GSTV

Big Breaking / ગુજરાત બાદ મુંબઈનો વારો, મહારાષ્ટ્રમાં નોંધાયો ઓમિક્રોનનો પહેલો કેસ

omicron variant

Last Updated on December 4, 2021 by GSTV Web Desk

ભારતમાં કોરોનાના અત્યંત ઘાતક વેરિઅન્ટ ઓમિક્રોનની એન્ટ્રી થઈ ગઈ છે. સૌપ્રથમ કર્ણાટકમાં બે ઓમિક્રોનના કેસ મળ્યા હતા. તેના પછી આજે ગુજરાતના જામનગરમાંથી ઓમિક્રોનનો કેસ મળી આવ્યો છે. ત્યારે મુંબઈ ઓમિક્રોનની એન્ટ્રી થઈ ગઈ છે. મુંબઈ કોરોના વાઇરસના નવા વેરિઅન્ટ ઓમિક્રોનના દર્દી મળી આવ્યા છે. આમ દેશમાં અત્યાર સુધી ઓમિક્રોનના ચાર કેસ નોંધાઈ ચુક્યા છે.

33 વર્ષીય કોરોનાના ઓમિક્રોન વેરિઅન્ટથી સંક્રમિત દર્દી સાઉથ આફ્રિકાના કેપ ટાઉનથી મુંબઈ પરત ફર્યો હતો. તે દુબઈ અને દિલ્હી થઈને મુંબઈ પહોંચ્યો હતો. કોરોના સંક્રમિત દર્દી કલ્યાણ-ડોમ્બિવલી વિસ્તારનો રહેવાસી છે. તેણે કોરોનાની રસી લીધી નહતી.

મુંબઈમાં 7 દિવસ ક્વોરન્ટાઇન ફરજિયાત

કોરોનાના નવા વેરિએન્ટને લઈને રાજ્ય સરકારો સતર્ક બની છે. જે કડીમાં મહારાષ્ટ્રમાં મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ આંતરરાષ્ટ્રીય એરપોર્ટના અધિકારીઓએ પોતાની વર્તમાન સુવિધાઓમાં વધુ સુવિધા ઉમેરવામાં આવી છે. એક સત્તાવાર નિવેદન મુજબ મુંબઈ એરપોર્ટે જણાવ્યું છે કે, તેમણે 100 રેપીડ પીસીઆર સહિત 100 રજીસ્ટ્રેશન કાઊન્ટર અને 60 સેમ્પલિંગ બૂથ સ્થાપિત કર્યા છે. મુંબઈ એરપોર્ટે રેપીડ પીસીઆર ટેસ્ટના ચાર્જને સંશોધિત કરીને 4500 રૂપિયાના સ્થાને 3,900 રૂપિયા કરી દીધા છે.

આ સાથે 600 રૂપિયાની સામાન્ય આરટી-પીસીઆર તપાસ પણ CSMIAમાં ઉપલબ્ધ છે. અધિકારીએ કહ્યું કે લોકો ટેસ્ટિંગના દરોમાં થયેલા ઘટાડાનો લાભ મેળવી શકશે. મુંબઈ એરપોર્ટ પર યુકે, દક્ષિણ આફ્રિકા, બોત્સવાના, ઝિમ્બાબ્વે, બ્રાઝીલ, ચીન, મોરશિયસ, ન્યૂઝીલેન્ડ, સિંગાપોર, હોંગકોંગ અને ઈઝરાયેલ સહિત યુરોપના રિસ્ક કેટેગરીવાળા દેશો પ્રવાસીઓને પ્રાથમિકતા પર ઉતારવામાં આવી રહ્યા છે.

આ પ્રવાસીઓએ કોરોના ટેસ્ટ કરાવ્યા બાદ સાત દિવસ માટે ક્વોરન્ટાઇન રહેવું પડશે અને સાતમા દિવસે પણ તેમનો આરટી-પીસીઆર ટેસ્ટ કરવામાં આવશે. તો બીજી તરફ બીએમસીએ એરપોર્ટ તંત્રને સૂચના આપી છે કે તે વિદેશમાંથી આવનારા પ્રવાસીઓની યાદી કંટ્રોલ રૂમની સાથે શેર કરે. મુંબઈ મેયરે જણાવ્યું કે સંક્રમિત લોકો માટે 10 એમ્બ્યુલન્સ સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે. આ સાથે જ મુંબઈમાં વિદેશથી પરત ફરેલા લોકોમાંથી ઓમિક્રોન શંકાસ્પદ દર્દીઓની સંખ્યા વધીને 14 થઈ ગઈ છે. તેમના સેમ્પલ જીનોમ સિક્વેન્સિંગ માટે મોકલવામાં આવ્યા છે.

Read Also

Related posts

ભારે કરી / અરેરે ! ખેડૂતો, મજૂરો અને માઇન્સ સંચાલકોની છીનવાઈ રોજીરોટી, કલેકટરને આવેદનપત્ર લખી માંગી મદદ

GSTV Web Desk

UP વિધાનસભા ચૂંટણી/ યોગી આદિત્યનાથ પાસે રેકોર્ડ બનાવવાનો આ છે ગોલ્ડન ચાન્સ, જો જીતી ગયા તો…

Pravin Makwana

ભાજપનું સત્તા સમીકરણ/ દલિત- ઠાકુર અને જાટ પશ્ચિમી યુપીમાં સપાને જોરદાર ટક્કર, ટીકિટ માટે ભાજપે બનાવી છે આ રણનીતિ

GSTV Web Desk
Do NOT follow this link or you will be banned from the site!