GSTV
Home » News » મરાઠા અનામત મામલે મહામંથન : શાહની ભાગવત સાથે મુલાકાત, પાટીદારોને ઠેંગો

મરાઠા અનામત મામલે મહામંથન : શાહની ભાગવત સાથે મુલાકાત, પાટીદારોને ઠેંગો

મરાઠા અનામત પર મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન દેવેન્દ્ર ફડણવિસ દ્વારા બોલાવવામાં આવેલી સર્વપક્ષીય બેઠક પહેલા ભાજપ અધ્યક્ષ અમિત શાહ મુંબઈ પહોંચ્યા છે. અમિત શાહે મહારાષ્ટ્રના મુખ્યપ્રધાનની સર્વપક્ષીય બેઠક પહેલા આરએસએસ પ્રમુખ મોહન ભાગવત સાથે મુલાકાત કરી છે. મુંબઈ ખાતેના આરએસએસ કાર્યાલય ખાતે ભાગવત અને અમિત શાહ વચ્ચે બંધબારણે મુલાકાત થઈ છે. પાટીદાર અનામત અાંદોલન ગુજરાતમાં છેલ્લાં ઘણા સમયથી ચાલી રહ્યું છે. અા બાબતે સરકારમાં ક્યારેય પણ ગંભીરતા જોવા મળી નથી. મરાઠા અાંદોલનમાં શિવસેનાની મોટા ભૂમિકાને પગલે અાગામી લોકસભામાં ભાજપે મોટું નુક્સાન ઉઠાવવું પડે તેવી સ્થિતિ વચ્ચે અા મામલાને ગંભીરતાથી લેવાયો છે. ગુજરાતમાં પાટીદાર અાંદોલનનું લોકસભાની ચૂંટણી પર વર્ચસ્વ  ન હોવાથી પાટીદાર અાંદોલન હવે ધાર ગુમાવી ચૂક્યું છે. પાટીદાર અાંદોલનમાં અંદરો અંદરની ફાટફૂટને પગલે હવે સરકારે ઠેંગો દેખાડી દીધો છે.

અલ્હાબાદ ખાતે સંતોને મળ્યા બાદ મોહન ભાગવતની સાથેની અમિત શાહની મુલાકાત બેહદ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. જો કે આ બેઠકમાં મોહન ભાગવત સાથે મરાઠા અનામત આંદોલનના મામલે ચર્ચા થવાની શક્યતા છે. માનવામાં આવે છે કે મોહન ભાગવત સાથેની ચર્ચામાં અમિત શાહે મરાઠા અનામત મામલે આરએસએસના દ્રષ્ટિકોણને જાણ્યો છે.

ભાગવત સાથેની બેઠક બાદ અમિત શાહ હવે સર્વપક્ષીય બેઠક પહેલા દેવેન્દ્ર ફડણવિસને આરએસએસના દ્રષ્ટિકોણથી અવગત કરે તેવી શક્યતા છે. આરએસએસ ભાજપનું વિચારધારાત્મક સ્તરે પૈતૃક સંગઠન છે. ભાજપની સામે 2019ની લોકસભાની ચૂંટણી અને વિધાનસભાની ચૂંટણીઓ જીતવાનો પડકાર છે. હાલ મહારાષ્ટ્રમાં મરાઠા અનામત આંદોલન ચાલી રહ્યું છે.. ત્યારે દેશની પ્રવર્તમાન રાજકીય સ્થિતિ પર વાતચીતની શક્યતા છે.

  • મરાઠા અનામત મામલે મહામંથન
  • અમિત શાહની ભાગવત સાથે મુલાકાત
  • સર્વપક્ષિય બેઠક પહેલાં શાહ અને ભાગવત મળ્યા

Related posts

અભિનંદન જેવી મૂછો રાખી હતી, હેર ડ્રેસરે કાપી નાંખી તો કરી પોલીસ ફરિયાદ

Mayur

માયાવતીના ભાઈ પાસે એટલી સંપત્તિ કે અવતાર ફિલ્મનો બીજો ભાગ બની જાય

Mayur

મોબ લિન્ચિંગ બાબતે રાજ્યો સામે કાર્યવાહી મુદ્દે તાત્કાલિક સુનાવણીનો સુપ્રીમનો ઈનકાર

Mayur
Do NOT follow this link or you will be banned from the site!