલ 10નાં મોત: 8 લોકો ઘાયલ, તંત્ર વચ્ચે જવાબદારીની ફેંકાફેંક

સપનાઓની નગરી મુંબઇમાં ફરી એકવાર દુર્ઘટના બની. ડોંગરી વિસ્તારમાં ઇમારત ધરાશાયી થવાની દુર્ઘટનામાં પાંચ લોકો કાળનો કોળિયો બની ગયા. આ દુર્ઘટના સાથે ફરી એકવાર સવાલ ઉઠ્યા છે કે આખરે ક્યાં સુધી માયાનગરી આ પ્રકારની દુર્ઘટનાઓનો શિકાર થતી રહેશે. ક્યારેક પુલ તૂટી જવો તો ક્યારેક વરસાદી પાણી ભરાવવા તો ક્યારેક દીવાલ કે ઇમારત ધરાશાયી થવી. આ તમામ દુર્ઘટનાઓની જવાબદારી કોણ લેશે? રાજ્ય સરકાર કે પછી બીએમસી ?

ડોંગરી વિસ્તારમાં મંગળવારે જે ઇમારત ધરાશાયી થઇ તે આશરે 100 વર્ષ જુની હતી. દુર્ઘટનાના પ્રત્યક્ષદર્શીઓએ તે વાતની પુષ્ટી કરી કે ઇમારતની હાલત ઠીક નહોતી. તેમ છતાં તેમાં 8થી 10 પરિવારો રહેતા હતા. આ બિલ્ડિંગ ખોજા જમાત ટ્રસ્ટ પાસે હતી.

ત્યારબાદ તે રિડેવલપમેન્ટમાં બીએસબી ડેવલપર્સ પાસે ગઇ. આ બિલ્ડિંગને 2012માં એનઓસી આપવામાં આવી હતી. મહાડા મુજબ બિલ્ડિંગ તે લિસ્ટનો હિસ્સો નથી કે જેમાં ખતરનાક ઇમારતોને સામેલ કરાઇ છે. તેવામાં સવાલ ઉઠ્યો છે કે જો બિલ્ડિંગ આટલી જુની અને જર્જરીત હોય તો તે કેવી રીતે ખતરનાક ઇમારતોની યાદીમાંથી બાકાત રહી શકે છે. શા માટે ઇમારતને ખતરનાક ઇમારતોની યાદીમાં સામેલ કરાઇ નહીં.

અત્રે ઉલ્લેખનિય છે કે આજે સવારે મુંબઇનાં ડોંગરી વિસ્તારમાં ગોઝારી ઘટના બની હતી. ચાર માળની ઇમારત ધરાશાયી થતા પાંચ લોકોનાં મોત થયા છે. તેમજ 40થી 50 લોકો કાટમાળ નીચે દબાયા હોવાની આશંકા છે. બચાવ કાર્ય પુરજોશમાં ચાલી રહ્યું છે. તેમજ સ્થાનિક પોલીસ, એનડીઆરએફ અને ફાયર ડિપાર્ટમેન્ટની ગાડીઓ ઘટના સ્થળે રાહત કાર્ય કરી રહી છે. પ્રત્યક્ષદર્શીઓનાં જણાંવ્યા પ્રમાણે હજુ પણ 8-10 પરિવારો કાટમાળ નીચે દબાયા હોવાની આશંકા છે.

READ ALSO

Related posts

પંજાબમાં ચોર બીમાર પડતા લઈ જવાયો હોસ્પિટલ, રિપોર્ટ આવતા પોલીસ સ્ટેશનમાં મચ્યો હડકંપ

Nilesh Jethva

વિશ્વભરમાં મોદી મોદી : અમેરિકા બાદ આ દેશે પણ મોદીની કામગીરી અને મદદના દિલ ખોલીને કર્યા વખાણ

Mayur

ભારતમાં જ્યાં સૌથી પહેલો કોરોનાનો કેસ નોંધાયો, તે રાજ્યએ આ રીતે મેળવી લીધો કાબૂ

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!