GSTV
India News Trending

મહારાષ્ટ્ર / શિવસેનાના કાર્યકરોએ મુંબઈ એરપોર્ટ પર કરી તોડફોડ, ‘અદાણી એરપોર્ટ’ના બોર્ડને પહોંચાડ્યું નુકસાન

શિવસેનાના કાર્યકરોએ સોમવારે મુંબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટ ખાતે તોડફોડ કરી હતી. હાલ આ એરપોર્ટનું સંચાલન અદાણી જૂથના હાથમાં છે. શિવસેનાના કાર્યકરોએ એરપોર્ટ પર લાગેલા ‘અદાણી એરપોર્ટ’ના બોર્ડને નુકસાન પહોંચાડ્યું હતું.

શિવસેનાનો આરોપ છે કે, પહેલા આ એરપોર્ટ છત્રપતિ શિવાજી મહારાજ એરપોર્ટ તરીકે ઓળખાતું હતું, પરંતુ હવે અહીં અદાણી એરપોર્ટનું બોર્ડ લાગેલું છે. આ વસ્તુ સહન નહીં કરવામાં આવે.

મુંબઈના ઈન્ટરનેશનલ એરપોર્ટનું સંચાલન જુલાઈ મહિનામાં જ સંપૂર્ણપણે અદાણી જૂથના હાથમાં આવ્યું હતું. ગૌતમ અદાણીએ પોતે ટ્વીટ કરીને તેની જાણકારી આપી હતી. વિપક્ષ દ્વારા સતત આ મુદ્દે વિરોધ કરવામાં આવ્યો છે કે, દેશના અનેક એરપોર્ટ્સનું સંચાલન હવે અદાણી જૂથને આપવામાં આવ્યું છે. કોંગ્રેસ સહિત અન્ય કેટલાય વિપક્ષી દળોએ આ મુદ્દે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર સીધું નિશાન તાક્યું છે.

ઉલ્લેખનીય છે કે, જૂથ દ્વારા છેલ્લા કેટલાક વર્ષોમાં એવિએશન સેક્ટરમાં મોટું રોકાણ કરવામાં આવ્યું છે. દેશના અનેક મોટા એરપોર્ટનું સંચાલન હવે અદાણી જૂથ પાસે છે. મુંબઈના ઈન્ટરનેશનલ એરપોર્ટનું સંચાલન જુલાઈ મહિનામાં જ સંપૂર્ણપણે અદાણી જૂથના હાથમાં આવ્યું હતું. ગૌતમ અદાણીએ પોતે ટ્વીટ કરીને તેની જાણકારી આપી હતી. વિપક્ષ દ્વારા સતત આ મુદ્દે વિરોધ કરવામાં આવ્યો છે કે, દેશના અનેક એરપોર્ટ્સનું સંચાલન હવે અદાણી જૂથને આપવામાં આવ્યું છે. કોંગ્રેસ સહિત અન્ય કેટલાય વિપક્ષી દળોએ આ મુદ્દે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર સીધું નિશાન તાક્યું છે. 

Read Also

Related posts

ઈતિહાસ / સુભાષ ચંદ્ર બોઝે નહીં પરંતુ આ ક્રાંતિકારીએ આપ્યો હતો જયહિંદનો નારો, જાણો તેમના વિશે

Zainul Ansari

હર ઘર તિરંગા / તિરંગાના રંગમાં રંગાઈ ટીમ ઈન્ડિયા, ધોની બાદ રોહિત-કોહલી સહિતના ક્રિકેટરોએ પણ ડીપી બદલી

Hardik Hingu

Tiranga Dhokla Recipe: તિરંગા ઢોકળા સાથે આઝાદીની ઉજવણી કરો, જાણો તેની રેસીપી

GSTV Web Desk
GSTV