પ્રિંસ હેરીનાં લગ્નમાં મુંબઇના ડબ્બાવાળાઓ આપશે આ ખાસ ગિફ્ટ

શનિવારે એટલે કે આવતી કાલે બ્રિટનનાં શાહી પરિવારનાં પ્રિંસ હેરી અમેરિકન એક્ટ્રેસ મેગા માર્કેલ સાથે લગ્ન ગ્રંથીથી જોડાશે ત્યારે મુંબઈનાં મશહુર ડબ્બાવાલાએ પણ તેની ઉજવણી કરવાનું નક્કી કર્યુ છે. ડબ્બાવાલાનાં પ્રવક્તા સુશાષ તાલેકરે જણાવ્યુ કે અમે પ્રિંસ હેરીનાં લગ્નની વિશિષ્ટ રુપથી ઉજવણી કરવાનાં છીએ. જેમાં એક દિવસ માટે ડબ્બાવાલા પોતાનું રોજિંદુ કામ મુકીને મુંબઈ ખાતેની ટાટા મેમોરિયલ હોસ્પિટલમાં મિઠાઈઓ વહેંચશે.

આ ઉપરાંત સેંટ્રલ મુંબઈમાં આવેલાં સ્થળેથી પ્રિંસ હેરી માટે કોલ્હાપુરી ફેંટો ખરિદ્યો હતો. એટલુ જ નહિ પણ નવવધુ માટે લીલા રંગની બંગડી તેમજ મંગલસુત્ર ખરીદ્યુ હતુ. જે મહારાષ્ટ્રિયન ટ્રેડિશન મુજબ શુકનવંતુ માનવામાં આવે છે. મુંબઈ ડબ્બાવાલાનો બ્રિટિશ શાહી કુંટુંબ સાથે ત્યારે બંધાયો જ્યારે તત્કાલીન પ્રિંસે 2003માં પ્રથમ વખત મુંબઈ આવ્યા હતા. ત્યારે ડબ્બાવાલાની તેમણે મુલાકાત લીધી હતી. જેમાં તેમની નિયમીતતા, ચોકસાઈ અને કાર્ય પધ્ધતિથી તેઓ પ્રભાવિત થયા હતા. તેમને 2005માં પ્રથમ પ્રિંસનાં લગ્ન વખતે પણ આમંત્રણ આપવામાં આવ્યુ હતુ. આમ શાહી લગ્નનું એક ભારતીય કનેક્શન પણ છે.

સમગ્ર દુનિયાની નજર આવતી કાલે યોજાનારા સમારંભ પર છે. વેડિંગ ડ્રેસથી લઈને વેડિંગકેક,બ્રાઈડ મેડ્સ અને બ્રાઈડ ફાધર બધુ જ ચર્ચામાં છે. મેગન માર્થા અમેરિકન બાપ અને આફ્રિકન અમેરિકન માતાનું સંતાન છે. આ લગ્નની સાથે પ્રથમ વખત શાહી ખાનદાનમાં મિશ્ર જાતીઓની વ્યક્તિનો પ્રવેશ થશે.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter