ભીમા-કોરેગાંવ હિંસાના એક વર્ષ પૂર્ણ થવા પર પુણે અને તેની આસપાસના વિસ્તારોમાં પોલીસે સુરક્ષાનો કડક બંદોબસ્ત કર્યો છે. સંબંધિત વિસ્તારમાં ડ્રોન, સીસીટીવી કેમેરા અને લગભગ પાંચ હજાર જેટલા પોલીસકર્મીઓની તેનાતી કરી છે. તેની સાથે જ 520 પોલીસ અધિકારી, એસઆરપીની બાર કંપનીઓ, 1200 હોમગાર્ડ અને બે હજાર સ્વયંસેવકોની પણ તેનાતી કરવામાં આવી છે. ભીમા-કોરેગાંવ હિંસાની વરસી પ્રસંગે પુણે અને તેની આસપાના સંવેદનશીલ વિસ્તારોમાં ઈન્ટરનેટ સેવાઓ પણ બંધ કરવામં આવી છે. ગત વર્ષ પુણેના ભીમા-કોરેગાંવમાં પહેલી જાન્યુઆરીએ હિંસા ફેલાઈ હતી. જેમાં એક વ્યક્તિનો જીવ ગયો હતો અને ઘણાં લોકો ઈજાગ્રસ્ત થયા હતા.

પુણેના ડીએમ નવલકિશોર રામે કહ્યુ છે કે ભીમા-કોરેગાંવ વિજયસ્તંભ ખાતે આજે પાંચ લાખ લોકોના એકઠા થવાની શક્યતા છે. નિયંત્રણ કક્ષ, સૂચના કેન્દ્ર, એમ્બ્યુલન્સ, મોબાઈલ ટોઈલેટ્સ અને પાણી વ્યવસ્થા કરવામાં આવી છે. કોંકણ વિસ્તારના આઈજી વિશ્વાસ નાગરે પાટલી પણ અહીં તેનાત છે. ટૂર એન્ડ ટ્રાવેલ્સ પણ પોલીસ નજર રાખી રહી છે. રવિવારે પુણે ખાતેની સાવિત્રીબાઈ ફુલે વિદ્યાપીઠમાં સ્ટૂડન્ટ્સ સાથે થનારા દલિત નેતા આઝાદના સંવાદના કાર્યક્રમને પણ પુણે પોલીસે પરવાનગી આપી ન હતી.
ગત વર્ષ પહેલી જાન્યુઆરીએ ભીમા-કોરેગાંવ સંઘર્ષની બસ્સોમી વર્ષગાંઠ પર હિંસા ભડકી હતી. પહેલી જાન્યુઆરી-2018ના રોજ પુણેથી 40 કિલોમીટર દૂર કોરેગાંવ-ભીમામાં દલિત સમુદાયના લોકો દ્વારા એક કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો. તેનો કેટલાક દક્ષિણપંથી સંગઠનો દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમ દરમિયાન આ વિસ્તારમાં હિંસા થઈ હતી અને ભીડ દ્વારા વાહનોની આગચંપી તથા દુકાનો-મકાનોની તોડફોડ જેવી ઘટનાઓ બની હતી. આ હિંસામાં એક વ્યક્તિનો જીવ ગયો હતો અને ઘણાં લોકો ઈજાગ્રસ્ત પણ થયા હતા.
- ગુજરાતમાં કેટલાંક ડેમમાંથી પાણી છોડવાની સંભાવના, પૂરની આપી ચેતાવણી, જાણો- તમારા શહેરની પરિસ્થિતી
- બિહારનું રાજકારણ/ પ્રધાનમંત્રી બનવા માટે દાઉદ સાથે હાથ મિલાવી શકે છે નીતિશ કુમાર, ભાજપના સાંસદે કર્યા આવા આકરા પ્રહાર
- તૈયાર રહેજો/ 15 અને 16 ઓગસ્ટે ગુજરાતમાં તૂટી પડશે વરસાદ: બંદરો પર લગાવાયુ એક નંબરનું સિગ્નલ, હવામાન વિભાગે કરી છે આવી આગાહી
- સમીકરણ બદલાશે/ મહારાષ્ટ્ર્રમાં લોકસભાની ચૂંટણીમાં આ પાર્ટીની જીતવાની શક્યતા, સર્વેમાં થયો ચોંકાવનારો ખુલાસો
- T20 WC 2022/ આ બે ક્રિકેટર T20 વર્લ્ડ કપમાંથી થઈ જશે બહાર! ગંભીર ઈજાને કારણે BCCIએ આપી આ જાણકારી
પોલીસે દક્ષિણપંથી નેતા મિલિંદ એકબોટે અને કબીર કલા મંચના સદસ્યોને કાર્યક્રમમાં જવાની મંજૂરી આપી નથી. બીમ આર્મીના ચીફ ચંદ્રશેખર આઝાદને પણ પુણેમાં રેલીની મંજૂરી આપવાનો ઈન્કાર કરવામાં આવ્યો હતો. આ નિર્ણય વિરુદ્ધ ચંદ્રશેખર આઝાદે હાઈકોર્ટનો દરવાજો ખખડાવ્યો હતો. પરંતુ અહીં પણ આઝાદને નિરાશા જ હાથ લાગી હતી.