સમગ્ર દેશમાં હાલ કોરોના વાયરસનો કહેર યથાવત જોવા મળી રહ્યો છે. આ વાયરસની સૌથી વધારે અસર મુંબઈ શહેરમાં જોવા મળી છે. મુંબઈ શહેરમાં કોરોના વાયરસના દર્દીઓની સંખ્યામાં દિનપ્રતિદિન વધારો થઈ રહ્યો છે. ત્યારે આ બધાની વચ્ચે મુંબની લાઈફ લાઈન ગણાતી લોકલ ટ્રેન શરુ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. અઢી માસ બાદ લોકલ ટ્રેન ફરી દોડતી થશે.
- 12 ડબ્બા ધરાવતી લોકલ ટ્રેન ચર્ચગેટ અને દહાણુ રોડ વચ્ચે દોડશે
- સ્ટેશન ઉપર સોશિયલ ડિસ્ટન્સીંગનું કરાશે પાલન
- સ્ટેશન ઉપર પોલીસકર્મીઓ રહેશે તૈનાત
કોરોનાની મહામારી વચ્ચે લોકલ ટ્રેન થશે શરુ
મુંબઇની લાઇફલાઇન ગણાતી લોકલ ટ્રેન સેવા ફરી એક વખત શરૂ થઇ છે. અંદાજે અઢી મહિના બાદ લોકલ ટ્રેનો ફરી દોડતી થઇ છે. જો કે રેલવે વિભાગના જણાવ્યા અનુસાર હાલ લોકલમાં ફક્ત જરૂરી સ્ટાફને જ આવવા-જવાની મંજૂરી આપવામાં આવી છે. સેન્ટ્રલ રેલવેની મેઇન અને હાર્બર લાઇન એમ બંને સેવાઓ શરૂ કરવામાં આવી છે. રેલવે વિભાગ મુજબ 12 ડબ્બા ધરાવતી 73 લોકલ ટ્રેન ચર્ચગેટ અને દહાણુ રોડ વચ્ચે નિયત પ્રોટેકોલ અને સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર મુજબ ચાલશે. તમામ લોકલ ટ્રેન સવારે 5-30 વાગ્યાથી લઇને રાત્રે 11-30 વાગ્યા સુધી દર 15 મિનિટે ચાલશે. આ ઉપરાંત સ્ટેશન પર સોશિયલ ડિસ્ટન્સ જળવાઇ રહે તે માટે પોલીસકર્મીઓને પણ તૈનાત કરવામાં આવ્યા છે. લોકલ ટ્રેનો શરૂ થવાથી અંદાજે 1.25 લાખ જેટલા સ્ટાફની સફર આસાન બનશે.
Mumbai: Western Railway(WR) resumes its selected suburban services from today only for movement of essential staff as identified by state govt. 60 pairs of WR's 12 car suburban services b/w Churchgate&Dahanu Road to ply for essential staff. Visuals from Churchgate railway station pic.twitter.com/10szOOVncD
— ANI (@ANI) June 15, 2020
- ફેડ બાદ બેંક ઓફ ઈંગ્લેન્ડે વ્યાજ દર વધાર્યો / RBIની 5 ફેબ્રુઆરીથી મોનિટરી પોલિસીની બેઠક, રેપો રેટમાં 25 બેસિસ પોઈન્ટનો કરાશે વધારો?
- યુગાન્ડાના ગામમાં રહેતા વ્યક્તિને 12 પત્નીઓ, 102 બાળકો અને 578 પૌત્રો છે, જાણો
- કોર્ટના આદેશનો અનાદર કર્યો, હવે ભાજપના આ પૂર્વ ધારાસભ્યની મિલકત જપ્તીનો થયો આદેશ
- જામજોધપુરમાં ધાર્મિક પ્રસંગ દરમિયાન એક સાથે પાંચ મહિલાના ગળામાંથી સોનાના પાંચ નંગ ચેનની ઝડપની ઘટનાથી ભારે ચકચાર
- પોલિટિક્સ / પંજાબમાં લોકસભા ચૂંટણી અકાળી દળ સાથે લડશે બસપા, માયાવતીએ કર્યું ગઠબંધનનું એલાન